રાજકોટ: પશ્ચિમ બંગાળમાં જે મહિલા ડોક્ટર સાથે દુર્ઘટના બની તેને લઈ ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે રાજકોટમાં ડોક્ટર દ્વારા રેલી યોજી કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું.
રાજકોટમાં ડોક્ટરો દ્વારા હડતાલ: કોલકત્તામાં મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કરવામાં આવી હતી. જેના વિરોધમાં ઠેર ઠેર દેખાવો કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ પણ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જુનિયર ડોક્ટરો જે 2 દિવસથી હડતાલ ઉપર છે. સમર્થન આપવા રાજકોટના ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સભ્યો પણ જોડાયા હતા.
કલેક્ટરને આવેદનપત્ર અપાયું: ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખી અન્ય સેવાઓ બંધ રાખવામાં આવી હતી. સાથે સાથે રેલી યોજાઇ કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું. જેમાં શહેરના નામાંકિત ડોક્ટરો પણ આ ઘટનાને વખોડી હતી અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ ડોક્ટરો દ્વારા કરવામાં આવી હતી.