ETV Bharat / state

સુરતના કામરેજ ખાતેથી નકલી IPS ઝડપાયો, નકલી વર્દી અમદાવાદ ખાતે સિવડાવી - Fake IPS arrested

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 18, 2024, 8:07 PM IST

સુરત જિલ્લાના કામરેજ પંથકમાંથી પોલીસે મળેલ ફરિયાદના આધારે નકલી IPS અધિકારી બની રોફ જમાવતા પ્રદીપ પટેલને ઝડપી લીધો હતો. ઝડપાયેલ પ્રદીપ પટેલે અત્યાર સુધીમાં 2 લોકો સાથે ઠગાઈ કરી હોવાનું કામરેજ પોલીસ મથક ખાતે ગુન્હો નોંધાયો છે. Fake IPS arrested

સુરતના કામરેજ ખાતેથી નકલી IPS ઝડપાયો
સુરતના કામરેજ ખાતેથી નકલી IPS ઝડપાયો (Etv Bharat Gujarat)

સુરત: જિલ્લાના કામરેજ પંથકમાંથી કામરેજ પોલીસે મળેલ ફરિયાદના આધારે નકલી IPS અધિકારી બની રોફ જમાવતા પ્રદીપ પટેલને ઝડપી લીધો હતો. ઝડપાયેલ પ્રદીપ પટેલે અત્યાર સુધીમાં 2 લોકો સાથે ઠગાઈ કરી હોવાનું કામરેજ પોલીસ મથક ખાતે નોંધાયું છે. બન્નેને ગુજરાત ટુરિઝમની તોરણ હોટેલમાં ભાગીદાર બનાવવાનું કહી ચૂનો લગાવ્યો હતો. ઝડપાયેલ આરોપી પ્રદીપ પટેલને કોર્ટમાં રજુ કરી 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. વર્દીને લઇને પોલીસએ પૂછપરછ કરતાં તેણે આ IPS વર્દીને અમદાવાદમાં ક્રિષ્નાનગરમાં એક દરજી પાસે સિવડાવ્યાનું કબૂલ્યું હતું.

સમગ્ર કેસની વિગત: કામરેજ પોલીસ મથક ખાતે મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના મિરજ તાલુકામાં રહેતા સમીર સલીમ જમાદારે ફરિયાદ આપી હતી. સમીર જમાદારને તેના ભાઈબંધ થકી પ્રદીપ પટેલ સાથે ઓળખાણ થઈ હતી. તે દરમિયાન પ્રદીપ પટેલે IPS અધિકારી હોવાની ઓળખ આપી હતી. થોડા દિવસ વીત્યા બાદ પ્રદીપે સમીર જમાદારને કામરેજના વલથાન ગામ પાસે આવેલ તોરણ હોટેલમાં 30% ભાગીદાર રહેવા કહ્યું હતું અને સારો નફો મળશે તેવી લાલચ આપી હતી. જેને લઇને સમીરે ટુકડે ટુકડે 23 લાખ રૂપિયા આપી દીધા હતા.

સમીર જમાદારે ઘટનાની જાણ પોલીસને કરી: જોકે થોડા દિવસો વીત્યા બાદ સમીર જમાદારે પ્રદીપને હોટેલના એગ્રીમેન્ટ બાબતે કહેતા પ્રદીપ આજકાલ કર્યા કરતો હતો. જેને લઇને સમીરે પૈસા પરત માંગ્યા હતા. જેથી પ્રદીપે 12 લાખ રૂપિયા પરત કર્યા હતા. પરંતુ 11 લાખ પછી આપી દઈશ તેવું કીધું હતું. જોકે ઘણા દિવસો વીત્યા છતાં પ્રદીપે રૂપિયા નહી આપતા આખરે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું માલુમ પડતાં સમીર જમાદારે સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરી હતી.

ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો: મળેલ ફરિયાદના આધારે કામરેજ પોલીસે ગણતરીની કલાકોમાં જ નકલી IPSની ઓળખ આપી છેતરપિંડી કરનાર આરોપી પ્રદીપ પટેલને ઝડપી લીધો હતો. તેઓનો મોબાઈલ ચેક કરતા તેમાંથી IPS અધિકારીની વર્દી પહેરેલા ફોટાઓ મળી આવ્યા હતા.અને એક પોલીસ વર્દીનું પેન્ટ પણ મળ્યું હતું.

નકલી IPS વિરૂદ્ધ બીજો ગુનો દાખલ થયો: ઝડપાયેલ નકલી ઓફિસર પ્રદીપ પટેલ વિરુદ્ધ ગણતરીની કલાકોમાં જ બીજો ગુનો દાખલ કામરેજ પોલીસ મથકે નોંધાયો છે. કામરેજ વિસ્તારમાં રહેતા કૌશિક ગજેરા સાથે પણ આજ મોડેન્સ ઓપરેન્ડી સાથે ઠગાઈ થઈ હતી. કૌશિકને પ્રદીપે સાપુતારા ખાતે આવેલ તોરણ હોટેલમાં હિસ્સો આપવાનું કહી 20 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જે ફરિયાદ આધારે પણ પોલીસે તપાસ હાથ ધરી હતી.

આરોપીના કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર: સુરત ગ્રામ્ય DYSP આર.આર સરવૈયાએ જણાવ્યું હતું કે, ઝડપાયેલ આરોપી પ્રદીપ પટેલ વિરુદ્ધ કામરેજ પોલીસ મથકે ખાતે 2 ગુન્હા દાખલ થયા છે. વધુ પૂછપરછ માટે કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટ દ્વારા 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. મીડિયાના માધ્યમથી જે પણ લોકો આ વ્યક્તિનો ભોગ બન્યા છે એ ઝડપથી નજીકના પોલીસ મથકનો સંપર્ક કરે તેવું પણ જણાવ્યું હતું.

  1. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા CAA અંતર્ગત 188 હિન્દુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપી - Union Home Minister Amit Shah
  2. 'ડોક્ટર પછી પહેલા દેશની દીકરી છું' અમદાવાદ બી જે મેડિકલ કોલેજ ખાતે કલકત્તાની ઘટનાના પડઘા સંભળાયા - KOLKATA DOCTOR CASE

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.