અમદાવાદઃ અમદાવાદ ઝોનલ ઓફિસના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ એક પ્રેસ રિલીઝમાં જણાવાયું છે કે, ગુરુવારે અમદાવાદની સ્પેશિયલ કોર્ટ (PMLA) સમક્ષ કાઝી અબ્દુલ વદુદ, રાઝી હૈદર અને તેમના સહયોગીઓ વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 ની જોગવાઈઓ હેઠળ ATS ગુજરાત દ્વારા રૂ. 1039.72 કરોડ (આશરે) મૂલ્યના 200 કિલો હેરોઈન જપ્ત કરવા સંબંધિત ચાલી રહેલી તપાસમાં ફરિયાદ નોંધાવી છે.
કોર્ટે 16.01.2025 ના રોજ પીસીની નોંધ લીધી છે. ડ્રગ હેરફેરમાં કથિત સંડોવણી બદલ ATS, ગુજરાત દ્વારા નોંધાયેલી FIRના આધારે ED એ રાઝી હૈદર ઝૈદી અને અન્ય લોકો વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી. વધુમાં, ATS, ગુજરાતે રાઝી હૈદર ઝૈદી અને અન્ય લોકો સામે ડ્રગ હેરફેરમાં સંડોવણી બદલ આરોપી તરીકે બે ચાર્જશીટ દાખલ કરી હતી, એમ રિલીઝમાં ઉમેર્યું હતું.
ED ની તપાસમાં જાણવા મળ્યું છે કે, રઝી હૈદર ઝૈદી અને કાઝી અબ્દુલ વદૂદ વર્ષ 2020 થી ડ્રગ્સની હેરાફેરીમાં કથિત રીતે સંડોવાયેલો છે. ED ની તપાસમાં આગળ જાણવા મળ્યું છે કે, ઉક્ત ડ્રગ્સની હેરાફેરીમાંથી મળેલી ગુનાની રકમ રઝી હૈદર ઝૈદી દ્વારા બેંકિંગ ચેનલો તેમજ હવાલા ચેનલો દ્વારા દુબઈમાં રહેતા કાઝી અબ્દુલ વદૂદને મોકલવામાં આવી હતી.
વધુ તપાસ ચાલુ છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.