ETV Bharat / state

મિસ યુનિવર્સ ઇન્ડિયા રિયા સિંઘાના માતા પિતા સાથે ETV BHARAT ની ખાસ વાતચીત - exclusive interview with riyaSingha - EXCLUSIVE INTERVIEW WITH RIYASINGHA

અમદાવાદ જિલ્લાની રિયા સિંઘા 22 સપ્ટેમ્બરે  2024 ના દિવસે રાજસ્થાનની રાજધાની જયપુરમાં આયોજિત મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024 સ્પર્ધાનો ખિતાબ જીત્યો છે. રિયાના સપના પુરા કરવા પાછળ એમના માતા-પિતાનું મહત્વનું મોટુું યોગદાન રહ્યુું છે. આ અંગે રિયાના માતા-પિતા બ્રિજેશ સિંઘા અને રીટા સિંઘા ETV BHARAT ના સંવાદદાતા રોશન આરા સાથે ખાસ વાતચીત કરી. miss universe india 2024 riya parents

મિસ યુનિવર્સ ઇન્ડિયા રિયા સિંઘાના માતા પિતા સાથે ખાસ વાતચીત
મિસ યુનિવર્સ ઇન્ડિયા રિયા સિંઘાના માતા પિતા સાથે ખાસ વાતચીત (etv bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 29, 2024, 4:23 PM IST

Updated : Sep 29, 2024, 5:19 PM IST

અમદાવાદ: જિલ્લાની રિયા સિંઘા 22 સપ્ટેમ્બરે 2024 ના દિવસે રાજસ્થાનની રાજધાની જયપુરમાં આયોજિત મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024 સ્પર્ધાનો ખિતાબ જીત્યો છે અને હવે આંતરરાષ્ટ્રીય સ્તરે આયોજિત મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભારતને રિપ્રેસન્ટ કરશે.

રિયાના સપના પુરા કરવા પાછળ એમના માતા-પિતાનું મહત્વનું મોટુું યોગદાન રહ્યુું છે. આ અંગે રિયાના માતા-પિતા બ્રિજેશ સિંઘા અને રીટા સિંઘા ETV BHARAT ના સંવાદદાતા રોશન આરા સાથે ખાસ વાતચીત કરી હતી.

મિસ યુનિવર્સ ઇન્ડિયા રિયા સિંઘાના માતા પિતા સાથે ખાસ વાતચીત (etv bharat gujarat)

રિયાના માતા પિતાને પુત્રી પર ગર્વ: મિસ યુનિવર્સ ઇન્ડિયા રિયા સિંધા ગુજરાતના અમદાવાદની રહેવાસી છે અને તે માત્ર 19 વર્ષની છે. તેના માતાનું નામ રીટા સિંઘા પિતાનું નામ બ્રિજેશ સિંઘા છે. હાલ રીયા જીએસએલ યુનિવર્સિટી ગુજરાતમાંથી અભ્યાસ કરી રહી છે.

મિસ યુનિવર્સ ઇન્ડિયા રિયા સિંઘાના પિતા બ્રિજેશ સિંઘા
મિસ યુનિવર્સ ઇન્ડિયા રિયા સિંઘાના પિતા બ્રિજેશ સિંઘા (etv bharat gujarat)

આ અંગે રિયાના પિતા બ્રિજેશ સિંઘાએ જણાવ્યું હતું કે, રિયા હાલમાં 19 વર્ષની છે. તેણે ખૂબ જ નાની ઉંમરમાં આ સિદ્ધિ હાંસલ કર્યું છે. તે અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે કે તેણે ઘણા ઉતાર-ચઢાવનો સામનો કર્યો છે. મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ અમને અમારી પુત્રી પર સંપૂર્ણ વિશ્વાસ છે અને તેણે આખી દુનિયામાં પોતાનું નામ બનાવ્યું છે. અમે તેનાથી ખૂબ જ ખુશ છીએ.

મિસ યુનિવર્સ ઇન્ડિયા રિયા સિંઘાના માતા રીટા સિંઘા
મિસ યુનિવર્સ ઇન્ડિયા રિયા સિંઘાના માતા રીટા સિંઘા (etv bharat gujarat)

પોતાના સંતાનો પર વિશ્વાસ કરો: દરેક મા-બાપને ડર છે કે આ ક્ષેત્રમાં ગયા પછી તેણે ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો છે. પરંતુ આ ડર પછી આજે જે જીત પ્રાપ્ત થઈ છે. તે દરેક માતાપિતા માટે મોટી સફળતા છે. આપણા સમાજ માટે અમે કહેવા માંગીએ છીએ કે, તમે તમારા બાળકો પર વિશ્વાસ કરો અને તેને સપના પુરા કરવા દો. તેમણે ઉમેર્યું કે, કલકત્તામાં એક ટ્રેઇની ડૉક્ટર સાથે જે થયું તે અમે જોયું છે અને અમે પણ ડરી ગયા છીએ. છોકરી સાથે ગમે તે થઈ શકે છે. પણ છોકરીઓ આત્મવિશ્વાસ સાથે કોઈપણ ક્ષેત્રમાં જઈ શકે છે. આ અંગે રિયાની માતા રીટા સિંઘાએ કહ્યું હતું કે, મારી દીકરીના સરે તાજ છે. તે મારા માટે ખૂબ જ ગર્વની વાત છે.

મિસ યુનિવર્સ ઇન્ડિયા રિયા સિંઘાના માતા પિતા સાથે ખાસ વાતચીત
મિસ યુનિવર્સ ઇન્ડિયા રિયા સિંઘાના માતા પિતા સાથે ખાસ વાતચીત (etv bharat gujarat)

રિયાએ માત્ર પ્રેક્ટીસ અને મોડેલિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યુ: તેણે ઉમેર્યું હતું કે, આ સ્થાન પ્રાપ્ત કરવા માટે રિયાએ એક સંપૂર્ણપણે અલગ જીવનશૈલી અપનાવી હતી. જેમાં તેણે ખાવા-પીવાનું છોડી દીધું હતું અને પોતાની મનપસંદ વસ્તુઓ છોડી દીધી હતી. માત્ર તેની પ્રેકટીસ અને મોડેલિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેના જ્ઞાનમાં વધારો કર્યો હતો. આજ માટે તેણીને આજે મિસ યુનિવર્સનો તાજ પહેરાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો:

  1. મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024 ખિતાબ જીતનાર રિયા સિંઘા સાથે ETV Bharatની એક્સકલુસિવ વાતચીત, જાણો... - exclusive interview with riyaSingha
  2. "કંઈ ના ઘટે" હવે મોડી રાત સુધી રમી શકશો "ગરબા" પ્રેમી ગુજરાતીઓ... - Navratri 2024

Last Updated : Sep 29, 2024, 5:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.