ETV Bharat / state

વરસાદમાં વિકાસ ધોવાયો : હવે ગાંધીનગર પણ "ભૂવાનગરી" તરીકે નવી ઓળખ બનાવશે ! - gandhinagar rainfall update - GANDHINAGAR RAINFALL UPDATE

ગુજરાતનું પાટનગર ગાંધીનગર કે જે સ્માર્ટ સિટી તરીકે પણ ઓળખાય છે, તેમાં સરકારના વિકાસના વાયદાઓ વરસાદમાં ધોવાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. વરસાદને કારણે ગાંધીનગરના તમામ વિસ્તારોમાં કમર તોડ ખાડા પડ્યા છે. ઉપરાંત એક બાજુ મેટ્રો ટ્રેન, ડ્રેનેજ અને પાણીની લાઈનોનું કામ શરૂ છે. તેથી રસ્તા ઉપર અનેક જગ્યાએ ખાડા અને ભુવાઓ પડી ગયા છે., gandhinagar rainfall update

ગાંધીનગરમાં કમર તોડ ખાડા પડ્યા
ગાંધીનગરમાં કમર તોડ ખાડા પડ્યા (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 31, 2024, 12:40 PM IST

ગાંધીનગરમાં કમર તોડ ખાડા પડ્યા (ETV Bharat Gujarat)

ગાંધીનગર: ગાંધીનગરમાં છેલ્લા ચાર પાંચ દિવસમાં પડેલા વરસાદના કારણે પ્રિ મોનસુન એક્શન પ્લાન વરસાદમાં વહી ગયો છે. અત્યારે હાલ ગાંધીનગરમાં મહત્વના માર્ગો એક સાઇડ ઉપરથી વાહન વ્યવહાર માટે ચાલુ રાખવાની ફરજ પડી છે. જેના કારણે ગાંધીનગર હવે ભુવા નગર તરીકે નવી ઓળખ બનાવી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.

રોડની હાલત ખરાબ
રોડની હાલત ખરાબ (ETV Bharat Gujarat)

વરસાદને પગલે એક્શન પ્લાન ધોવાયો: મહાનગરપાલિકા અને જવાબદાર તંત્રએ પ્રિ મોન્સૂન એક્શન પ્લાન બનાવી દીધો હતો. પરંતુ આ અઠવાડિયામાં પડેલા ધોધમાર વરસાદના સાથે જ આ આખોય એક્શન પ્લાન પાણીની જેમ ધોવાઈ ગયો છે. ગાંધીનગર વાસીઓ આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. Etv ભારતની ટીમે ગાંધીનગરની દુર્દશાની પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં મોટાભાગના સેકટરોને જોડતા મુખ્ય રોડ ધોવાઈ ગયા હોવાનું સામે આવ્યું છે. તો કેટલીક જગ્યાએ હવે JCB કામે લગાડી તંત્ર પોલ છુપાવવાનો પ્રયાસ કરતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

સ્માર્ટ સિટીમાં ખાડે ખાડા
સ્માર્ટ સિટીમાં ખાડે ખાડા (ETV Bharat Gujarat)

ગાંધીનગરમાં ખાડે ખાડા: રાજ્યના પાટનગર અને સ્માર્ટ સિટી ગાંધીનગરમાં થઈ રહેલા કથીત સ્માર્ટ કામોની મુશળધાર વરસાદમાં પોલ ખુલે છે. સપ્ટેમ્બર માસના છેલ્લા અઠવાડિયામાં ખાબકેલા વરસાદમાં પાટનગર ગાંધીનગર ભૂવાનગરી બની જતા સંખ્યાબંધ વાહનો ફસાઈ જવાના બનાવો સાથે નગરજનોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વખત આવ્યો છે. ગાંધીનગરને સ્માર્ટ સીટી બનાવવાની હરીફાઈમાં તંત્રએ આડેધડ ઠેર ઠેર ખાડા ખોદી નાખી ડ્રેનેજ - પાણીની પાઈપ લાઈનનું નેટવર્ક બિછાવવાની કામગીરી કરી યોગ્ય રીતે માટીનું પુરાણ નહીં કરાયાની નગરજનોએ કરેલી ફરીયાદો પ્રત્યે આંખ આડા કાન કર્યા છે.

જ્યારે સેકટર - 2 માં પણ રોડને અડીને મસમોટો ભૂવો પડવાથી કાર ખાબકી હતી. તો આંતરિક માર્ગોમાં ઠેર ઠેર રોડ રસ્તા ધોવાઈને ભૂવા પડતા સ્થાનિકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. નાગરિકોએ પોતાના ઘર આગળ લગાવેલા ભાજપના ઝંડા ખાડામાં લગાવીને અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો.

ગાંધીનગરમાં રોડ રસ્તાઓ ધોવાયા
ગાંધીનગરમાં રોડ રસ્તાઓ ધોવાયા (ETV Bharat Gujarat)

તંત્રની પોલ ખુલી: ગાંધીનગરમાં ડ્રેનેજ પાણીની પાઈપ લાઈન બિછાવવાની છેલ્લા દોઢ બે વર્ષથી ચાલી રહેલી કામગીરી પૂર્ણ નહીં થતાં પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ માત્રને માત્ર નગરજનોને મુશ્કેલીઓ વેઠવાનો વખત આવ્યો છે. ઠેર ઠેર ખોદવામાં આવેલા ખાડાઓ વરસાદમાં જ જીવલેણ બની ગયા છે. વરસાદે સ્માર્ટ સીટી ગાંધીનગરની અણઘડ કામગીરીની પોલ ખોલી નાખી છે.

ઘ-4 ના અંડરબ્રિજમાં વાહન વ્યવ્હાર બંધ: નગરજનોએ પાઈપ લાઈન માટે ખોદવામાં આવેલા ખાડાનું યોગ્ય રીતે માટી પુરાણ નહીં કરવામાં આવ્યું હોવાનું વારંવાર ફરિયાદો કરી હતી. નઘરોળ તંત્રએ આંખ આડા કાન કરીને પાઈપ લાઈનની કામગીરી સામે યોગ્ય પગલાં નહીં ભરવાના કારણે બીજા વરસાદમાં જ ગાંધીનગર ભૂવાનગરી બની ગયું છે. એમાંય દર વર્ષની માફક ઘ-4 નો અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાઈ જવાથી વાહન વ્યવ્હાર બંધ કરી દેવાયો હતો. પ્રતિવર્ષની માફક ગાંધીનગર ફાયર બ્રિગેડ દ્વારા અંડરબ્રિજમાંથી પાણી ઉલેચવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ સેક્ટરોનાં આંતરિક રોડ રસ્તા પણ સામાન્ય વરસાદમાં ધોવાઈ જઈ બેસી ગયા હતા.

ગાંધીનગરને લાગ્યો ખાડા નગરનો ટેગ: ગાંધીનગરના રહેવાસીએ જણાવ્યું કે ભૂતકાળમાં ગાંધીનગર ગુજરાતનું એકમાત્ર વેલ પ્લાન્ટ સીટી હતું. જ્યારથી સ્માર્ટ સિટીના નામે ગાંધીનગર મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી છે ત્યારથી ભૂવાનગર અને ખાડાનગરનું ગાંધીનગરને પણ ટેગ લાગી ગયું છે. વરસાદમાં જ મહાનગરપાલિકાની પ્રિ મોનસૂન કામગીરીની પોલ ખૂલી છે. મેટ્રો ડ્રેનેજ અને પાણીના ખોદકામમાં યોગ્ય સાઈનબોર્ડ અને ડાઈવરજન બોર્ડ લગાડવામાં આવ્યા નથી. રાત્રે કોઈ ઇમર્જન્સી કામથી માણસ ઘરેથી નીકળે તો પાછો સલામત આવશે કે નહીં તેની કોઈ ખાતરી નથી. કેટલાક સેક્ટરોમાં પાણી અને ડ્રેનેજની લાઈન નખાઈ ગયા બાદ પણ રસ્તાનો યોગ્ય પુરાણ કરવામાં આવ્યું નથી. રસ્તા કારપેટ કરવામાં આવ્યા નથી તેથી ચોમાસામાં અકસ્માતની સંભાવના છે.

"મહાનગરપાલિકાએ કરેલી કામગીરીની પોલ હાલમાં ખુલી રહી છે. કોન્ટ્રાક્ટરો અને શાસકોને મિલીભગતને કારણે રસ્તાઓ તૂટી ગયા છે. પાણીની પાઇપલાઇન નાખ્યા બાદ પુરાણનો અભાવ છે. અનેક જગ્યાએ પાણી ભરાઈ જતા વાહનો ફસાઈ ગયા હતા. શહેરમાં આવેલા અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે. તેના નિકાલની કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. હજારો રૂપિયાનો વેરો ભરતા હોવા છતાં તેમને યોગ્ય સુવિધાઓ મળતી નથી નાગરિકોમાં રોશની લાગણી છે."- કેસરી સિંહ બિહોલા, ગાંધીનગર વસાહત મંડળના પ્રમુખ

ફરિયાદનો નિકાલ કરવામાં આવે: ગાંધીનગર સેક્ટર પાંચમાં રહેતા રમેશભાઈ દવેએ જણાવ્યું કે છેલ્લા બે ત્રણ વર્ષથી પાણીની પાઇપલાઇનની ગોકળગાય ગતિએ કામગીરી ચાલી રહી છે. ગાંધીનગર ખાડા નગર બની ગયું છે. કોન્ટ્રાક્ટરો પાણીની પાઇપલાઇન નાખ્યા બાદ માટે પુરાણ કરીને વોટરિંગ કરતા નથી. સેક્ટર પાંચમાં પડેલા ખાડા અંગે મેં એક માસ પહેલા ગાંધીનગર મહાનગરપાલિકામાં ઓનલાઇન ફરિયાદ કરી હતી. હજી સુધી મારી ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યો નથી. અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ જાડી ચામડીના થઈ ગયા છે. કોર્પોરેટરો માત્ર મત લેવા આવે છે. વરસાદની વિકટ સ્થિતિમાં કોઈ કોર્પોરેટર નાગરિકોને મદદ કરવા માટે ડોકાયા નથી એવું મને લાગે છે.

અન્ય એક વરિષ્ઠ નાગરિકે જણાવ્યું કે બધા જ રસ્તા પર ખાડા પડી ગયા છે. વાહનો ફસાઈ જાય છે. ગાંધીનગરમાં જે વરસાદ પડ્યો છે એને કારણે એને કારણે બધા જ રોડ રસ્તા પર ખાડા પડી ગયા છે. બાળકોને સ્કૂલે જવામાં તકલીફ પડે છે. પર જવા માટેની તકલીફ પડતી હોય છે.

સ્માર્ટ સિટીની વાતો કરતી સરકારના વાયદાઓ દર ચોમાસામાં ધોવાઈ જાય છે આગામી દિવસોમાં રોડ રસ્તાના કામો કેવા થાય તે જોવું રહ્યું........

  1. માંડવીમાં જળબંબાકાર, આર્મી અને સ્થાનિક તંત્રે લોકોને કર્યા રેસ્ક્યુ - Flood situation in Mandvi
  2. છોટાઉદેપુર જિલ્લામાં વરસાદે વેર્યો વિનાશ: રોડ પર મસ મોટા ખાડા, કપાસની ખેતીને નુકસાન - Rain in Chhotaudepur

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.