ETV Bharat / state

ગાંધીનગરનું જૂના પહાડિયા ગામ વેચાવાના મામલે 8 વિરુદ્ધ થઈ પોલીસ ફરિયાદ, 2 આરોપીઓની કરાઈ ધરપકડ - Gandhinagar News

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 17, 2024, 6:21 PM IST

Updated : Jul 17, 2024, 7:34 PM IST

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાનું જૂના પહાડિયા ગામ આજકાલ આખા ગુજરાતમાં ચર્ચાના ચગડોળે ચડ્યું છે. વિકાસ અને પારદર્શી વહીવટના સરકારી દાવાઓ વચ્ચે ગામની જમીન પર 40-50 વર્ષથી ગ્રામજનો વસવાટ કરતા હોવા છતાં આખે આખું ગામ બારોબાર વેચાઈ ગયું છે. આ ઘટનામાં 8 વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ છે. તેમજ 2 આરોપીઓની ધરપકડ કરાઈ છે. Etv ભારતની ટીમે જૂના પહાડિયા ગામ જઈને કર્યુ છે રિયાલિટી ચેક. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક.

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

ગાંધીનગરઃ દહેગામ તાલુકાના જૂના પહાડિયા ગામનો બારોબાર સોદો થઈ જતા ચકચાર મચી જવા પામી છે. છેલ્લા 2 દિવસથી Etv ભારતની ટીમ જૂના પહાડિયા ગામ જઈને રિયાલિટી ચેક કરી રહી છે. જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. તમને આ વાંચીને નવાઈ લાગશે પરંતુ જમીનની હકીકત આજ છે. જૂના પહાડિયા ગામ વેચાઈ ગયુ હોવાની દહેગામ મામલતદાર કચેરીએ નોંધ પણ થઈ ગઈ છે. લાલચુ જમીન માલિકો અને ભૂ-માફિયાઓએ વર્ષોથી વસેલા ગામને ખુલ્લી જગ્યા દર્શાવીને દસ્તાવેજ કરાવ્યો છે. દસ્તાવેજ થતા રજિસ્ટ્રાર ઓફિસે કાચી નોંધ પડી હતી. ગ્રામજનોને ઘટનાની જાણ થતા તેમના પગ તળે જમીન સરકી ગઈ હતી.

ગ્રામજનો પર આભ તૂટી પડ્યુંઃ ગાંધીનગરથી અંદાજિત 37 કિલોમીટર દૂર આવેલ જૂના પહાડિયા ગામ બારોબાર વેચાઈ જતા ગ્રામવાસીઓ પર આભ તૂટી પડ્યું છે. દેહગામ-બાયડ રોડ પર વસેલા આ ગામની મુખ્ય આજીવિકા ખેતી છે. ગામમાં ઓબીસી ઠાકોર સમાજની બહોળી વસ્તી છે. ગામના રસ્તા સુમસામ હતા. Etv ભારતની ટીમે દેહગામ જૂના પહાડિયા ગામ જવાના રસ્તા અંગે પૂછપરછ કરતા લોકોએ વેચાઈ ગયેલા ગામ તરીકે સંબોધન કરીને રસ્તો ચીંધ્યો હતો. ગામમાં પ્રવેશ કરતા લોકોની આંખોમાં એક છુપો ડર હતો. ઘરવિહોણા થવાની આશંકા તેઓની આંખમાં દેખાતી હતી. બહારથી આવતા દરેક લોકોને આ ગ્રામજનો શંકાની નજરથી જોતા હતા. Etv ભારતની ટીમના પત્રકારે પોતાની ઓળખાણ આપતા તેમને હાશકારો થયો હતો.ગામમાં અમને સૌ પ્રથમ દુકાન ચલાવતા જીતેન્દ્રસિંહ ઝાલા મળ્યા હતા. જીતેન્દ્રસિંહ અમને ગ્રામ પંચાયત કચેરી લઈ ગયા હતા. પંચાયત કચેરી ખાતે અમારી મુલાકાત સરપંચ શ્રવણસિંહ મકવાણા, પંચાયત સભ્ય ગિરીશ ઝાલા અને ગ્રામવાસી રાજેન્દ્રસિંહ ઝાલા સાથે થઈ હતી.

સમગ્ર ઘટનાક્રમઃ જૂના પહાડિયા ગામના બ્લોક સર્વે નંબર 142 (જૂનો સર્વે નંબર 6) હે.આરે. ચોરસ મીટર 1-45-97 વાળી જમીન 1982, 1987 તથા 2003ના વર્ષમાં સ્ટેમ્પ પેપર તથા સાદા લખાણથી બાનાખત કરીને તેમજ 50ના સ્ટેમ્પ પેપર ઉપર બાંહેધરી કરારથી હાલમાં વસવાટ કરતા અરજદારોએ વેચાણ રાખી હતી. આ સર્વે નંબર પર જ આખે આખું ગામ વસેલું છે જે જૂના પહાડિયા તરીકે ઓળખાય છે. ગામમાં રહેતા રહીશોની મિલકતની આકારણી પણ કરવામાં આવી છે. ગામમાં પાણીનો બોર પણ ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવ્યો છે. તલાટી અને સરપંચ દ્વારા રહીશોને દાખલા પણ આપવામાં આવ્યા છે. મકાનોના વેરાઓ પણ ગ્રામજનો ભરી રહ્યાં છે. આ જગ્યા પર ઇન્દિરા આવાસ સહિતની વિવિધ યોજનાઓ હેઠળ મકાન પણ ફાળવવામાં આવ્યા હતા. ગામમાં આરસીસી રોડ પર બનાવવામાં આવ્યો છે. થોડા દિવસ પહેલા આખા ગામની જમીનનો દસ્તાવેજ થઈ ગયો હતો ગ્રામજનોને સમગ્ર ઘટનાની જાણ થતા તેઓના માથે આભ ફાટ્યું હતું. વેચાણ દસ્તાવેજના આધારે રેકોર્ડમાં કાચી નોંધ પડતા આ સમગ્ર ભાંડો ફૂટયો હતો. ત્યારે અહીં 50થી વધુ વર્ષથી વસવાટ કરતા ગ્રામજનો હાલ ચિંતિત છે. અને હવે ગ્રામજનો ઉપર જાયે તો જાયે કહાં જેવી પરિસ્થિતિનો ઘાટ સર્જાયો છે.

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

મામલતદારને આવેદનપત્ર અપાયુંઃ મામલતદારને આવેદનપત્ર આપીને તપાસની માગ કરાઈ છે. ગામની મહિલાઓ તંત્ર સામે ન્યાય માટે ગુહાર લગાવી રહી છે. જે સર્વે નંબરની વેચાણ નોંધ પડી છે તેની સામે પ્રાંત અધિકારી કચેરીમાં વાંધા અરજી પણ રજૂ કરવામાં આવી છે. દહેગામ તાલુકાના જૂના પહાડિયા ગામનો દસ્તાવેજ કરીને બારોબાર આખે આખું વેચી નાખવાના મામલે સમગ્ર રાજ્યમાં હોબાળો મચી ગયો હતો. ત્યારબાદ સરકારે સફાળા જાગીને આ દિશામાં તપાસ હાથ ધરી છે. હાલ આ મામલે ગેરકાયદે રીતે જમીન વેચનારા અને જમીન ખરીદનારા જસદણના શખસ સહિત 8 લોકો સામે ગુનાઇત ષડયંત્ર રચવા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે.

ગ્રામજનોનો આક્ષેપઃ ગ્રામજનોનો આક્ષેપ છે કે, ખોટા ફોટા અને ખોટા આંકડા તેમજ નકશા દ્વારા અધિકારીઓની મિલીભગતથી આ દસ્તાવેજ થયો છે. આ દસ્તાવેજ ખોટો હોવાથી રદ કરવાની પણ ગ્રામજનો માગ કરી રહ્યાં છે. સમગ્ર મામલો બહાર આવતા ગ્રામજનો મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપી ન્યાયની માગ કરી છે. ગ્રામજનોએ વાંધા અરજી રજૂ કરીને ગ્રામજનો ઘર વિહોણા ના બને તે માટે રેકોર્ડમાં પહેલી વેચાણ નોંધને ડિસ્પુટમાં દાખલ કરીને તાત્કાલિક ન્યાય અપાવવા પણ માંગ કરાઈ છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે, આ ગ્રામજનોને ન્યાય મળશે કે પછી વર્ષોથી રહેતા પોતાના બાપ-દાદાની જમીન માટે ઝઝૂમતા રહેશે.

પોલીસ ફરિયાદઃ દહેગામ સબ રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા વિશાલ મણિભાઈ ચૌધરીએ રખિયાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, જૂના પહાડિયા સીમના નવા સર્વે નંબર 142, જૂનો સર્વે નંબર 106નો વેચાણ દસ્તાવેજ તેમની કચેરીમાં 13મી જૂનના રોજ આવ્યો હતો. ત્યાર પછી રૂબરૂમાં આ જમીનનો દસ્તાવેજ કરાયો હતો. જો કે આરોપીઓએ આ ગામમાં 88 જેટલા મકાનો હોવા છતાં તેનો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો અને તેના ફોટા પણ બતાવ્યા ન હતા. સર્વે નંબરના આધારે ખુલ્લી જમીનના ફોટા રજૂ કરી પ્રક્રિયા પૂરી કરી દેવાઈ હતી. જેના પગલે રખિયાલ પોલીસ મથકમાં આઠ વ્યક્તિ સામે ગુનાઇત ષડયંત્ર તેમજ નોંધણીકરણની અધિનિયમની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે. જેને લઈ હવે પોલીસ દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો.

2 કરોડ રુપિયામાં સોદોઃ દહેગામના જૂના પહાડિયા ગામનો વેચાણ દસ્તાવેજ કરી દેનાર પહાડિયા ગામના કાંતાબેન ભીખાજી ઝાલા, કોકિલાબેન ભીખાજી ઝાલા, વિનોદકુમાર ભીખાજી ઝાલા, પલીબેન જશુજી ઝાલા, જયેન્દ્રકુમાર જશુજી ઝાલા, નેહાબેન જસુજી ઝાલા, એક સગીરા તેમજ જમીન ખરીદનારા રાજકોટના જસદણના અલ્પેશ લાલજી હિરપરા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓ સામે આઇપીસીની કલમ 465, 467, 468, 471 અને 120 બી હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તે ઉપરાંત રજીસ્ટ્રીકરણ અધિનિયમની સેક્શન 82 અને 83 હેઠળ પણ ફરિયાદ નોંધવામાં આવી છે. 2 કરોડમાં જૂના પહાડિયા ગામનો સોદો નક્કી થયો હતો.

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

2 આરોપીઓની ધરપકડઃ આ કેસની તપાસ ગાંધીનગર એલસીબીને સોંપવામાં આવી છે. આ કેસના 8 આરોપીઓ પૈકી 2 આરોપી ભીખાજી ઝાલા અને જયેન્દ્રકુમાર જશુજી ઝાલાની ધરપકડ કરી લેવામાં આવી છે. બંને આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરતા તેમને પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ જમીન ખરીદનાર જસદણના અલ્પેશ હિરપરા પાસે બે કરોડ રૂપિયામાં જમીનનો સોદો નક્કી કર્યો હતો. જે પૈકી 30 લાખ રૂપિયા દસ્તાવેજ કરતા એ રકમ ચેકથી આરોપીઓને આપવામાં આવી હતી. જ્યારે 20 લાખ રૂપિયા રોકડ આપવામાં આવ્યા હતા. બાકીની રકમ દસ્તાવેજ થઈ ગયા બાદ પાકી નોંધ પડે ત્યારે આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે અને જમીન ખરીદનાર શખ્સની પણ શોધખો શરૂ કરવામાં આવી છે.

જમીનની કિંમત વધતા વારસદારોને લાલચ જાગીઃ ગાંધીનગરમાં જમીનની વધતી કિંમતો હવે જમીન કૌભાંડ અને જમીન કૌભાંડ કરતાં લોકોની સંખ્યા વધારી રહી છે જેની લાલચમાં હવે ગાંધીનગરના દહેગામના જૂના પહાડિયા ગામના અમુક લોકો એ આખા ગામનો સોદો કરી નાખ્યો હતો. આ કેસ મુદ્દે ગાંધીનગર LCB તપાસ કરી રહી છે. ગુનો રખિયાલ પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવ્યો છે જેમાં જુના પહાડિયા ગામ તે ગામની જગ્યા વેચી મારવાનો ગુનો દાખલ થયેલો જેમાં દહેગામના સબ રજિસ્ટ્રાર મારફતે ફરિયાદ દાખલ થઈ હતી. આ જમીન વારસદારોમાં ત્રીજી પેઢીના અને ખરીદનાર આરોપીઓ ભેગા મળીને જે જગ્યાએ ગામ વસેલું છે એના કરતાં તદ્દન અલગ જગ્યાના ફોટા રજૂ કરી કૌભાંડ કરેલું છે.

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

લીગલ એક્સપર્ટનો વ્યૂઃ એડવોકેટ, નોટરી અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર ડો.અશ્વિન ત્રિવેદીએ જણાવ્યું કે, ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ અનુસાર જમીનના ટાઇટલ જોઈને લોકોએ જમીનનું ખરીદ વેચાણ કરવું જોઈએ. જમીનનો સોદો કર્યા પહેલા રજિસ્ટ્રાર કચેરીમાં જઈને મિલકત પર કોઈ બોજો છે કે નહીં તેની તપાસ કરવી જોઈએ. આ બધી પ્રક્રિયામાં જાણકાર એડવોકેટની પણ મદદ લઈ શકાય છે. 7/12 અને 8-એ- હકપત્રમાં જમીન માલિકોના નામની એન્ટ્રી હોય છે. નાના પહાડિયા(જૂના પહાડિયા) ગામમાં જમીનના કબજેદારોને નજર અંદાજ કરીને થર્ડ પાર્ટીને જમીન વેચી દીધી છે. થર્ડ પાર્ટીએ રજિસ્ટર દસ્તાવેજ કરતાં ઓટોમેટિકલી કાચી નોંધ પડી હતી. કાચી નોંધ પડ્યા બાદ પણ કોઈને વાંધો અને તકરાર હોય તો લેન્ડ રેવન્યૂ કોર્ટની કલમ 135/ડી અનુસાર પોતાનો વાંધો નોંધાવી શકે છે. લેન્ડ રેવન્યુ કોર્ટની કલમ 108/5 હેઠળ પ્રાંત અધિકારીને પાવર આપવામાં આવ્યો છે કે તે આ કેસ ચલાવે. બાદમાં પ્રાંત અધિકારી જમીનના માલિક અંગે નિર્ણય કરે છે. પ્રાંત અધિકારીના જજમેન્ટમાં પણ પક્ષકારને વાંધો હોય તો તે લેન્ડ રેવન્યૂ કોર્ટની કલમ 108/6 અંતર્ગત કલેકટર કચેરીમાં કેસ કરી શકે છે.

વેરા બિલ અને લાઈટ બિલ જમીન માલિકીનો હક પ્રસ્થાપિત કરતા નથીઃ ભૂતકાળમાં ગામડાઓમાં ઘર બાંધવા માટે વાડા પત્રકો આપવામાં આવતા હતા. આ વાડાઓમાં ગેરકાયદેસર બાંધકામો થઈને ગામો વસી ગયા છે. કબજે દારો રજા ચિઠ્ઠી તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતમાંથી મેળવી લેતા હતા. બાદમાં વેરાબીલ અને લાઈટ બિલ મળી જતા હતા પરંતુ વેરા બિલ અને લાઈટ બિલ જમીનની માલિકીનો હક પ્રસ્થાપિત કરતા નથી. જમીન માલિક બનવા માટે સાત /બારમાં એન્ટ્રી અથવા આકારણી પત્રકમાં એન્ટ્રી હોવી જરૂરી છે. રાજ્યભરમાં આવી અનેક જમીનો છે કે જ્યાં રહેણા બીજા વ્યક્તિનું છે અને જમીનના માલિક બીજા વ્યક્તિ છે. 2019 થી ગુજરાત સરકારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાગુ કર્યો છે. ગ્રામજનો પોતાના કબજા હક ના રક્ષણ માટે લેન્ડ ગ્રેબિંગ એક્ટ નો સહારો પણ લઈ શકે છે. સિવિલ કોર્ટમાં પણ ગ્રામજનો પોતાના હક દાવા માટે અરજી કરી શકે છે.

ગામતળની જમીન મુદ્દે કાયદાઓઃ ગામ તળની જમીનમાં વાડા પત્રકમાં એન.એ. અને એન.ઓ.સી. હોતી નથી. ખેતીની જમીનો ઉપર જ બાંધકામ થયા હોય છે. તેથી ઘર બાંધીને વસવાટ કરતા ગ્રામજનો ના નામ જમીનના 7/12માં હોતા નથી. હક પત્રકમાં પણ નોંધ હોતી નથી. તેથી રજિસ્ટ્રાર કચેરીમાં 7/12 અને 8-ના હક પત્રમાં એન્ટ્રીઓ અનુસાર દસ્તાવેજની નોંધ પડે છે. કોન્ટ્રાક્ટ એક્ટ અને રજીસ્ટ્રેશન એક્ટ હેઠળ સેલ ડીડ થઈ જાય છે. બાદમાં ગ્રામજનો અચાનક જાગતા તકરારી થાય છે. આવા કેસમાં સરકારી કર્મચારીઓએ રેકોર્ડ તપાસવા જોઈએ, સ્થળ તપાસ કરવી જોઈએ, આ કેસમાં સરકારી તંત્રની ખામી રહી ગઈ છે. જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ. આઇપીસીની કલમ 467 અને 468 હેઠળ ખોટા દસ્તાવેજને સાચા બતાવી રજૂ કરવા બદલ રજીસ્ટાર ખુદ ફરિયાદી બની શકે છે. ભોગ બનનારો પણ પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવી શકે છે. સીધા મહેસુલ મંત્રી પણ આવા કેસમાં દખલ દઈને કડક કાર્યવાહીના આદેશ આપી શકે છે.

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

શું કહે છે ડીવાયએસપી?: સમગ્ર કેસમાં ડીવાયએસપી એસ.એમ. ચૌધરીએ જણાવ્યું કે રખિયાલ પોલીસ સ્ટેશનમાં જુના પહાડિયા ગામ જે જમીન પર વસેલું હતું તે જમીન વેચી નાખવા અંગે ગુનો નોંધાયો હતો આ જમીનના ત્રીજી પેઢીના વારસદારોએ રાજકોટ જિલ્લાના જસદણના રહેવાસી અલ્પેશ લાલજી હિરપરાને જમીન વેચી હતી. આરોપીઓએ જે જગ્યાએ ગામ વસેલું હતું તે જગ્યાને બદલે અન્ય જગ્યાઓના ફોટા સબ રજીસ્ટાર કચેરીમાં રજૂ કરી કૌભાંડ કર્યો હતો. ગુનાની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

શું કહે છે જિલ્લા કલેક્ટર?: ગાંધીનગર જિલ્લા કલેકટર મેહુલ દવેએ જણાવ્યું કે, નાના પહાડિયા ગામ પ્રકરણમાં સરકારે તાત્કાલિક અસરથી પગલા લઈને પોલીસ ફરિયાદ કરી છે. આ જમીનનો નંબર ખાનગી નંબર છે. તે સરકારી નંબર નથી. એટલે કે આ જમીન ખાનગી માલિકીની છે. ખાનગી નંબરની જમીનો પર મકાનો વેચાયા હતા પરંતુ મકાન માલિકોના નામ રેવન્યૂ રેકોર્ડ પર ચડ્યા ન હતા. રેવન્યૂ રેકોર્ડ પર નામ ધારકો પૈકી કેટલાક નામ ધારકોએ જમીન વેચી હતી. તેથી તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ છે પરંતુ આ સરકારી જમીન ન હતી.

જૂના પહાડિયા સીમના નવા સર્વે નંબર 142, જૂનો સર્વે નંબર 106નો વેચાણ દસ્તાવેજ તેમની કચેરીમાં 13મી જૂનના રોજ આવ્યો હતો. ત્યાર પછી રૂબરૂમાં આ જમીનનો દસ્તાવેજ કરાયો હતો. જો કે આરોપીઓએ આ ગામમાં 80 જેટલા મકાનો હોવા છતાં તેનો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો અને તેના ફોટા પણ બતાવ્યા ન હતા. સર્વે નંબરના આધારે ખુલ્લી જમીનના ફોટા રજૂ કરી પ્રક્રિયા પૂરી કરી દેવાઈ હતી, જેના પગલે રખિયાલ પોલીસ મથકમાં આઠ વ્યક્તિ સામે ગુનાઈત ષડયંત્ર તેમજ નોંધણીકરણની અધિનિયમની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે...વિશાલ ચૌધરી (સબ રજિસ્ટ્રાર, દહેગામ)

દહેગામ સબ રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા વિશાલ મણિભાઈ ચૌધરીએ ફરિયાદ નોંધાવી છે. જેના પગલે રખિયાલ પોલીસ મથકમાં આઠ વ્યક્તિ સામે ગુનાઇત ષડયંત્ર તેમજ નોંધણીકરણની અધિનિયમની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે. ગાંધીનગર LCB- લોકલ ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓની ધડપકડ કરી છે...રાજેન્દ્રસિંહ ઝાલા (ગ્રામવાસી, જૂના પહાડિયા, દહેગામ)

એક જ સર્વે નંબર ઉપર વસેલા દહેગામના જૂના પહાડિયા ગામને વેચાણ દસ્તાવેજ થઈ જતા ગ્રામજનોની ચિંતામાં વધારો થયો છે. આ મામલે હાલ પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે, પરંતુ તેનાથી ગ્રામજનોની સમસ્યાનો અંત આવતો નથી. તેથી હવે આગામી સમયમાં આ ગામનો વેચાણ દસ્તાવેજ રદ કરવાની પણ જિલ્લા તંત્ર દ્વારા કામગીરી શરૂ કરાશે તેમ લાગી રહ્યું છે...શ્રવણસિંહ મકવાણા (સરપંચ, જૂના પહાડિયા, દહેગામ)

કોંગ્રેસના વાકપ્રહારઃ ગાંધીનગરમાં છાસવારે જમીન કોભાંડો પ્રકાશમાં આવતા રહે છે. કોંગ્રેસ દ્વારા ગાંધીનગર જિલ્લાના મુલાસણમાં 20,000 કરોડનું જમીન જમીન કૌભાંડના આક્ષેપ કરાયા છે. સુરત ડુમ્મસમાં 2000 કરોડની સરકારી જમીનમાં ગણોતિયાના નામ દાખલ કરી દેવાયા થયું હોવાના આક્ષેપો કરાયા છે. દાહોદમાં પણ આદિવાસીઓની જમીન બિન ખેડૂતોના નામે કરવાનું કૌભાંડમાં ભાજપના નેતાઓ સંડોવાયેલા હોવાના આરોપ લગાડ્યા હતા. જમીન કૌભાંડમાં મોટા માથાઓના તાર મુખ્યમંત્રી કાર્યાલય સુધી હોવાનો અમિત ચાવડાએ આરોપ લગાડ્યો હતો. ગુજરાતમાં જમીન કૌભાંડો અટકશે કે નહીં તે આવનારો સમય જ બતાવશે.

  1. વાહ રે તંત્ર...... ગાંધીનગર જિલ્લામાં ગ્રામવાસીઓની જાણ બહાર આખું ગામ બારોબાર વેચાઈ ગયું - Gandhinagar News
  2. કથિત જમીન કૌભાંડ: દર્શન નાયકે સસ્પેન્ડ કલેકટર આયુષ ઓક સહિત જવાબદાર અધિકારીઓ સામે ગુનો દાખલ કરવા કરી માંગ - The alleged land scam

Last Updated : Jul 17, 2024, 7:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.