ETV Bharat / state

ઇન્દ્રોડા નેચર પાર્કમાં સિંહની જોડીનું આગમન, ઉનાળુ વેકેશનમાં જોવા મળશે નવું નજરાણું - Gandhinagar Indroda Nature Park - GANDHINAGAR INDRODA NATURE PARK

ઊનાળુ વેકેશન શરુ થવામાં છે ત્યારે ગાંધીનગરમાં ઇન્દ્રોડા પાર્કના સહેલાણીઓ માટે નવું નજરાણું આવી પહોંચ્યું છે. ઇન્દ્રોડા નેચર પાર્કમાં સિંહની જોડી મોટું આકર્ષણ બની રહેશે. જોકે હાલમાં સિંહ જોડીને ક્વોરન્ટાઇન કરીને રાખવામાં આવી છે.

ઇન્દ્રોડા નેચર પાર્કમાં સિંહની જોડીનું આગમન, ઉનાળુ વેકેશનમાં જોવા મળશે નવું નજરાણું

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 1, 2024, 3:51 PM IST

હાલમાં સિંહ જોડી ક્વોરન્ટાઇન છે

ગાંધીનગર : ગાંધીનગર ઇન્દ્રોડા નેચરપાર્કમાં ફરીથી સિંહોની ત્રાડ સાંભળવા મળશે. જૂનાગઢ સક્કરબાગમાંથી સિંહની જોડી લાવવામાં આવી છે. જંગલનો રાજા સિંહ કહેવાતો જૈવિક, સાંસ્કૃતિક, ધાર્મિક દ્રષ્ટિએ આગવું મહત્વ ધરાવતી પ્રજાતિ છે. એશિયાટીક લાયન ફક્ત ગુજરાતમાં જોવા મળે છે. તે ગુજરાતનું ગૌરવ છે. વેકેશનમાં ઇન્દ્રોડા નેચર પાર્કમાં સિંહની જોડી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે.

હાલમાં ક્વોરન્ટાઇન રખાઇ સિંહ જોડી : સાવજ હવે ગિરનાર સીમાડાઓ તોડીને સતત આગળ વધી રહ્યા છે. ત્યારે ગીર ફાઉન્ડેશન સંચાલિત ગાંધીનગર ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં પણ નવી સિંહની જોડી લાવવામાં આવી છે. હાલમાં ઇન્દ્રોડા નેચર પાર્કમાં સિંહની જોડી ક્વોરન્ટાઇન કરીને રાખવામાં આવી હોવાનું નાયબ વન લરક્ષક આર.પી. ગેલોતે જણાવ્યું હતું.

આ પહેલાં 2028માં સિંહ જોડી લવાઇ હતી : 168 હેક્ટરમાં ફેલાયેલા ઇન્દ્રોડા પાર્કમાં 600થી વધારે પ્રાણી અને પક્ષીઓ વસવાટ કરે છે. ગાંધીનગરમાં ગીર ફાઉન્ડેશન સંચાલિત ઇન્દ્રોડા નેચર પાર્કમાં જૂનાગઢ સક્કરબાગમાંથી વર્ષ 2018માં સિંહની જોડી લાવવામાં આવી હતી. વર્ષ 2021માં આ સિંહ માટે ઓપન નોટ પ્રકારના આવાસ બનાવવામાં આવ્યા હતા. નોટ પ્રકારના આવાસો પ્રાણીઓને કુદરતી વાતાવરણ પૂરું પાડે છે. આ જોડી પૈકી નરસિંહનું માંદગીથી મોત થયું હતું.

સિંહની વધતી સંખ્યા : એશિયાટીક લાયન સૌરાષ્ટ્રના જંગલોમાં કુદરતી રીતે વિહરતા જોવા મળે છે. તાજેતરમાં સિંહની વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે. તેમના રહેણાંક વિસ્તારમાં પણ વધારો થયો છે. સૌરાષ્ટ્રના નવ જિલ્લામાં 30,000 ચોરસ કિ.મી વિસ્તારમાં સિંહની વસાહત જોવા મળે છે.

ગર્ભાશયના કેન્સરથી સિંહણનું મોત થયું હતું : પાંચ વર્ષ પહેલા જૂનાગઢ સક્કરબાગ નેચરપાર્કમાંથી સિંહની જોડી લાવવામાં આવી હતી. તે પૈકી ગ્રીવા નામની સિંહણને ગર્ભાશયમાં ઇન્ફેક્શન થયું હતું. તેથી પશુ ચિકિત્સક દ્વારા તેનું ગર્ભાશય કાઢી નાખવામાં આવ્યું હતું. ઓગસ્ટ 2023માં સુત્રા નામના સિંહનું મોત થતા આ જોડી ખંડિત થઈ હતી. ગ્રીવા હાલમાં એકલી પડી છે. ત્યારે હવે ઇન્દ્રોડા નેચરપાર્કમાં ત્રણ સિંહની ડણક સાંભળવા મળશે.

  1. ઇન્દ્રોડા પાર્કમાં લવાયો સફેદ વાઘ, એક મહિનામાં વિઝિટરની સંખ્યા પહેલા કરતા બમણી
  2. ઇન્દ્રોડા પાર્કમાં 2 કરોડના ખર્ચે વાઘ, સિંહ અને દીપડા માટે બનાવવામાં આવ્યા આવાસો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.