ETV Bharat / state

દ્વારકા મંદિરે દર્શનાર્થે આવેલા આસામના દર્શનાર્થીઓને ફૂડ પૉઈઝનિંગ, એકનું મોત - Food poisoning to Assamese pilgrims - FOOD POISONING TO ASSAMESE PILGRIMS

આસામથી સૌરાષ્ટ્રના દ્રારકા મંદિરે દર્શન માટે આવેલા યાત્રિકોને ફૂડ પૉઈઝનિંગ થતાં દોડધામ મચી જવા પામી છે. જેમાં 65 વર્ષીય એક વૃદ્ધ યાત્રિકનું મોત નીપજ્યું છે.

આસામના દર્શનાર્થીઓને ફૂડ પૉઈઝનિંગ
આસામના દર્શનાર્થીઓને ફૂડ પૉઈઝનિંગ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 4, 2024, 12:08 PM IST

જામનગર: આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, નૉર્થ-ઈસ્ટમાં આવેલ આસામના ભોઝાલી જિલ્લાથી 45 જેટલા યાત્રિકો સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ દ્વારકાના દર્શન કરવા નીકળ્યા હતા. ત્યારે ગત 27 સપ્ટેમ્બરે તમામ શ્રદ્ધાળુઓ દ્વારકા પહોંચ્યા હતા. જ્યાં ગત રાતે જમ્યા બાદ ખોરાકી ઝેરની અસર થતાં 65 વર્ષીય યાત્રિકનું મોત નીપજ્યું હતુ. જ્યારે અન્ય 8 યાત્રિકોને તાત્કાલિક સારવાર અર્થે જામનગરની જી.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

જી.જી હોસ્પિટલના ડોક્ટર એસ.એસ. ચેટરજીએ જણાવ્યું હતું કે,' આજે વહેલી સવારે દ્વારકાથી કુલ 8 આસામના યાત્રિકોને ઝાડા-ઉલટી થવાથી દાખલ કરવામાં આવ્યા છે. આ આઠ દર્દીઓની ઉંમર 50 થી 70 વર્ષની વચ્ચે છે. તેઓને ત્રણથી પાંચ દિવસથી ઝાડાની તકલીક હતી. જેમાં બે પુરૂષો અને છ સ્ત્રીઓનો સમાવેશ થાય છે. એક પુરૂષની હાલત ખુબ ગંભીર છે. અન્ય દર્દીઓને કિડનીમાં અસર થઈ છે. દરેક દર્દીઓની સારવાર ચાલી રહી છે અને સ્થિતિ સુધરે તેવી આશા છે.'

જામનગરની જી.જી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની ઓળખ

નામ ઉંમર
નિલીમા ડાકા65
પ્રેમદા કલિતા50
અંજના ડાકા 57
અલ્કા કલિતા65
હિરેન દાસ45
કારમી તલાકદાર70
લબાયના દાસ63

આ પણ વાંચો:

  1. દાહોદ બાળકીની હત્યા કેસમાં પોલીસે દાખલ કરી 1700 પાનાની ચાર્જશીટ - Dahod girl Murder case
  2. પાંડેસરામાં 3 વર્ષની બાળકી અચાનક ગુમ, આખરે મળ્યા ખુશીના સમાચાર... - Surat missing girl

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.