ETV Bharat / state

ગણેશોત્સવ 2024: જૂનાગઢમાં મરાઠી પરંપરા અને સંસ્કૃતિ અનુસાર ગણપતિનું સ્થાપન - Ganeshotsav 2024

ગણપતિ વિસર્જનનો સમય નજીક આવી રહ્યો છે. ત્યારે જૂનાગઢના મરાઠી પરિવાર દ્વારા મરાઠી પરંપરા અને મરાઠી સંસ્કૃતિ અનુસાર ગણેશ ગૌરીનું સ્થાપન કરવામાં આવ્યું છે. 1884માં લોકમાન્ય તિલકે મહારાષ્ટ્રમાં ગણપતિ સ્થાપનની પરંપરા શરૂ કરાવી હતી. તે આજે પણ દેશ અને દુનિયાના દેશોમાં જોવા મળે છે. ત્યારે મરાઠી પરિવારો પરંપરાગત રીતે મરાઠી સંસ્કૃતિ અનુસાર ગણેશ ગૌરીનું સ્થાપન અને પુજન કરે છે. શું છે ગણેશ ગૌરીનું સ્થાપન અને પૂજનનું મહત્વ. જુઓ અમારા આ અહેવાલમાં..., ganesh chaturthi 2024

ગણેશોત્સવ 2024
ગણેશોત્સવ 2024 (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 12, 2024, 12:41 PM IST

જૂનાગઢમાં મરાઠી પરંપરા અને સંસ્કૃતિ અનુસાર ગણપતિનું સ્થાપન (ETV Bharat Gujarat)

જૂનાગઢ: ગણપતિ વિસર્જનના દિવસો હવે નજીક આવી રહ્યા છે, ત્યારે જૂનાગઢમાં પાછલા 15 વર્ષ કરતાં વધુ સમયથી સ્થાયી થયેલા મરાઠી પરિવારો દ્વારા મરાઠી સંસ્કૃતિને અનુરૂપ ગણેશ ગૌરીનું સ્થાપન અને પૂજન કરતા હોય છે. મહારાષ્ટ્રમાં ગણપતિ સ્થાપનને ખૂબ જ મહત્વના તહેવાર અને ઉત્સવ તરીકે મનાવવામાં આવે છે.

રિદ્ધિ અને સિદ્ધિનું સ્થાપન
રિદ્ધિ અને સિદ્ધિનું સ્થાપન (ETV Bharat Gujarat)

વર્ષ 1884માં લોકમાન્ય તિલકે અંગ્રેજો સામેની લડાઈમાં ગણપતિનું સ્થાપન કરીને લોકોને સંગઠિત કરી અને અંગ્રેજો સાથે લડાઈ માટે લોકોને તૈયાર કર્યા હતા. ત્યારથી મહારાષ્ટ્રમાં ગણપતિ સ્થાપનનું પૂજન અને તેનું મહત્વ દર વર્ષે વધતું જોવા મળે છે. એક સમયે માત્ર મહારાષ્ટ્રમાં જ ગણપતિ પૂજનની વિશેષ મહત્વ જોવા મળતુ હતુ. જે આજે ન માત્ર ભારત પરંતુ વિશ્વના અનેક દેશોમાં પણ ગણપતિ સ્થાપન અને તેનું પૂજન થઈ રહ્યું છે.

ગણપતિની આરતી
ગણપતિની આરતી (ETV Bharat Gujarat)

ગણપતિ સ્થાપનના ત્રીજા દિવસે રિદ્ધિ સિદ્ધિનું આગમન: મરાઠી પરંપરા અને સંસ્કૃતિ અનુસાર ગણપતિ મહારાજનું સ્થાપન કર્યા બાદ ત્રીજા દિવસે વાજતે ગાજતે ગણેશ ગૌરી એટલે કે રિદ્ધિ અને સિદ્ધિનું સ્થાપન પણ કરવામાં આવે છે. ગણપતિ મહારાજની માફક જ રિદ્ધિ-સિદ્ધિને પણ ગણપતિ મહારાજને ડાબી અને જમણી તરફ ધાર્મિક વિધિ વિધાન સાથે બેસાડવામાં આવે છે. પ્રથમ ત્રણ દિવસ માત્ર ગણપતિની પૂજા કર્યા બાદ ચોથા દિવસથી ગણપતિની સાથે રિદ્ધિ અને સિદ્ધિનું પૂજન પણ કરવામાં આવે છે. જ્યારે ગણપતિ મહારાજના વિસર્જનનો સમય આવે તે પૂર્વે પ્રથમ રિદ્ધિ અને સિદ્ધિને વિદાય આપવામાં આવે છે. ત્યારબાદ મરાઠી પરંપરા અનુસાર ગણપતિ મહારાજનું વિસર્જન થાય છે.

જૂનાગઢમાં મરાઠી પરંપરા અને સંસ્કૃતિ અનુસાર ગણપતિનું સ્થાપન

રિદ્ધિ અને સિદ્ધિને અર્પણ થાય છે ખાસ ભોજન: જે રીતે ગણપતિ મહારાજને મોદક અતિ પ્રિય છે. તેથી પ્રસાદ અને ભોજનરૂપે ગણપતિ મહારાજને મોદકના લાડુ ગ્રહણ કરાવવામાં આવે છે. તે જ રીતે રિદ્ધિ અને સિદ્ધિનું આગમન થયા બાદ પ્રથમ દિવસે તેમને માત્ર ભાજીનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. બીજા દિવસે ગણેશ ગૌરીને પૂરણપોળી અને વિસર્જન પૂર્વેના અંતિમ એટલે કે ત્રીજા દિવસે દહીં અને ભાતનો પ્રસાદ વિશેષ અર્પણ કરવાની એક પરંપરા મરાઠી સંસ્કૃતિમાં જોવા મળે છે. જેને કારણે ત્રણ દિવસ બાદ રિદ્ધિ સિદ્ધિનું વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવે છે આ પ્રકારની પરંપરાગત ગણેશ સ્થાપન અને પૂજન વિધિ ગુજરાતમાં ખૂબ ભાગ્યે જ જોવા મળતી હોય છે.

ગણેશોત્સવની ઉજવણી
ગણેશોત્સવની ઉજવણી (ETV Bharat Gujarat)

આ પણ વાંચો

  1. અમદાવાદમાં આવ્યા દક્ષિણ ભારતના 'ગણપતિ', ગણેશ પ્રેમીઓ માટે એક્ઝિબિશનનું આયોજન કરાયું - exhibition of Ganesha
  2. ફરી કાંકરીચાળો ! નખત્રાણાના કોટડા જરોદર ગામે ગણપતિની મૂર્તિ ખંડિત, 3 સગીર સહિત 7 આરોપીઓ ઝડપાયા - Kutch Ganapati pandal stone pelting

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.