ETV Bharat / state

અલગ અલગ ખાદ્ય મસાલામાં ઉપયોગ લેવાતો ડુંગળી પાવડર જપ્ત, ભેળસેળ મળતા ફૂડ વિભાગની કાર્યવાહી જાણો - FOOD DEPARTMENT ACTION IN BHAVNAGAR

ભાવનગર જિલ્લાના મહુવાના ભાદ્રોડ રોડ ઉપર આવેલી RK ફૂડસમાં તપાસ કરતા ફૂડ વિભાગે મસમોટો જથ્થો ડુંગળીના પાવડરનો ભેળસેળ વાળો જપ્ત કર્યો છે.

ભાવનગરમાં ફૂડ વિભાગની કાર્યવાહી
ભાવનગરમાં ફૂડ વિભાગની કાર્યવાહી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 16, 2024, 10:16 AM IST

ભાવનગર: ભાવનગર જિલ્લાના મહુવામાંથી રાજ્યની ફૂડ વિભાગની ભાવનગરની ટીમ દ્વારા ડુંગળીના પાવડરની કંપનીમાં ચેકીંગ કરતા ભેળસેળ મળી આવી હતી. ફૂડ વિભાગે લાખોનો માલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે, જો કે ડુંગળીનો પાવડર ક્યાં ઉપયોગ થાય છે અને શું તેમાં ભેળસેળ થાય છે. ચાલો જાણીએ.

ફૂડ વિભાગે હજારો કિલો ડુંગળી પાવડર ઝડપયો: ભાવનગર જિલ્લાનું રાજ્યનું ફૂડ વિભાગ તપાસમાં હતું, ત્યારે મહુવા પંથકમાંથી ડુંગળીના પાવડરમાં ભેળસેળ હોવાબે પગલે ચેકીંગ કરતા પ્રાથમિક શંકાએ ભેળસેળ લાગતા હજારો કિલો પાવડર જપ્ત કર્યો છે. ભાવનગરના ફૂડ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, મહુવાના ભાદ્રોડ રોડ ઉપર આવેલી RK ફૂડસમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં લાલ ડુંગળીનો જથ્થામાં 25 કિલોની બેગમાંથી અને સફેદ ડુંગળી પાવડરની 25 કિલોની બેગમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા.

ભાવનગરમાં ફૂડ વિભાગની કાર્યવાહી
ભાવનગરમાં ફૂડ વિભાગની કાર્યવાહી (Etv Bharat Gujarat)

કેટલો જથ્થો અને શું મળી આવ્યું ભેળસેળ રૂપે: મહુવાના ભાદ્રોડમાં આર કે ફૂડસમાં તપાસમાં ગયેલા અધિકારીએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, RKફૂડસમાં લાલ ડુંગળી પાવડર બેગનો કુલ 1098 કિલોનો જથ્થો જેની કિંમત 87,840 અને સફેદ ડુંગળી પાવડરનો 8798 કિલોનો જથ્થો જેની કિંમત 5,71,870માં ભેળસેળ ચોખાનો પાવડર કરાયો હોવાનું પ્રાથમિક માલુમ પડતા જથ્થો જપ્ત કરીને સેમ્પલ મોકલવામાં આવ્યા છે. હવે રીપોર્ટમાં શું આવે છે તે પ્રમાણે કાર્યવાહી આગળ થશે. ખાસ કરીને ઇકોનોમિક ગેઇન માટે ચોખાનો પાવડર ભેળવવામાં આવતો હોય છે, જે નિયમ મુજબ ભેળવી શકાય નહીં.

ડુંગળી પાવડરનો ઉપયોગ ખાસ અને એક્સપોર્ટ: ભાવનગર જિલ્લામાં સૌથી વધારે મહુવામાં ડુંગળીની અલગ અલગ આઈટમ બનાવવાના ડીહાઇડ્રેશન પ્લાન્ટ આવેલા છે. જેમાં ડુંગળીનો પાવડરથી લઈને અનેક ચિઝો બનાવીને એક્સપોર્ટ પણ કરવામાં આવે છે. જો કે ફૂડ વિભાગના જણાવ્યા પ્રમાણે, ડુંગળીના પાવડર ખાદ્ય ચિઝોના બનતા મસાલાઓ જેમ કે ગરમ મસાલો, મેગી મસાલો વગેરેમાં ઉપયોગમાં લેવાય છે અને એક્સપોર્ટ પણ કરવામાં આવે છે.

આ પણ વાંચો:

  1. ભાવનગરમાં પોલીસ સ્ટેશન સામે દાદાગીરી, ભાડું માંગ્યું તો મુસાફરે રીક્ષાનો કાચ તોડ્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.