રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનીમાં NSUI દ્વારા અનોખી રીતે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીન ગેરકાયદેસર રીતે બિલ્ડરને આપી દેવતા NSUI દ્વારા આ તમામ બાબતોનું નાટકીય ઢબે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જેમાં મેયર, ટાઉન પ્લાનિંગ ઓફિસર, બિલ્ડર, ભાજપ શહેર પ્રમુખ સહિતના હોદ્દેદારોના નામના પાટીયા ગાળામાં પહેરીને આખો નાટક રાખવામાં આવ્યો હતો. જે અંતર્ગત 'વિરોધ પાર્ટીમાં ફંડ આવી ગયું સહી કરો' સહિતના સૂત્રોચાર કરવામાં આવ્યા હતા.
હાય રે ભાજપ હાય હાય' સહિતના નારા: વિરોધ દરમિયાન 'હાય રે ભાજપ હાય હાય' સહિતના નારા લગાવવામાં આવ્યા હતા. આ સાથે ખોટી નોટો ઉડાડી કોર્પોરેશન ખાતે વિરોધ નોંધાવ્યો હતો. આ તમામ મુદ્દે એડિવિઝન પોલીસ દ્વારા NSUIના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.
NSUI દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો: સંપૂર્ણ બાબત એ છે કે, મનસુખ સાગઠીયા અને કંપની દ્વારા માર્ચ 2021માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીન લાડાણી બિલ્ડરને આપી દેવામાં આવી હતી. જેમાં કલેકટર દ્વારા યુનિવર્સિટીને ફાળવવામાં આવેલ જમીન બિલ્ડરને આપી દેવામાં આવી હતી. જેને લઈને NSUI દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો.
યોગ્ય કાર્યવાહી કરીશું: આ તમામ વિવાદમાં યુનિવર્સિટીમાં જમીન વિવાદ મામલે સ્ટેન્ડીગ ચેરમેન જયમીન ઠાકરે નિવેદન આપતા જણાવ્યું કે, જો કોઈ બેદરકારી દેખાશે તો યોગ્ય કાર્યવાહી કરીશું.