ગાંધીનગર: રાજ્યમાં GAS કેડરના 37 અધિકારીઓના બદલીનો આદેશ સામાન્ય વહીવટી વિભાગ તરફથી આપવામાં આવ્યો છે. આ અંગે વહીવટી વિભાગ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ, વડોદરા GIDCના ડેપ્યુટી ડાયરેક્ટર એસ.એન મલેકને ગાંધીનગર ટેકનિકલ શિક્ષણ વિભાગના જોઈન્ટ કમિશનર બનાવવામાં આવ્યા છે.
અમદાવાદના એડિશનલ કલેક્ટર એસ.કે પટેલને ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરાયા છે. ખેડાના રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર બી.કે જોશીને ગાંધીનગર GIDCમાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરનો ચાર્જ સોંપાયો છે. વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર એચ.જે પ્રજાપતિને પાટણના રેસિડેન્ટ એડિશનલ કલેક્ટરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
કયા અધિકારીની ક્યાં બદલી કરાઈ? જુઓ આખું લિસ્ટ
આ પણ વાંચો: