ETV Bharat / state

વિઘ્નહર્તા દેવને ચઢેલા ફૂલોને રિસાયકલ કરી સિક્કા બનાવાશે, POPની પ્રતિમામાંથી બનશે વિવિધ ચીજો - Flower garland recycling in Valsad - FLOWER GARLAND RECYCLING IN VALSAD

વલસાડ જિલ્લામાં હાલમાં ઠેર ઠેર ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં ભગવાન વિઘ્નહર્તાદેવને રોજેરોજ અર્પણ કરવામાં આવતા ફૂલોને નદીમાં પધરાવવામાં આવે છે અથવા તો નદી કિનારે ત્યજી દેવાય છે જે અનેક લોકોના પગમાં પણ આવે છે. આથી આ તમામ વસ્તુઓ કચરા સ્વરૂપે ન જાય તે માટે તેને રિસાયકલની કામગીરી હાથ ધરવામાં આવી છે. જાણો. Flower garland recycling in Valsad

વિઘ્નહર્તા દેવને ચઢેલા ફૂલોને રિસાયકલ કરી સિક્કા બનાવાશે
વિઘ્નહર્તા દેવને ચઢેલા ફૂલોને રિસાયકલ કરી સિક્કા બનાવાશે (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 14, 2024, 8:40 PM IST

વલસાડ: રાજ્યમાં હાલ ગણેશ ચતુર્થીનો માહોલ છે. ઠેર ઠેર ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરીને તેમની પૂજા અર્ચના થાય છે. સાથે પૂજા રચના આરતી વખતે તેમણે ફૂલ-હાર તેમજ વિવિધ વસ્તુઓથી સજાવવામાં આવે છે. આ સજાવટ તેમજ અર્પણ કરવામાં આવતા ફૂલોને નદીમાં પધરાવવામાં આવે છે અથવા તો નદી કિનારે ત્યજી દેવાય છે જે અનેક લોકોના પગમાં પણ આવે છે. વળી વિસર્જન બાદ અનેક POPની પ્રતિમાઓ નદી કિનારે અર્ધ વિસર્જિત થયેલી હાલતમાં તણાઈ આવે છે જે ધાર્મિક રીતે યોગ્ય ન કહી શકાય. આથી વલસાડ જિલ્લા કલેકટર દ્વારા સૌ પ્રથમવાર નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. ગણેશજીને ચઢાવવામાં આવતા ફૂલોને એકત્ર કરી રિસાયકલમેનનું બિરુદ મેળવનાર વલસાડના એક યુવકને આપવામાં આવશે. આ વ્યક્તિ દ્વારા ફુલોમાંથી સિક્કા બનાવી આપવામાં આવશે સાથે પીઓપીની અર્ધ વિસર્જિત થયેલ પ્રતિમા પણ આપવામાં આવશે જેને રિસાયકલ કરી વિવિધ ચીજો બનાવવામાં આવશે.

POPની પ્રતિમામાંથી બનશે વિવિધ ચીજો (Etv Bharat Gujarat)

ધાર્મિક લાગણી ન દુભાય અને પર્યાવરણ દૂષિત ન થાય તે માટે પ્રયોગ: વલસાડ જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા કલેકટર નૈમેશ દવે દ્વારા આ વખતે એક વિશેષ પહેલ કરવામાં આવી છે. ગણેશોત્સવ દરમિયાન અનેક મંડળો દ્વારા ગણેશ વિસર્જન બાદ ગણપતિ બાપાને ચડાવવામાં આવેલા અનેક ફૂલો નદીમાં પધરાવી દેવામાં આવે છે જેથી નદીના પાણી દૂષિત બને છે એટલું જ નહીં વિસર્જન બાદ કેટલીક પીઓપીની મૂર્તિ પણ અર્ધ વિસર્જિત હાલતમાં નદી કિનારે તણાઈ આવે છે જેના નિકાલ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા થતી નથી, એટલે કે સંપૂર્ણપણે તે વિસર્જિત થતી નથી અને જેના કારણે નદી કિનારે આવતા પશુ તેમજ લોકોના પગો પણ અડી જાય છે આ સમસ્યાને દૂર કરવા નવતર પ્રયોગ હાથ ધરાયો છે.

POPની પ્રતિમામાંથી બનશે વિવિધ ચીજો

દરેક નદી કિનારેથી બાપ્પાને ચઢાવેલા ફૂલો એકત્ર કરાશે: વલસાડ શહેરમાં અનેક ગણેશ મંડળ દ્વારા આ વખતે ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. ત્રણ દિવસ, પાંચ દિવસ, સાત દિવસ, આઠ દિવસ, નવ દિવસ અને દસ દિવસ સુધી ગણપતિની સ્થાપના કર્યા બાદ તેમની ભક્તિ ભાવપૂર્વક પૂજન કરાય છે અને આ દિવસો દરમિયાન ભગવાનને દરરોજ ફૂલોની માળા અને વિવિધ ફૂલો અર્પણ કરાય છે, પરંતુ તે ફૂલો અંતે નદીમાં ફેંકી દેવાય છે. પાણી પ્રદુષિત બને છે જેને રોકવા ફૂલો એકત્ર કરી તેને રિસાયકલ કરી ને વિવિધ ચીજો બનાવટ માં ઉપયોગ લેવાશે.

જિલ્લા કલેકટર દ્વારા નવતર પ્રયોગ: વલસાડ જિલ્લામાં દર વર્ષે ફૂલો અને વિસર્જન બાદ પીઓપીની પ્રતિમાઓ ને ફરી વિસર્જિત કરાય છે, પરંતુ આ વખતે જિલ્લા કલેકટર દ્વારા એક નવતર પ્રયાસ હાથ ધર્યો છે. દરિયા કિનારે અર્ધ વિસર્જિત પ્રતિમાઓ રિસાયકલમેનનું બિરુદ મેળવનાર વલસાડના બીનીસ દેસાઈને આપવામાં આવશે જેના દ્વારા બાપ્પાને ચઢાવેલા ફૂલો અને અર્ધ વિકસિત પીઓપી પ્રતિમાને ફરી રિસાયકલ કરીને તેમાંથી વિવિધ ક્રાફટની ચીજો બનાવવામાં આવશે.

વિઘ્નહર્તા દેવને ચઢેલા ફૂલોને રિસાયકલ કરી સિક્કા બનાવાશે
વિઘ્નહર્તા દેવને ચઢેલા ફૂલોને રિસાયકલ કરી સિક્કા બનાવાશે (Etv Bharat Gujarat)

કોણ છે આ રિસાયકલમેનનું બિરુદ મેળવનાર: ડો. બીનીસ રાજીવભાઈ દેસાઈ વલસાડના રહીશ છે. નાનપણથી જ તેમને પર્યાવરણ પ્રત્યે ખૂબ લગાવ હતો. જેઓ ત્યારે 11 વર્ષના હતા ત્યારે રિસાયકલ કરી ઈંટ બનાવવાનો નવતર પ્રયોગ કર્યો હતો. 2018માં તેમને રિસાયકલમેન ઓફ ઇન્ડિયા તરીકે પણ નવાજવામાં આવ્યા હતા. તેમના દ્વારા વિવિધ ચીજો જેને લોકો ફેંકી દે છે એનો ઉપયોગ કરી રિસાયકલ કરીને નવી ચીજો બનાવે છે. તેઓ પેન, ઘડિયાળના બેલ્ટ, ટી પ્લેટ, મગ, ટાઇલ્સ સહિત ફૂલોમાંથી રામ મંદિરની પ્રતિકૃતિ, પૂણેના દગડું શેઠ ગણેશજીના મંદિરની પ્રતિકૃતિ, શ્રી યંત્ર સહિત અનેક ચીજોનું નિર્માણ ફૂલોમાંથી કરી રહ્યા છે. તેઓ વલસાડ ગુંદલાવ ખાતે ઇકો ડેકોર નામથી પોતાની કંપની ચલાવી રહ્યા છે.

ગણેશ મહોત્સવના પાંચમા દીને 176 કિલો ફૂલો એકત્ર થયા: વલસાડ જિલ્લામાં વિવિધ ગણેશ મંડળોમાં ભગવાનને ચડાવવામાં આવેલ ફુલો જેને વિસર્જન બાદ નદીમાં પધરાવી દેવાય છે તેને બદલે આ વખતે પાંચ દિવસના વિસર્જન બાદ બાપ્પાને ચઢાવવામાં આવેલ ફુલો એકત્ર કરીને ડો. બીનીસ ને ત્યાં ગુંદલાવ ખાતે મોકલાયા હતા. અંદાજીત 176 કિલો ફૂલ પાંચ દિવસ બાદ એકત્ર થયા હતા તેમજ હજુ બીજો જથ્થો એકત્ર થશે.

500 કિલો સુધીના POP પ્રતિમાને રિસાયકલ: ડોક્ટર દિનેશ દેસાઈ etv ભારત સાથે વાતચીત કરતા જણાવ્યું કે, 'આગામી અનંત ચૌદસ સુધી નદી કિનારે અર્ધ વિસર્જિત હાલતમાં પડેલી અનેક પ્રતિમાઓ એકત્ર કરીશું એટલે કે અંદાજિત 500 કિલો પીઓપીની પ્રતિમાઓ મેળવીને રિસાયકલ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જોકે તેના કરતા લક્ષ્યાંક વધી પણ શકે છે પણ હાલ પૂરતો આ લક્ષ્યાંક 500 કિલો સુધીનો છે.

200 મંડળો દ્વારા વિસર્જન બાદ 1 ટન ફૂલો આવશે: ગણેશ મહોત્સવમાં અનંત ચૌદસ સુધીમાં 200થી વધુ મંડળો પોતાના સ્થાપિત કરેલા વિઘ્નહર્તા દેવનું વિસર્જન વિવિધ નદી કિનારે કરશે તેમજ દરિયા કિનારે પણ કરવામાં આવશે. આ સાથે વિવિધ મંડળો દ્વારા તેમના બાપ્પાને ચઢાવવામાં આવેલા ફૂલો પણ એકત્ર કરાશે. અત્યાર સુધીમાં અંદાજિત એક ટનથી વધુ ફૂલો એકત્ર થશે તેવું હાલ માનવામાં આવી રહ્યું છે.

ફૂલોના રિસાયકલ બાદ સિક્કા બનાવવા છે: ગણપતિ બાપ્પાને ચઢાવવામાં આવેલા ફૂલોને એકત્ર કર્યા બાદ તેને સુકવી તેનું રિસાયકલિંગ કરી તેમાંથી મોટા સિક્કા બનાવવામાં આવશે. જેમાં ગણેશજીની પ્રતિકૃતિ પણ હશે અને આ સિક્કા જે તે મંડળ જેમણે ફૂલો આપ્યા હશે તે મંડળોને આપવામાં આવશે જેથી મંડળોના સભ્યો તેમના બાપ્પાને ચડાવેલા ફૂલોની યાદગીરી સિક્કા સ્વરૂપે રાખી શકે એક સિક્કો બનાવવામાં કુલ 500 ગ્રામ જેટલા ફૂલોનો ઉપયોગ થશે.

આમ વલસાડ જિલ્લા દ્વારા એક વિશેષ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, જેથી નદીમાં ફેંકવામાં આવતા ફૂલોનો રિસાયકલ તરીકે ઉપયોગ કરી શકાય સાથે જ પીઓપીની અર્ધ વિકસિત મૂર્તિઓ જે નદી કિનારે તણાઈ આવે છે તેનો પણ રિસાયકલીંગ કરી વિવિધ ચીજ વસ્તુઓ બનાવવામાં ઉપયોગ કરી શકાય.

આ પણ વાંચો:

  1. બનાસકાંઠાના અંબાજી મંદિરમાં પોલીસ ફરજ સાથે ભક્તિભાવથી ઝૂમી ઉઠી, જુઓ - Banaskantha Ambaji Darshan
  2. મોદી ઉદ્ઘાટન કરે તે પહેલા અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ટ્રેનની પ્રથમ ટ્રાયલ- જુઓ Video - Ahmedabad to Gandhinagar Metro

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.