ભાવનગર: હિન્દૂ શાસ્ત્રોમાં ભાઈબીજનું ખૂબ મહત્વ રહેલું છે, આ દરમિયાન ETV BHARATએ ભાવનગરવાસી જયાબેન શિયાળના ઘરની મુલાકાત લીધી હતી. અહીં અન્ન ભેગા ત્યાં મન ભેગાના સિદ્ધાંત પર જયાબેનનું સમગ્ર કુટુંબ એકઠું થયેલું જોવા મળ્યું હતું. તો કઈ રીતે 50 સભ્યોને સાથે થાય છે અહીં ભાઈબીજની ઉજવણી ચાલો જાણીએ.
ભાઈબીજ એટલે વ્હાલી બેન ભાઈને આજના દિવસે તેના ઘરે બોલાવે છે અને જમાડે છે. ત્યારે ભાઈબીજની ભવ્ય ઉજવણી ભાવનગરના એક પરીવારમાં થઈ હતી. ETV BHARATએ ભાવનગરના જયાબેનની મુલાકાત લીધી તો જાણવા મળ્યું કે તેઓ માત્ર ઘરમાં પૂજા જ નહીં પરંતુ આ આખો પરિવારો સાથે હોટલમાં ભાઈબીજનું સેલિબ્રેશન કરવા પણ જાય છે.
25 વર્ષથી અકબંધ પરંપરા : ભાવનગર શહેરના મેઘાણી સર્કલ વિસ્તારમાં વિરભદ્ર અખાડા સામે રહેતા જયાબેન શિયાળની મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, "મારા સંપૂર્ણ પરિવારને બોલાવી અમે હોટલ 'રસોઈ'માં જમવા ગયા હતા. 25 વર્ષથી હું મારા ભાઈને જમવા બોલાવું છું. મારા દીકરાની વહુ છે એના ભાઈઓ, મારી બહેનો, મારા ભાઈના દીકરાની વહુ આ તમામને અમે ઘરે બોલાવીએ છીએ. આ વર્ષે અમારા સંપૂર્ણ કુટુંબે સાથે મળીને હોટલ રસોઈમાં સેલિબ્રેશન રાખ્યું હતું. ભાઇબીજના દિવસે સાથે મળીને ઉજવણી કરવાની અમારી આ પરંપરા 25 વર્ષથી અકબંધ છે."
ભાઈઓએ ભાઈબીજ વિશે તેમનો મત વ્યક્ત કર્યો: અહીં આ કુટુંબમાં એક નહિ બધા ભાઈઓ અને બહેનો સાથે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે જયાબેનના બંને ભાઈઓએ મત વ્યક્ત કર્યા હતા. પરસોતમભાઈ બારૈયાએ જણાવ્યું હતું કે, "ભાઈબીજની ઉજવણી પરંપરાગતમાં બેન તેના ઘરે જમવા બોલાવે છે. મારા છ બહેનો છે. અમે બધા એક સાથે બેનના ઘરે ભાઈબીજના કારણે એક સાથે જમ્યા છીએ." આ મુદ્દે ભાણજીભાઈ બારૈયાએ જણાવ્યું હતું કે, "25 વર્ષથી અમારી બેન અમને જમવા માટે બોલાવે છે અને અમે આશા કરીયે છીએ કે મારી બેન હંમેશા ખુશ રહે."
બધા ભાઈઓ-બહેનો અને પરિવાર સાથે ઉજવણી: જયાબેન 25 વર્ષથ સમગ્ર કુટુંબ સાથે ભાઇબીજની ઉજવણી કરી રહ્યા છે. જયાબેનના બહેન માયાબેન મકવાણાએ જણાવ્યું હતું કે, "અમે આખું વર્ષ ભાઈના ઘરે જમીએ છીએ. આજનો દિવસ એવો છે કે આખા વર્ષમાં આપણે ભાઈને જમાડીયે છીએ. એટલે આ દિવસ ખૂબ જ ખુશીનો દિવસ છે. ભાઈ-ભાભી આખો પરિવાર અમને જમાડે જ છે માત્ર આજે એવો દિવસ છે જ્યારે તેઓ અમારા ત્યાં આવે છે."
આ પણ વાંચો: