ETV Bharat / state

ઘેડ વિસ્તારમાં જળબંબાકાર, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના 30 ગામોમાં પૂરની સ્થિતિ - Flood situation in Ghede area

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 2, 2024, 11:28 AM IST

ભારે વરસાદના કારણે આ વર્ષે પણ ઘેડ વિસ્તાર જળબંબાકાર થવાની શરૂઆત થઈ ગઈ છે. ગઈકાલે જૂનાગઢ અને પોરબંદર પંથકમાં પડેલા અતિ ભારે વરસાદના કારણે ઘેડ પંથકમાં હવે વરસાદી પુરનું પાણી ભરાવાની શરૂઆત થઈ છે. વધારે વરસાદ પડવાથી 30 જેટલા ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. Flood situation in Ghede area

જૂનાગઢ અને પોરબંદર જિલ્લાની જોડતા ઘેડ વિસ્તારમાં જળબંબાકાર
જૂનાગઢ અને પોરબંદર જિલ્લાની જોડતા ઘેડ વિસ્તારમાં જળબંબાકાર (etv bharat gujarat)

જૂનાગઢ: ઘેડ વિસ્તારમાં વરસાદના લીધે જળબંબાકાર થવાની શરૂઆત થઈ છે. ગઈ કાલે જૂનાગઢ અને પોરબંદર પંથકમાં પડેલા અતિ ભારે વરસાદના કારણે ઘેડ પંથકમાં હવે વરસાદી પુરનું પાણી ભરાવાની શરૂઆત થઈ છે. વધારે વરસાદ પડવાથી 30 જેટલા ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે.

ઘેડ પંથકમાં વરસાદી પૂરની શરૂઆત: જૂનાગઢ અને પોરબંદર જિલ્લાને જોડતો ઘેડ વિસ્તાર ફરી એક વખત વરસાદી પૂરના પાણીથી જળ બંબાકાર થવાની શરૂઆત થઈ છે. પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં પડેલા અતિ ભારે વરસાદને કારણે જૂનાગઢનો ઘેડ પંથક ઓછા વરસાદમાં પણ જળબંબાકાર થઇ ગયો છે. જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં વરસાદી પુરનું પાણી ઓજત નદી મારફતે નિચાણ વાળા ઘેડ પ્રદેશ તરફ વહી જાય છે. જેને કારણે ઘેડ પંથક જળબંબાકાર બને છે પાછલા ઘણા વર્ષોથી ચોમાસા દરમિયાન આ જ પ્રકારે વગર વરસાદે પણ ઘેડ પંથક જળબંબાકાર બનતો હોય છે. જેની શરૂઆત ગઈ કાલથી થઈ ચૂકી છે. બામણાસા, બાલાગામ, ફુલરામાં ઓસા સહિત 30 કરતાં વધુ ઘેડ વિસ્તારના ગામો પુર અસરગ્રસ્ત બનવાની શરૂઆત થઈ છે.

પાછલા 3 દસકાથી સર્જાય છે સમસ્યા: જૂનાગઢ અને પોરબંદર જિલ્લાને જોડતા ઘેડ વિસ્તારમાં માણાવદર, કેશોદ, માંગરોળ અને કુતિયાણા તાલુકાના પાછળના 30 જેટલા ગામો પાછલા ત્રણ દસકાથી વગર વરસાદે પૂરની સ્થિતિનો સામનો કરી રહ્યા છે. રાજકોટના ઉપલેટા વિસ્તારમાં પડેલું પાણી ભાદર નદીમાં ભળીને કુતિયાણા તાલુકાના ઘેડ વિસ્તારને જળબંબાકાર કરે છે. જૂનાગઢમાં પડેલા વરસાદી પાણીને કારણે માંગરોળ, કેશોદ, માણાવદર તાલુકાના કેટલા ગામોમાં પૂરથી લોકો જ હેરાન થાય છે. આ પ્રકારની સ્થિતિ દર ચોમાસા દરમિયાન પાછલા 30 વર્ષથી ઘેડ પંથકમાં જોવા મળે છે.

ગામોના લોકો પણ હવે પૂરથી સ્વયં સુરક્ષિત: જૂનાગઢ અને પોરબંદર જિલ્લાને જોડતા ઘેડ વિસ્તારના 30 ગામોના લોકો હવે ચોમાસા દરમિયાન વગર વરસાદે આવેલા પૂર થી સ્વયં પોતાની જાતને સુરક્ષિત કરતા શીખી ગયા છે પાછલા 30 વર્ષથી સતત આ પ્રકારે વગર વરસાદે પણ ઘેડ પંથક જળબંબાકાર બને છે. ત્યારે બાલાગામ, બામણાસા, ફુલરામાં, ઓસા સહિત ઘેડના 30 જેટલા ગામોના લોકો પૂરની સામે પોતાનુ રક્ષણ સ્વયં કરી રહ્યા છે. જેને કારણે પૂર થી જાનમાલનું નુકસાન થતું નથી.

  1. સુરતના વરાછામાં ફુલ સ્પીડમાં જતી ST બસ પલટી, ઘટનાનો વીડિયો વાયરલ - ST bus overturned in surat
  2. સ્થળ ત્યાં જળ : જૂનાગઢ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા - Gujarat weather update

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.