બનાસકાંઠાઃ પાટણ, બનાસ કાંઠા જિલ્લાની બનાસ અને ખારી બંને નદીઓ બે કાંઠે થઈ છે. આ વિસ્તારના ગામડાઓ માટે એલર્ટ સંદેશ આપવામાં આવ્યો છે. સરદાર સરોવર નર્મદા નિગમ પાટણ શાખા દ્વારા જાહેર જનતા માટે એલર્ટ રહેવા જણાવાયું છે. સરદાર સરોવરની જળ સપાટી વધતા લેવલને જાળવવા નર્મદા કેનાલ મારફત પેટા કેનાલો અને નદીઓમાં પાણી છોડવામાં આવશે. પાટણ જિલ્લામાં બનાસ નદીના પાણી દક્ષિણ કાંઠે આવેલા ગામડાઓમાં આવી શકે છે. રાધનપુર, સમી, હારીજ તાલુકાના ગ્રામજનો સચેત રહે તેવું પણ કહેવાયું છે. પાટણ જિલ્લાની વાત કારીએ તો હારીજ તાલુકા માંથી ખારી બે અને બનાસ નદી પસાર થાય છે. કાંઠા વિસ્તારના ગ્રામજનો સાવચેત રહે તેવી જાહેરાત થઈ છે.
સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહીઃ વરસાદ પડતા પાટણ નર્મદા વિભાગ દ્વારા બનાસકાંઠા અને પાટણમાં બનાસ નદીને કાંઠા વસતા ગામડાઓને જાહેર ચેતવણી આપવામાં આવી છે. નર્મદા સિંચાઈ વિભાગ દ્વારા ઓપન વિસ્તારમાં વરસાદ થતાં નર્મદા કેનાલનું જળસંચાયત જળવાઈ રહે માટે જાહેર ચેતવણી આપવામાં આવી છે. નર્મદાનું પાણી નદીમાં છોડવા આવી શકે છે. જેને પગલે લોકોને અપીલ કરવામાં આવી કે નીચલા વિસ્તારમાં કે નદી કાંઠે જવાનું ટાળવું અને પશુપાલકોને પોતાના ઢોરને સાચવીને રાખવા જાહેર ચેતવણી આપવામાં આવી છે.
આ વિસ્તારોના લોકો રહેજો સચેતઃ પાટણ બનાસ કાંઠા જિલ્લાની બનાસ અને ખારી બે નદી કાંઠા વિસ્તારના ગામડાઓ માટે એલર્ટ સંદેશ અપાયો છે. સરદાર સરોવર નર્મદા નિગમ પાટણ શાખા દ્વારા જાહેર જનતા માટે એલર્ટ રહેવા જણાવાયું છે. સરદાર સરોવરની જળ સપાટીના વધતા લેવલ જાળવવા નર્મદા કેનાલ મારફત પેટા કેનાલો અને નદીઓમાં પાણી છોડવામાં આવશે. પાટણ જિલ્લામાં બનાસ નદીનું દક્ષિણ કાંઠે આવેલા ગામડાઓમાં પાણી છોડતા જળસ્તર વધી શકે છે. રાધનપુર, સમી હારીજ તાલુકાના ગ્રામજનો સચેત રહે પાટણ જિલ્લાની વાત કારીએ તો હારીજ તાલુકામાંથી ખારી બે અને બનાસ નદી પસાર થાય છે. જેને કારણે આ વિસ્તારોના લોકોએ ખાસ સચેત રહેવાની જરૂર છે. પોતાના અને પશુઓના જીવને જોખમમાં મુકાય તેવી સ્થિતિઓથી અંતર કરવું હિતાવહ બન્યું છે.