ETV Bharat / state

Government employees Protest: સરકારી કર્મચારીઓનું ગાંધીનગરમાં 'હલ્લાબોલ', પડતર માંગણીઓ પૂરી કરાવા સચિવાલયને ઘેરાવ કર્યો - Gandhinagar

ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં સરકારી કર્મચારી ઉમટી પડ્યા હતા. કર્મચારીઓએ જૂની પેન્શન સ્કીમ શરૂ કરવા માંગણી કરી હતી. કર્મચારીઓએ જોરદાર સૂત્રોચાર કર્યા હતા. બેનર દર્શાવી સરકાર સમક્ષ વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

સરકારી કર્મચારીઓનું સરકાર પર 'હલ્લાબોલ'
સરકારી કર્મચારીઓનું સરકાર પર 'હલ્લાબોલ'
author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 15, 2024, 10:26 PM IST

પડતર માંગણીઓ પૂરી કરાવા સચિવાલયને ઘેરાવ કર્યો

ગાંધીનગરઃ સરકારી કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓ પૂરી કરવા માટે રાજ્ય સરકાર સમક્ષ વિરોધ પ્રદર્શન કર્યુ હતું.પેન ડાઉન અને ધરણાં બાદ આજે નવા સચિવાલયના ગેટ નં.1 સામે આંદોલન કર્યુ હતું. સરકારી કર્મચારીઓએ ચીમકી આપતા જણાવ્યું કે સરકાર હજૂ જો પ્રશ્નનો ઉકેલ નહિ લાવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

પડતર માંગણીઓ પૂરી કરવાની માંગ સાથે કર્મચારીઓએ સચિવાલયને ઘેરાવ કર્યો

ટ્રાફિક જામ અને ચુસ્ત પોલીસ બંદોબસ્તઃ આજે સરકારી કર્મચારીઓએ કરેલા વિરોધ પ્રદર્શનને પરિણામે સચિવાલય સામે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. સચિવાલયની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ગેટ પર જ સરકારી કર્મચારીઓને રોકી દેવામાં આવ્યા હતા. કર્મચારી મહામંડળ આજે મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલને જૂની પેન્શન યોજના સહિતના વણ ઉકેલ્યા પ્રશ્નો અંગે આવેદન પત્ર પણ આપ્યું હતું.

મહા પંચાયતઃ અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક સંઘે મહા પંચાયત યોજી છે. સરકારી શિક્ષકોની વિવિધ પડતર માંગણીઓ સંતોષાય તે માટે આ મહા પંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે વિધાનસભા ચૂંટણી પહેલા શિક્ષક સંઘની માંગણીઓ માની લીધી હતી પરંતુ ચૂંટણી પરિણામો બાદ સરકાર દ્વારા માંગણીઓ અંગે કોઈ નક્કર નિર્ણયો લેવામાં આવ્યા નથી.

છેલ્લા 3 વર્ષથી લડતઃ રાજ્ય સરકાર સામે સરકારી શિક્ષકો છેલ્લા 3 વર્ષથી જુદી જુદી પડતર માંગણીઓને લઈને લડત ચલાવી રહ્યા છે. જૂની પેન્શન યોજના અને 2005 પહેલાના ઠરાવ માટે શિક્ષક સંઘે સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. ગુજરાતના દરેક જિલ્લામાં શિક્ષકોએ પ્રદર્શન કર્યુ હતું. તમામ પ્રકારની રજૂઆત મુખ્યમંત્રી કાર્યાલય કરવામાં આવી હતી પરંતુ સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં ન આવતા આજે ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન થયું હતું.

રાજ્ય સરકારે વિધાનસભા ચૂંટણી પહેલા શિક્ષક સંઘની માંગણીઓ માની લીધી હતી પરંતુ ચૂંટણી પરિણામો બાદ સરકાર દ્વારા માંગણીઓ અંગે કોઈ નક્કર નિર્ણયો લેવામાં આવ્યા નથી. આવતીકાલે લોકસભા ચૂંટણી જાહેર થવાની છો. જો રાજ્ય સરકાર અમારી માંગણીઓ નહિ સંતોષે તો અમે ઉગ્ર આંદોલન કરીશું...મહેશકુમાર પટેલ (હોદ્દેદાર, બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ)

  1. Chotaudepur: 1250 જેટલી શાળાઓના શિક્ષકોએ પડતર માંગણીઓ નહિ સંતોષાતા મહા મતદાન કરી અનોખો વિરોધ કર્યો
  2. Anganwadi Workers Protest: નવસારી ખાતે 800 આંગણવાડી વર્કર દ્વારા વિરોધ પ્રદર્શન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.