ETV Bharat / state

Lok Sabha 2024: કચ્છની જનતા પરિવર્તનની લહેર કચ્છથી શરૂ કરીને INDIA ગઠબંધનની સરકારમાં રૂપાંતર કરશે તેવો પૂરેપૂરો વિશ્વાસ - નિતેશ લાલણ - કોંગ્રેસ ઉમેદવાર નિતેશ લાલણ

લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. રાજકીય પક્ષોના ઉમેદવારો ચૂંટણીમાં જંગી મતોની લીડ સાથે વિજયી બનવા રણનીતિઓ ઘડી રહ્યા છે. ત્યારે કચ્છની અનુસૂચિત જાતિ માટેની અનામત લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર નિતેશ લાલણે ETV Bharat સાથે ખાસ વાતચીત કરી હતી.

કચ્છના કોંગ્રેસ ઉમેદવાર નિતેશ લાલણ સાથે ETV ભારતની વાતચીત

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 21, 2024, 8:34 AM IST

Updated : Mar 21, 2024, 10:06 AM IST

કચ્છના કોંગ્રેસ ઉમેદવાર નિતેશ લાલણ સાથે ETV ભારતની વાતચીત

કચ્છ: કોંગ્રેસ ગુજરાતની સૌથી મોટી લોકસભા બેઠક કચ્છ માટે નિતેશ લાલણની પસંદગી કરી છે. નીતેશ લાલણ વર્ષ 2012થી કોંગ્રેસ સાથે જોડાયેલા છે અને હાલમાં પૂર્વ કચ્છ ઇન્ડિયન યુથ કોંગ્રેસના પ્રમુખ છે. જાણો ETV ભારત સાથેની વાતચીતમાં તેમણે કઈ બાબતો પર પ્રકાશ પાડ્યો.

ETV BHARAT: કચ્છ જિલ્લો કોંગ્રેસમુક્ત જિલ્લો છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને વિધાનસભા બેઠકો તમામ ભાજપ પાસે છે તો આગામી સમયમાં તેમની શું રણનીતિ રહેશે? ક્યાં મુદ્દાઓ લઈને પ્રજા સમક્ષ જશે ?

જવાબ: કચ્છ કોંગ્રેસમુક્ત નથી પરંતુ કચ્છ કોંગ્રેસનો ગઢ રહ્યો છે. કોંગ્રેસના ચુંટાયેલા પ્રતિનિધિઓને ભારતીય જનતા પાર્ટી ખરીદી રહી છે જે કોંગ્રેસ માટે દુર્ભાગ્યપૂર્ણ કહેવાય. હવે તો કચ્છની જનતા પણ સમજી ગઈ છે કે તેમને સત્તાથી જ માત્ર પ્રેમ છે માટે કચ્છની જનતા આ વર્ષે પરિવર્તનના મૂડમાં છે. કચ્છની જનતા પરિવર્તનની લહેર કચ્છથી શરૂ કરીને INDIA ગઠબંધનની સરકારમાં રૂપાંતર કરશે તેવો પૂરેપૂરો વિશ્વાસ છે.

ETV BHARAT: ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા કે જેઓ છેલ્લા 2 ટર્મથી કચ્છ લોકસભા બેઠકના સાંસદ તરીકે ચુંટાતા આવ્યા છે તો તમારી સમક્ષ કેવા પડકાર રહેશે ?

જવાબ: કોઈ પણ જાતનો પડકાર છે જ નહીં. કચ્છના અનેક પ્રશ્નો છે જેનું નિરાકરણ અત્યાર સુધી આવ્યું નથી. નર્મદાનાં નીરની વાતો કરવામાં આવતી હતી તે કામો હજી સુધી થયા નથી. કેનાલના કામ થયા છે તો કેનાલમાં એક દિવસ લની મૂક્યું અને ગાબડાં પડી ગયા. ભ્રષ્ટાચાર પણ ચરમસીમાએ છે જે જગ જાહેર છે. તમામ મોરચે સરકાર નિષ્ફળ છે. ખેડૂતો ત્રાહીમામ છે. મોંઘવારી, બેરોજગારીના પ્રશ્નો છે, આરોગ્યની સ્થતિ કથળતી છે. શિક્ષણ ક્ષેત્રે શિક્ષકોની ઘટ્ટ.જી.કે. જનરલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં ડોકટરોની ઘટ્ટ છે. તમામ મુદ્દાને સાથે લઈને પ્રજા સમક્ષ જશું અને પ્રજાને વાત પહોંચાડીશું.

ETV BHARAT: 2012થી પક્ષ સાથે જોડાયેલા છો. અનેક પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો માટે આપે રજૂઆતો કરી છે હજી અનેક પ્રશ્નો છે તો આપ ક્યાં મુદ્દાને મહત્વ આપશો ?

જવાબ: કોંગ્રેસનું સંગઠન હાલમાં ખૂબ સારી સ્થિતિમાં છે. ભલેને ભાજપના ઉમેદવારો 5 લાખની લીડની વાત કરતા હોય પરંતુ મને કચ્છની જનતા અને કોંગ્રેસના કાર્યકરો પર સંપૂર્ણપણે ભરોસો છે કે આ વખતે પરિવર્તનની લહેર કચ્છમાંથી શરૂ થશે અને ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવશે. કચ્છ લોકસભા બેઠક કોંગ્રેસ 50 હાજર માટેની લીડથી જીતશે. કચ્છની જનતા પર પૂરેપૂરો વિશ્વાસ છે કે તે મને જરૂરથી તક આપશે.

ETV BHARAT: આપ અને કોંગ્રેસના ગઠબંધનનો કંઈ રીતે લાભ લેશો, કંઈ રીતે લડત ચલાવશો ?

જવાબ: આમ આદમી પાર્ટીના લોકો અમારા સાથી છે અમે 24 બેઠકો પર અમે લડીશું જ્યારે તેઓ 2 બેઠકો પર લડવાના છે. બંને પક્ષ સાથે મળીને રણનીતિ નક્કી કરીને કાર્યકરોને જવાબદારી સોંપીને મજબૂતીથી લડત લડીશું.

ETV BHARAT: ગાંધીધામ નગરપાલિકાને મહાનગરપાલીકાનો દરજ્જો મળ્યો છે પરંતુ જિલ્લા મથક ભુજને હજી નથી મળ્યો આ ઉપરાંત આંતરરાષ્ટ્રિય એરપોર્ટ, પવનચક્કીના વિવાદો છે, ડ્રગ્સનાં પ્રશ્નો જેવા અનેક પ્રશ્નો છે કંઈ રીતે નિરાકરણ લાવશો ?

જવાબ: ભાજપના પ્રતિનિધિઓની વહીવટ પ્રત્યેની અણઆવડતના લીધે પ્રશ્નોના નિરાકરણ આવી શક્યા નથી જે કચ્છ માટે દુર્ભાગ્યપૂર્ણ છે. ભુજ નગરપાલિકાને પણ મહાનગરપાલિકા કરવાની જરૂરિયાત હતી પરંતુ પ્રતિનિધિઓએ કિન્નાખોરી રાખીને ભુજને સાઈડ કરીને બીજા શહેરોને મહાનગરપાલિકા જાહેર કરી એ દુર્ભાગ્યપૂર્ણ કહેવાય. આ ઉપરાંત ગૌચર જમીનો છે, ઉદ્યોગના પ્રશ્નો છે, બેરોજગારીના પ્રશ્નો છે વગેરેમાં નિરાકરણ લાવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવશે.

કચ્છની અનુસૂચિત જાતિ માટેની અનામત લોકસભા બેઠક માટેના કોંગ્રેસના ઉમેદવાર નિતેશ લાલણે લોકસભાની ચૂંટણીમાં પ્રજા આ વખતે પરિવર્તનની લહેર લાવશે અને તેમને વિજેતા બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

  1. Loksabha election 2024: કચ્છ લોકસભા બેઠક માટે નિતેશ લાલનને કોંગ્રેસે આપી ટિકિટ, ભાજપ સાંસદ વિનોદ ચાવડા સાથે ટક્કર
  2. Lok Sabha elections 2024: ગુજરાતની સૌથી મોટી લોકસભા બેઠક કચ્છની વિસ્તૃત સમીક્ષા

Last Updated : Mar 21, 2024, 10:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.