ETV Bharat / state

કચ્છ-મોરબી લોકસભા સીટ પર ચૂંટણીનો ધમધમાટ શરૂ, ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ ભુજમાં ચૂંટણી કાર્યાલય ખુલ્લું મૂક્યું - Kutch loksabha 2024

લોકસભા સામાન્ય ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે તમામ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા પ્રયાસો કરી રહ્યા છે.તો કચ્છ મોરબી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા દ્વારા લોકસભા બેઠક વિસ્તારમાં આવતી 7 વિધાનસભા બેઠકો પર ચૂંટણી મધ્યસ્થ કાર્યલય ખુલ્લા મુકવામાં આવ્યુ છે Kutch loksabha 2024

ચૂંટણી મધ્યસ્થ કાર્યલય
ચૂંટણી મધ્યસ્થ કાર્યલય
author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 20, 2024, 9:57 AM IST

કચ્છ: આગામી લોકસભાની ચૂંટણીમાં કચ્છ-મોરબી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા પાંચ લાખથી વધુ લીડથી વિજેતા બને તે માટે ચૂંટણીલક્ષી પ્રચાર-પ્રસાર, સાહિત્ય વિતરણ સહિતની કામગીરી વોર્ડથી લઈ બુથ સુધી પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તા દ્વારા કરવામાં આવી રહી છે. લોકસભા ચૂંટણીમાં સારુ પરિણામ લાવવા માટે સંગઠનના હોદ્દેદારોથી લઈને પાયાના બુથ સુધીના કાર્યકરો માઈક્રોપ્લાનીંગથી કામ કરી રહ્યા છે.જેના ભાગરૂપે આજે ભુજ વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

Kutch loksabha 2024

ચૂંટણીલક્ષી કામગીરી અને સંગઠનને વધુ મજબૂત કરવા પ્રયત્નો: ચૂંટણીલક્ષી કામગીરી અને સંગઠનને વધુ સુદૃઢ કરી પ્રચાર-પ્રસાર કાર્ય અને લોકસંપર્કને વધુ વેગવંતો બનાવવા વિધાનસભા વાઇઝ કાર્યાલયો કાર્યરત કરવામાં આવી રહ્યા છે તે અંતર્ગત આજે ભુજ વિધાનસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન સમારોહ યોજાયું હતું. જેમાં કચ્છ-મોરબી લોકસભાના ઉમેદવાર વિનોદ ચાવડા, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ભુજ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Election campaign in Kutch-Morbi Lok Sabha seat

દરેક વિધાનસભા બેઠક પર ભાજપને મોટી લીડ મળવાની છે તેવો વિશ્વાસ: કચ્છ મોરબી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે,લોકસભા ચૂંટણીને લઈને કચ્છ મોરબી લોકસભા બેઠકના વિવિધ વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યુ છે. આગામી સમયમાં અબડાસા વિધાનસભા અને મોરબી વિધાનસભા વિસ્તારમાં ચૂંટણીના કાર્યલય ખુલ્લા મુકવામાં આવશે. કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ તેમજ આ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ 7 વિધાનસભા બેઠકના ધારાસભ્યો, કચ્છ જીલ્લા પંચાયતના પ્રમુખ તેમજ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે, અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે કાર્યલય મારફતે ચૂંટણીલક્ષી કામો મજબૂત બનશે. દરેક વિધાનસભા બેઠક પર ભાજપને મોટી લીડ મળવાની છે તેવો વિશ્વાસ છે.

  1. ક્ષાત્રવટના આંદોલનનો 'પાર્ટ- 2' તૈયાર, સંકલન સમિતિની બેઠક બાદ કરવામાં આવી મોટી જાહેરાત - kshatriya andolan part 2
  2. કચ્છ મોરબી લોકસભા બેઠક માટે 11 જેટલા ઉમેદવારોએ નોંધાવી દાવેદારી - Lok Sabha seat 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.