સુરત: સમગ્ર રાજ્યમાં ફરી એક વાર વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે સુરત જિલ્લામાં મેઘમહેર જોવા મળી હતી. પરંતુ ભારે વરસાદને પગલે હવે રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટી નરોલી ગામ પાસે નેશનલ હાઈવેના બ્રિજ પર ખાડાઓ પડ્યા છે. જેને લઇને વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. વાહન ચાલકોએ કહ્યું કે અમે વિનંતી કરીએ છીએ કે અહીં જલદીથી જલદી રસ્તો બનાવવામાં આવે.
![નેશનલ હાઈવે બ્રિજની પરિસ્થિતિ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/28-08-2024/gj-surat-rural01-rsto-gj10065_28082024141857_2808f_1724834937_707.jpg)
રોડની મરામત કરવા માંગ: રાજ્યમાં વરસાદને પગલે ઘણા જિલ્લાઓને અસર થઈ છે. ત્યારે સુરત જિલ્લામાં માંગરોળ તાલુકાના મોટી નરોલી ગામ પાસે ઓવરબ્રિજ પર ખાડાઓ પડ્યા છે. અહીંથી મોટી સંખ્યામાં વાહન ચાલકો પસાર થાય છે. પરંતુ ખાડાઓના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત ખાડાઓને કારણે અહીં ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ રહી છે. આ રસ્તા પર અનેક ખાડાઓ જોવા મળી રહ્યા છે. ઝડપથી આ બિસ્માર રસ્તાની મરામત કરાવવામાં આવે તેવી માંગ વાહન ચાલકો કરી રહ્યા છે.
![નેશનલ હાઈવે બ્રિજની પરિસ્થિતિ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/28-08-2024/gj-surat-rural01-rsto-gj10065_28082024141857_2808f_1724834937_643.jpg)
વાહન ચાલક લલ્લુ ભાઈ યાદવએ જણાવ્યું હતું કે અહીં રસ્તામાં મોટા મોટા ખાડાઓ ખૂબ જ છે. જેના લીધે વાહનોને પણ નુકશાન થઈ રહ્યું છે તેમજ ટ્રાફિક પણ ખૂબ થાય છે. અમે સરકારને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક અહીં રસ્તો બનાવવામાં આવે.