ETV Bharat / state

ગાંધીનગર આરટીઓમાં છેલ્લા 13 દિવસથી ટેસ્ટ ડ્રાઈવ ટ્રેક બંધ, ત્રણ હજારનું વેઇટિંગ - Gandhinagar RTO - GANDHINAGAR RTO

ગાંધીનગર આરટીઓમાં છેલ્લા 13 દિવસથી ટેસ્ટ ડ્રાઈવ ટ્રેક બંધ છે. સારથી એપ્લિકેશન બંધ હોવાથી ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ધરમધક્કા ખાતા અરજદારોનું વેઇટિંગ વધીને ત્રણ હજાર થઇ ગયું છે.

ગાંધીનગર આરટીઓમાં છેલ્લા 13 દિવસથી ટેસ્ટ ડ્રાઈવ ટ્રેક બંધ, ત્રણ હજારનું વેઇટિંગ

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 28, 2024, 5:52 PM IST

આરટીઓમાં ટેસ્ટિંગ ટ્રેકની પરેશાની

ગાંધીનગર : સમગ્ર ગુજરાતમાં હાલ આરટીઓમાં ટેસ્ટિંગ ટ્રેક બંધ છે. જેને કારણે નવા લાયસન્સ માટે આવતા અરજદારો ધક્કા ખાઈ રહ્યા છે. 3,000 થી વધુ અરજદારોનું વેટિંગ છે. સારથી એપ્લિકેશનમાં ખામીને કારણે છેલ્લા 13 દિવસથી આરટીઓ કચેરીમાં ટેસ્ટિંગ થઈ શકતા નથી. ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેનાર અરજદારો ધક્કા ખાઈ રહ્યા છે.

ટેકનિકલ ખામીને કારણે છેલ્લા ઘણા સમયથી આરટીઓનો ટ્રેક બંધ હતો. આજે ટ્રેક ફરીથી શરૂ થયો છે. આ ટ્રેક નિયમિત ચાલુ રહે તેવી આશા રાખીએ છીએ. કારણ કે ટ્રેક બંધ હોવાના કારણે અમારે ધક્કા ખાવા પડતા હતામ...જયભાઈ રામ (અરજદાર )

ડ્રાઇવિંગ લાઇસન્સ કામગીરી ઠપ : ગાંધીનગરમાં સારથી એપ્લિકેશનમાં ખામીને કારણે ડ્રાઇવિંગ લાઇસન્સ કામગીરી છેલ્લા 13 દિવસથી બંધ છે. પરિવહન પોર્ટલ સારથી એપ્લિકેશન ડેટાબેઝ સર્વરમાં ટેકનિકલ ખામી સર્જાઇ છે. આ ટેકનિકલ ખામીને કારણે ટેસ્ટીંગ ટ્રેકની સેવાઓ પ્રભાવિત થઈ છે. જેને કારણે સમગ્ર ગુજરાતમાં આરટીઓમાં ટેસ્ટીંગ ટ્રેક ઉપર કોઈપણ પ્રકારના ટેસ્ટ લેવામાં આવતા નથી. નવા લાયસન્સ ઈસ્યુ કરવાની કામગીરી ખોરંભે ચડી છે. તેવી સ્થિતિમાં રાજ્યની રાજધાની ગાંધીનગરમાં પણ નવા લાઇસન્સ ઇસ્યુ કરવાની કામગીરી ટલ્લે ચડી છે. સારથી એપ્લિકેશન અને ટેસ્ટીંગ ટ્રેક વચ્ચે સંકલન થતું નથી. ટેકનિકલ ખામીને કારણે છેલ્લા 13 દિવસથી કામગીરી ઠપ છે. તે દિવસથી વધુ ટ્રેક બંધ રહેવાને કારણે 3,000 થી વધુ વાહનચાલકોનું વેઇટિંગ થયું છે.

સારથી એપ્લિકેશનમાં ટેકનિકલ સમસ્યા હતી. રજીસ્ટ્રેશન સમય ડેટા મેચ થતો ન હતો. તેથી કેટલાક દિવસ સુધી ટ્રેક બંધ રહ્યો હતો. પરંતુ હવે ટેકનિકલ સમસ્યા દૂર થઈ છે. આજથી ટેસ્ટ ડ્રાઈવ ટ્રેક શરૂ થયો છે. અરજદારો ટેસ્ટ ડ્રાઈવ આપી રહ્યા છે...ડી. બી. વણકર (આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર, ગાંધીનગર આરટીઓ )

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.