ETV Bharat / state

'ગધામજૂરી કરાવે છે સરકાર', શિષ્યવૃત્તિમાં eKYCમાં સમસ્યાને લઈને શિક્ષક સંઘ થયું લાલઘૂમ - eKYC Problems in scholarship

ભાવનગર શહેર જિલ્લાની શાળાઓમાં શિષ્યવૃતિ પગલે રેશનની eKYC સહિત ડીઝીટલ પોર્ટલની સમસ્યાને લઈને મહાનગરપાલિકા લાલઘૂમ થઈ ગયું છે. મામલતદાર કચેરીની કામગીરી જીકી દેતા અને સર્વર સમસ્યાને લઈને વિરોધ વ્યક્ત કરી માંગ કરાઈ છે. જાણીએ વધુ વિગતો - eKYC Problems in scholarship

શિષ્યવૃત્તિમાં eKYCમાં સમસ્યા
શિષ્યવૃત્તિમાં eKYCમાં સમસ્યા (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 25, 2024, 6:20 PM IST

ભાવનગરઃ શિષ્યવૃતિમાં રેશનકાર્ડના eKYC ની કામગીરીને લઈને મહાનગરપાલિકાના શિક્ષક સંઘ દ્વારા ખાસ માગ કરવામાં આવી છે. મહાનગરપાલિકાના શિક્ષક સંઘે માગ કરી છે કે સરકાર દ્વારા eKYC રેશનકાર્ડની કામગીરી હટાવવામાં આવે શિક્ષકોની સ્થિતિને લઈને સંઘે આકરા પ્રહાર કર્યા છે. શિક્ષકોને તેમાં શું વાંધો પડ્યો તે જાણીએ...

શિષ્યવૃત્તિમાં eKYCમાં સમસ્યા (Etv Bharat Gujarat)

સતત વ્યસ્ત રહેવાથી શિક્ષણ પર અસર

મહાનગરપાલિકાના શિક્ષક સંઘના પ્રમુખ શૈલેષ ધાંધલાએ જણાવ્યું હતું કે, એક બાજુ સરકાર શિક્ષણ ઉપર ભાર મૂકી રહી છે, શિક્ષકની સગવડતા વધારી રહી છે. શિક્ષકોની આખા ગુજરાતની અંદર મોટાપાયે ઘટ છે. આવતા દસમાં મહિનાની અંદર પરીક્ષાઓ છે, એક બાજુ પરીક્ષાના દિવસ સુધી તાલીમમાં ગોઠવાઈ રહી છે. રોજે બબ્બે શિક્ષકો શાળામાંથી તાલીમમાં જાય છે. ડિજિટલ ગુજરાત ઉપર જે શિષ્યવૃત્તિનો પ્રશ્ન છે લોકોના જે રેશનકાર્ડ છે એ રેશનકાર્ડના KYC છે તેના કામ શિક્ષકો, એટલે કે આચાર્યને કહેવામાં આવ્યું છે. આચાર્યોએ શિક્ષકોની ઉપર આ મુકી દીધું છે.

શિષ્યવૃત્તિમાં eKYCમાં સમસ્યા
શિષ્યવૃત્તિમાં eKYCમાં સમસ્યા (Etv Bharat Gujarat)

"મામલતદાર કચેરીની કામગીરી અને શિક્ષકને, ગધામજૂરી કરાવાય છે"

શિક્ષક સંઘના પ્રમુખ શૈલેષ ધાંધલાએ જણાવ્યું હતું કે, વિચાર કરો કે જે કામ મામલતદાર કચેરીનું કામ છે એ કામ આજે શિક્ષક કરી રહ્યો છે. શિક્ષકો eKYC કરશે, શિષ્યવૃત્તિની દરખાસ્ત કરશે, એકમ કસોટી જોશે, BLOનું કામ કરશે, વસ્તી ગણતરી કરશે તો શિક્ષક ભણાવશે ક્યાંથી ? એક બાજુ શિક્ષણની મોટી મોટી વાતો થાય છે, તો બીજી બાજુ શિક્ષક માટે જાણે ક્લાર્ક હોય એમ એક જૂની કહેવત છે કે ગધામજૂરી કરાવવાનું કામ છે, લોકો સુધી પહોંચે અને વાહ વાહ કરાવવાનું કામ છે જે સરકાર કરાવી રહી છે તે તદ્દન ખોટું છે. હું અને સખત શબ્દોમાં વખોડું છું.

eKYC જે તે વિભાગ પાસે કરાવવામાં આવે તેવી માંગ

શિક્ષક સંઘના પ્રમુખ શૈલેષ ધાંધલાએ જણાવ્યું હતું કે, બીજું કામ કરવામાં પણ વાંધો નથી પણ કામ કરતી વખતે કોમ્પ્યુટર ઉપર બેસો છો તો 12 કલાકમાં માત્ર પાંચથી છ છોકરાઓના KYC થાય છે, તો એને પોતાનું સર્વર સુધારવું નથી અને સર્વર સૂધરે નહીં એટલે કોમ્પ્યુટરની અંદર ચકરડા ફર્યા કરે છે અને સમય વેડફાઈ જાય છે, એટલા માટે શિક્ષણ પણ બગડે છે. આની ખૂબ જ મોટી અસરો ભવિષ્યમાં થવાની હોય એટલે આને સખત શબ્દોમાં સંઘના પ્રમુખ તરીકે વખોડું છું. આ બાબતે સરકાર તાત્કાલિક નિર્ણય લે અને શિષ્યવૃત્તિની અંદરથી રેશનનો eKYCનો મુદ્દો બંધ કરે અને eKYCની અંદર જે ડિપાર્ટમેન્ટનું કામ છે ત્યાં કરાવે અને વાલીઓને પણ સરળતાથી અને સહકાર આપીને અલગથી એના ટેબલની વ્યવસ્થા કરીને કામ કરાવે તેવી મારી માગણી છે.

  1. જામનગરના ધ્રોલની અંડર 17 હોકી ટીમે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરી જીત્યો ગોલ્ડ મેડલ… - Jawaharlal Nehru Under 17 Hockey
  2. ડાકોર રણછોડરાયજી મંદિરના પૂજારીએ કરી પ્રસાદ ચકાસણી માંગ, સોશિયલ મીડિયામાં શેર કર્યો વીડિયો - Demand for verification of prasad

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.