ETV Bharat / state

ગાંધીજન અમૃત મોદીનું 92 વર્ષની વયે નિધન - Gandhian Amrit Modi passed away - GANDHIAN AMRIT MODI PASSED AWAY

અમદાવાદના સાબરમતી આશ્રમના સાચા ગાંધીજન અમૃત મોદીનું સવારે 92 વર્ષની વયે નિધન થયું છે. અમૃત મોદીએ ગાંધીજીના આશ્રમને આંતરરાષ્ટ્રીય ઓળખ અપાવવા અને ગાંધી વિચારને સાચા અર્થમાં જન-જન સુધી પહોંચાડવામાં ભગીરથ પ્રયાસ કર્યા હતા. કોણ હતા અમૃત મોદી જાણીએ..., Gandhian Amrit Modi passed away

ગાંધીજન અમૃત મોદીનું 92 વર્ષની વયે નિધન
ગાંધીજન અમૃત મોદીનું 92 વર્ષની વયે નિધન (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 25, 2024, 5:33 PM IST

ગાંધીજન અમૃત મોદીનું 92 વર્ષની વયે નિધન (Etv Bharat Gujarat)

અમદાવાદ: જો તમે અમદાવાદ સ્થિત મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હોય તો તમને અમૃત મોદી ચોક્કસ મળી જાય. ખાદીના શ્વેત વસ્ત્રમાં આંખે મોટા ચશ્મા પહેરીને અમૃત મોદી સાબરમતી આશ્રમમાં કોઈને કોઈ સાથે ગાંધીજી અંગે વાત કરતા જોવા મળતા. સાદગી તેમનો સ્વભાવ, સત્યને જીવન માનનાર અમૃત મોદી છેલ્લી પેઢીના અદના ગાંધીજન હતા. અમદાવાદના રાણીપ વિસ્તારમાં તેમનુ 91 વર્ષે મંગળવાર સવારે નિધન થયું છે.

ગાંધીજન અમૃત મોદીનું 92 વર્ષની વયે નિધન
ગાંધીજન અમૃત મોદીનું 92 વર્ષની વયે નિધન (Etv Bharat Gujarat)

છેલ્લા પાંચ દાયકાથી સાબરમતી આશ્રમની સાર-સંભાળ રાખતા અમૃત મોદી એ રાજ્યના જિલ્લે-જિલ્લે ફરી ભૂદાન આંદોલન થકી હજારો જમીન વંચિતોને જમીન માલિક બનાવ્યા હતા. 30 એપ્રિલ 1933ના રોજ સાદરા ખાતે જન્મેલા અમૃત મોદી શાળાકીય જીવન દરમિયાન ગાંધી વિચારથી પ્રેરાયા હતા. અમૃત મોદી કોંગ્રેસના સેવાદળ સાથે સંકળાયેલા હતા. તો ગાંધીજીને પ્રિય એવી શ્રમ પ્રવૃતિ, ગ્રામીણ વિકાસ અને લોકસેવાની પ્રવૃત્તિઓ થકી ગાંધી વિચારને જીવનમાં ઉતાર્યા હતા.

અમૃત મોદી સાબરમતી આશ્રમના મુલાકાતીઓ માટે દાદા હતા: અમૃત મોદીનું જીવન ગાંધી વિચારને વરેલુ હતુ. દેશ-વિદેશથી કોઈ પણ મુલાકાતી સાબરમતી આશ્રમમાં આવી ગાંધીજી અંગે જાણવું હોય તો તેઓ અમૃત મોદીને મળે. અમૃત મોદી ગાંધીજીના જીવન, વિચારો અને સાબરમતી આશ્રમ અંગે અહોભાવથી કહેતા હતા. મૃદુ અવાજમાં તેઓ ગાંધીજીનો જાણે સ્વરદેહ સર્જી શકે એવી તેમની પાસે ગાંધીજી અંગે માહિતી રહેતી હતી. સાબરમતી આશ્રમમાં દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલા આવ્યા હોય કે, તિબ્બતી બૌદ્ધ ગુરુ દલાઈ લામા કે અમેરિકી પ્રમુખ આ તમામના આયોજનમાં અમૃત મોદી સહભાગી રહેતા હતા. સાથે સાબરમતી આશ્રમમાં આવનાર સાવ સામાન્ય વ્યક્તિની સાથે અમૃત મોદી એટલા જ ઉમળકાથી ગાંધી સંવાદ કરતા હતા. ગાંધી આશ્રમને ગાંધી વિચારસરણી પ્રમાણે જીવંત રાખવામાં અમૃત મોદીએ ઉમદા કાર્ય કર્યું છે. અમૃત મોદીના પરિશ્રમ અને સ્વપ્ન થકી આજે સાબરમતી આશ્રમે વૈશ્વિક ઓળખ સર્જી છે, જેના થકી સાબરમતી આશ્રમની પવિત્રતા અને અર્થસભતા સચવાઈ છે.

ગાંધી આશ્રમની શિબિર બની જીવન પરિવર્તનનો આધાર: દાદા તરીકે ઓળખાતા અમૃત મોદીના જીવનમાં સાબરમતી આશ્રમ ખાતે 1955માં આયોજિત સર્વોદય વિચારની શિબિર જીવન પરિવર્તનનું માધ્યમ બની ગયું હતુ. અદના ગાંધીજન દાદા ધર્માધિકારી ગાંધી વિચારોના પ્રસાર માટે યોજેલી સર્વોદય વિચાર શિબિરમાં એક અઠવાડિયા માટે અમૃત મોદી આવ્યા ને બસ જીવનભર ગાંધી વિચારના પ્રસારક-પ્રચારક બની ગયા. ગાંધીજી બાદ વિનોબા ભાવેના રંગે રંગાઈને અમૃત મોદીએ આરંભમાં મહેસાણા જિલ્લામાં ભૂદાન આંદોલનનો આરંભ કર્યો હતો. 955 બાદ અમૃત મોદી મહારાજ તરીકે ઓળખાતા રવિશંકર દાદા, બબલ મહેતા અને જુગતરામ દવેના સંપર્ક આવી પાક્કા સર્વોદય ગાંધીજન બન્યા હતા. 1959 સુધીમાં તો અમૃત મોદીએ મહેસાણા જિલ્લાના અનેક ગામોમાં પદયાત્રા કરીને ત્રણેક હજાર એકર જમીન ભૂદાન થકી જમીન વિહોણાને વહેંચી હતી. આ સાથે 1959માં ગુજરાત સર્વોદય મંડળમાં કાર્યાલય મંત્રી તરીકે ફરજ બજાવી હતી, જેમાં તેના મુખપત્ર ભૂમિપુત્ર પ્રકાશનમાં પણ અમૃત મોદીનો મહત્વનો ફાળો રહ્યો હતો. અમૃત મોદીએ વિનોબા ભાવે અંગે માતબર સાહિત્ય સર્જન કર્યું છે.

સાબરમતી આશ્રમ સાથે અમૃત મોદીનો છેલ્લા સમય સુધી નાતો રહ્યો: અમૃત મોદીનો સાબરમતી આશ્રમ સાથે પાંચ દાયકાનો નાતો રહ્યો છે. 1974માં સાબરમતી આશ્રમ પરિસરમાં આવેલ ગાંધી સંગ્રહાલયના સાથે વ્યવસ્થાપક તરીકે જોડાયા. આ દરમિયાન અમૃત મોદીએ ગાંધીજી પર અભ્યાસ કરતા અનેકોને ઉપયોગી માહીતી આપી તેમના અભ્યાસમાં પૂરક સાબિત થયા હતા. આ સાથે અમૃત મોદીએ ગાંધીજીના પત્રો-લખાણોના સંગ્રહને પણ સુદૃઢ બનાવ્યો હતો. સાબરમતી આશ્રમ સાથેના તેમના કાર્યકાળ દરમિયાન તેઓએ આશ્રમના મુલાકાતીઓને આશ્રમ અને ગાંધી દર્શન -જીવન પદ્ધતિનો પરિચય કરાવ્યો હતો. સાબરમતી આશ્રમના ડેવલપમેન્ટની વિચાર નોંધ નિર્માણમાં અમૃત મોદીની અહમ ભૂમિકા રહી હતી. નખશીખ ગાંધીજન તરીકે જીવન વ્યતીત કરેલ અમૃત મોદી ગાંધી આશ્રમ અને ગાંધી દર્શનના પર્યાય હતા. તેમના નિધનથી સમાજને મોટી ખોટ પડી છે.

  1. ઈરફાન પઠાણના મેકઅપ આર્ટિસ્ટનું અવસાન, હોટલના સ્વિમિંગ પુલમાં સ્નાન કરતી વખતે આ ઘટના બની - T20 WORLD CUP 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.