ETV Bharat / state

junagadh news: બ્રોકોલીના વાવેતર પર જોવા મળી વાતાવરણની અસર, બજારભાવો સારા પરંતુ ઉત્પાદન ઓછું

જૂનાગઢના એક પ્રગતિશીલ ખેડૂત છેલ્લાં પાંચ વર્ષથી બ્રોકોલીનું સફળતાપૂર્વક વાવેતર કરીને સારી એવી કમાણી કરી રહ્યા છે, પરંતુ આ વર્ષે ગત વર્ષોની સરખામણીએ વાતાવરણની પ્રતિકૂળતાને કારણે બ્રોકલીના ઉત્પાદનમાં 25%નો ઘટાડો જોવા મળ્યો છે. શિયાળામાં ગરમીનું પ્રમાણ જોવા મળતા બ્રોકલી ગુણવત્તાની દ્રષ્ટિએ પણ નબળી જોવા મળી છે.

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 20, 2024, 8:50 AM IST

broccoli cultivation in junagadh
બ્રોકોલીના વાવેતર પર જોવા મળી વાતાવરણની અસર

જૂનાગઢ: હરસુખભાઈ લાખાણી નામના જુનાગઢના એક પ્રગતિશીલ ખેડૂતે કૃષિ ક્ષેત્રે ખુબ મહારત હાંસલ કરી છે. છેલ્લાં પાંચ વર્ષથી તેઓ ખૂબ જ મુશ્કેલ કહી શકાય તે પ્રકારે બ્રોકોલીની ખેતી કરીને શાકભાજીની ખેતીમાં નવતર અભિગમ અપનાવી રહ્યા છે. જોકે, છેલ્લાં 5 વર્ષની સરખામણીએ આ વર્ષે વાતાવરણની પ્રતિકૂળતા બ્રોકોલીની ખેતીમાં ખૂબ જ વધુ જોવા મળી છે. સામાન્ય રીતે ઠંડા પ્રદેશોમાં થતી બ્રોકોલીની ખેતી જુનાગઢ જેવા મિશ્ર વાતાવરણ ધરાવતા વિસ્તારમાં કરવી મુશ્કેલ હતી, પરંતુ હરસુખભાઈ છેલ્લાં પાંચ વર્ષથી શિયાળા દરમિયાન બ્રોકલીની ખેતી સફળતા પૂર્વક કરતા આવ્યાં છે, પરંતુ આ વર્ષે વાતાવરણની સૌથી વધારે પ્રતિકૂળતા બ્રોકોલીના ઉત્પાદન પર જોવા મળી છે.

આ વર્ષે ઉત્પાદનમાં 25 ટકાનો ઘટાડો: આ વર્ષે શિયાળા દરમિયાન હજી સુધી ઠંડીનું વાતાવરણ જોઈએ બ્રોકોલીના પાકને મળ્યું નથી. બ્રોકલી મોટે ભાગે ઠંડા પ્રદેશમાં અને ખાસ કરીને શિયાળા દરમિયાન થતી શાકભાજી છે, જે વિસ્તારમાં ઉનાળા દરમિયાન કે શિયાળાની ઋતુ દરમિયાન ઠંડીનું ઓછું પ્રમાણ હોય આવી જગ્યા પર બ્રોકોલીનું ઉત્પાદન મેળવવું ખૂબ મુશ્કેલ હોય છે, ત્યારે આ વર્ષે ઉત્પાદનમાં 25 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. તેમ છતાં પ્રતિ કિલો 80 થી 100 રૂપિયાના ભાવે વેચાતી બ્રોકોલી આજે ખેડૂતોને સારું આર્થિક વળતર અપાવી રહી છે. પરંતુ સંપૂર્ણપણે વાતાવરણની પ્રતિકૂળતા કે અનુકૂળતા પણ નિર્ભર જોવા મળતી આ શાકભાજી આજે સૌરાષ્ટ્રમાં ખૂબ ઓછા વિસ્તારમાં વાવેતર થવાની સાથે તેને શાકભાજી તરીકે રસોડામાં સ્વીકાર કરવામાં પણ સમસ્યાઓ આવી રહી છે.

ફ્લાવરની કુળનું શાકભાજી: બ્રોકોલીના છોડ મોટે ભાગે ફ્લાવર કે કોબીજ જેવા જેવા મળતા હોય છે, બ્રોકોલી પોતે ફ્લાવર કુળનું એક શાકભાજી છે, જેને લઈને પણ લોકોમાં હજુ તે ખૂબ પ્રચલિત થઈ નથી, શાકભાજીના નાના ફેરીયાઓ પણ બ્રોકોલીને લીલા ફ્લાવર તરીકે ઓળખીને તેનું વેચાણ કરે છે. આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ ઉત્તમ મનાતી બ્રોકલી પ્રત્યેક ઘરના રસોડા સુધી પહોંચવામાં આજે સફળ બનતી જોવા મળી નથી.

  1. Junagadh News: 22મી જાન્યુઆરીના રોજ જૂનાગઢ દાણાપીઠમાં રજા, કપડા બજારમાં મહા આરતીનું આયોજન
  2. Ashwagandha Farming: શું અશ્વગંધાની ખેતી ફાયદેમંદ છે, કેટલા રોકાણમાં કેટલી આવક થઈ શકે છે? જાણો વિગતવાર

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.