ETV Bharat / state

ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં DJ પાર્ટી : જુઓ GMERS ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરે શું કહ્યું... - Gandhinagar Civil DJ party - GANDHINAGAR CIVIL DJ PARTY

સામાન્ય રીતે કોઈપણ હોસ્પિટલ વિસ્તારને સાયલન્ટ ઝોન ગણવામાં આવે છે. હોસ્પિટલ આસપાસ લાઉડ સ્પીકર તો દૂર, પરંતુ હોર્ન વગાડવા પર પણ પ્રતિબંધ હોય છે. આ વચ્ચે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જ DJ પાર્ટીની ધૂમ મચી હતી. જાણો સમગ્ર મામલો...

ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં DJ પાર્ટી
ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં DJ પાર્ટી (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 25, 2024, 1:23 PM IST

ગાંધીનગર : પાટનગર ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં હવે નવો વિવાદ સામે આવ્યો છે. સાયલન્ટ ઝોન ગણાતા સિવિલ કેમ્પસમાં જ DJ પાર્ટી યોજાઈ હતી. મેડિકલ કોલેજની કલ્ચરલ ઈવેન્ટ માટે ઓડીટોરીયમ પાર્કિંગમાં જ રાત્રે રેસિડેન્ટ તબીબો ડીજેના તાલે ઝૂમ્યા હતા. જેને પગલે રાત્રી દરમિયાન હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ખલેલ પહોંચી હોવાની ફરિયાદો ઉઠી હતી. ત્યારે સાયલેન્ટ ઝોનમાં ડીજે પાર્ટીની મંજૂરી કોણે આપી તે તપાસનો વિષય છે.

હોસ્પિટલ કેમ્પસમાં DJ પાર્ટી : મેડિકલ કોલેજની કલ્ચરલ ઈવેન્ટમાં ઓડિટોરીયમ પાસેની ખુલ્લી જગ્યામાં જ વિદ્યાર્થીઓ ડીજેના તાલે ઝૂમ્યા હતા. ખુલ્લી જગ્યામાં થયેલા આયોજનને પગલે ડીજેનો ઘોંઘાટ આખા કેમ્પસમાં ફેલાયો હતો. જેને પગલે હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ખલેલ પહોંચી હોવાની ફરિયાદો ઉઠી હતી. કલ્ચરલ ઈવેન્ટમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ ડીજેના તાલે ઝૂમી આનંદિત થાય તેમાં કોઈને વાંધો નથી. પરંતુ ડીજે પાર્ટી માટે જગ્યાની પસંદગી ખોટી કરવામાં આવી હતી. સાયલેન્ટ ઝોનમાં ડીજે પાર્ટીની મંજૂરી કોણે આપી તે એક સવાલ છે.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં DJ પાર્ટી (ETV Bharat Gujarat)

દાખલ દર્દીઓ પરેશાન થયા : ગાંધીનગર સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં મેડિકલના વિદ્યાર્થીઓએ DJ પાર્ટી યોજી હતી. એક તરફ સિવિલ હોસ્પિટલમાં છેડતીની ફરિયાદ થઈ છે અને બીજી તરફ નિયમોને નેવે મૂકીને DJ પાર્ટી યોજાતા વિવાદ થયો છે. સિવિલ હોસ્પિટલમાં ગંભીર રોગના દર્દીઓ દાખલ હોવા છતાં ધ્વનિ પ્રદૂષણ કરતી DJ પાર્ટીની મંજૂરી સામે સવાલો ઉભા થયા છે. મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના કલ્ચર ઇવેન્ટ માટે નિયમોને નેવે મૂકાયા છે.

મેડિકલ કોલેજના ડીન સંપર્કથી દૂર : ગાંધીનગર સિવિલ હોસ્પિટલ મેડિકલ કોલેજના ડીન મિડીયાને જવાબ આપવાથી દૂર ભાગી રહ્યા છે. તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો. સિવિલ હોસ્પિટલ સાયલન્ટ ઝોન હોવા છતાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને DJ પાર્ટી યોજવાની મંજૂરી કોણે આપી તે મોટો પ્રશ્ન ઉભો થયો છે. મેડિકલ કોલેજના ડીન શોભના ગુપ્તા મેડિકલ કોલેજ આવ્યા ન હતા. તેમનો મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો.

DJ પાર્ટીની મંજૂરી સામે સવાલ : સિવિલ હોસ્પિટલમાં ગંભીર રોગના દર્દીઓ દાખલ હોવા છતાં ધ્વનિ પ્રદૂષણ કરતી DJ પાર્ટીની મંજૂરી સામે સવાલો ઉભા થયા છે. મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના કલ્ચર ઇવેન્ટ માટે નિયમોને નેવે મુકાયા છે. GMERS ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ડો. મનીષ રામાવતે જણાવ્યું કે, તપાસમાં જે પણ મામલો સામે આવશે તે અંગે કાર્યવાહી કરીશું. મેડિકલ કેમ્પસમાં આ પ્રકારે DJ પાર્ટી કરવી યોગ્ય નથી.

  1. વલસાડ સિવિલ હોસ્પિટલમાં શ્વાન ફરતા હોવાનો વીડિયો વાયરલ
  2. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.