ETV Bharat / state

જૂના શિક્ષકોની ભરતીને લઈને શિક્ષણ વિભાગે કર્યો આ નિર્ણય, - previous teachers of Gujarat - PREVIOUS TEACHERS OF GUJARAT

બદલી અને બઢતી સહિતના વિવિધ મુદ્દે શિક્ષક સંઘો રાજ્ય સરકાર વિરુદ્ધ આંદોલનનું હથિયાર ઉગામે છે. ત્યારે જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અન્વયે શિક્ષણ વિભાગ દ્વારા સૂચનાઓ જાહેર કરવામાં આવ્યાં છે. સમગ્ર ભરતી પ્રક્રિયા પોર્ટલ દ્વારા ઓનલાઈન કરવાનો નિર્ણય શિક્ષણ વિભાગે કર્યો છે. recruitment of previous teachers

જૂના શિક્ષકોની ભરતીને લઈને શિક્ષણ વિભાગનો નિર્ણય
જૂના શિક્ષકોની ભરતીને લઈને શિક્ષણ વિભાગનો નિર્ણય (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 3, 2024, 10:10 AM IST

જૂના શિક્ષકોની ભરતીને લઈને શિક્ષણ વિભાગનો નિર્ણય (Etv Bharat Gujarat)

ગાંધીનગર: જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અન્વયે શિક્ષણ વિભાગ દ્વારા સૂચનાઓ જાહેર કરાઈ છે. જૂના શિક્ષક ભરતીમાં જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકનો રેશિયો ૧:૩નો રહેશે. જાહેરાતની તારીખે વયનિવૃત્તિ માટે બે વર્ષ કરતાં ઓછો સમય બાકી હોય તેવા શિક્ષક અરજી કરી શકશે નહીં. જૂના શિક્ષક તરીકે નિમણૂક મળતાં તે શિક્ષકની સેવા સળંગ ગણવાપાત્ર રહેશે.

રાજ્યમાં જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અન્વયે શિક્ષણ વિભાગ દ્વારા સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત હવે જૂના શિક્ષકની ભરતી પ્રક્રિયામાં જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકનો રેશિયો ૧:૩નો રહેશે. શિક્ષણ વિભાગ હસ્તકની ગ્રાન્ટેડ શાળામાં (લઘુમતી સિવાય) ઓછામાં ઓછા પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હાલ સેવામાં હોય તેવા નિયમિત શિક્ષક જૂના શિક્ષક તરીકે અરજી કરી શકશે. આ સમગ્ર ભરતી પ્રક્રિયા પોર્ટલ દ્વારા ઓનલાઈન કરવામાં આવશે તેમ શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયું છે.

આ ઠરાવની તારીખે વયનિવૃત્તિ માટે બે વર્ષ કરતાં ઓછો સમય બાકી હોય તેવા શિક્ષક અરજી કરી શકશે નહીં. એટલું જ નહિ, જૂના શિક્ષક તરીકે ભરતી માટે સમગ્ર સેવાકાળ દરમિયાન માત્ર એક જ વખત લાભ મળવાપાત્ર થશે અને જૂના શિક્ષક તરીકે નિમણૂક મળતાં તે શિક્ષકની સેવા સળંગ ગણાશે. ગ્રાન્ટેડ શાળામાં શિક્ષણ સહાયક તરીકે કરેલ ફિક્સ પગારની નોકરીનો અનુભવ ગ્રાહ્ય રહેશે અને જૂના શિક્ષક તરીકે ભરતીની લાયકાત ઉમેદવારના શૈક્ષણિક અનુભવને આધારે મેરીટ તૈયાર કરવામાં આવશે.

રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો માટે શિક્ષણ વિભાગના ઠરાવમાં ૧:૩ના રેશિયાથી શિક્ષકોની ભરતી કરવાની જોગવાઇ હતી. જુના શિક્ષકની આ ભરતી વર્ષ 2011માં થઇ હતી. ત્યારબાદ વર્ષ 2016ની ભરતીમાં શિક્ષક તરીકેનો ફિક્સ પગારનો સમયગાળો ગણવો કે નહિ તે પ્રશ્નનું નિરાકારણ લાવવામાં આવ્યું છે. જેમાં વતનથી દુર નોકરી કરતા ગ્રાન્ટેડ શાળાના શિક્ષકને વતનનો તથા કુટુંબ સાથે રહેવાનો લાભ મળે અને સામાજિક જીવન અસ્ત-વ્યસ્ત થતુ અટકે તેનો સરાહનીય નિર્ણય કરાયો છે.

  1. ધોરણ 10-12ની બોર્ડની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર, 12 સામાન્ય પ્રવાહનું 49.26 ટકા પરિણામ - Gujarat Education Board
  2. NES દ્વારા શિક્ષકોની ભરતીમાં ગેરરીતિ આચરવામાં આવી ચૈતર વસાવાનો ગંભીર આક્ષેપ - Panchmahal News

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.