બનાસકાંઠા: સેવા સુરક્ષા અને સલામતી માટે કટિબદ્ધ ગુજરાત પોલીસ રાઉન્ડ ધી ક્લોક અંબાજી ભાદરવી પૂનમના મેળામાં પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી રહી છે. ગુજરાતના ખૂણે ખૂણેથી આવતા માઇભક્તોને મંદિર પરિસરમાં માતાજીના સુગમતા તેમજ સરળતાથી દર્શન થઈ શકે તે માટેની વ્યવસ્થા માટે ગુજરાત પોલીસના જવાનો ખડે પગે પોતાની ફરજ બજાવી રહ્યા છે. મંદિર પરિસરમાં દર્શનાર્થીઓની ભીડ એકત્ર થતી હોય છે ત્યારે આ ભીડની વ્યવસ્થા અને દરેક દર્શનાથીને માતાજીના દર્શન થાય એ માટે સુચારું આયોજન કરતી પોલીસ સુરક્ષા સલામતીની સાથે માઇ ભક્તોને પ્રોત્સાહિત કરવાનું પણ સરાહનીય કામ કરી રહ્યા છે.
![બનાસકાંઠાના અંબાજી મંદિરમાં પોલીસ ફરજ સાથે ભક્તિભાવના દ્રશ્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-09-2024/gj-bk-ambaji-jaiambenadofpolicemen-av_14092024163343_1409f_1726311823_449.jpg)
પોલીસ જવાનો સાથે લાખો માઇભક્તોનો જય જયકાર: મંદિરમાં જ્યારે દર્શનાર્થીઓ દર્શન માટે આવે ત્યારે પોલીસ વિભાગના તમામ કર્મચારીઓ જય અંબેનો જય નાદ કરાવી તમામ ભક્તોનો ઉત્સાહ અને જોશ વધારે છે. જેના લીધે લાંબી પદયાત્રા કરી આવેલા યાત્રિકોનો ઉત્સાહવર્ધન થાય છે. માઇ ભક્તોનો ઉત્સાહ બેવડાઈ જાય છે અને તેમની આસ્થાને નવું પ્રેરકબળ મળે છે. પદયાત્રાનો થાક અને પીડા પળમાંથી ગાયબ થઈ જાય છે. મા અંબાના પરિષદની અંદર પોલીસ જવાનો સાથે લાખો માઇભક્તોનો જય જયકાર ગુંજી ઊઠે છે. પોલીસ જવાનોનું આ પ્રોત્સાહન માઇભક્તોની પદયાત્રાની પીડાને ભુલાવી દે છે અને માના દર્શન માટેની હિંમત અને પ્રેરણા પૂરી પાડે છે. પોલીસ જવાનોની આ પ્રોત્સાહનની કામગીરીને માઇભકતો પણ બિરદાવી રહ્યા છે.
![બનાસકાંઠાના અંબાજી મંદિરમાં પોલીસ ફરજ સાથે ભક્તિભાવના દ્રશ્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-09-2024/gj-bk-ambaji-jaiambenadofpolicemen-av_14092024163343_1409f_1726311823_762.jpg)
પોલીસનું ભક્તોને પ્રોત્સાહિત કરવાનું કામ પ્રશંસનીય: આમ અંબાજી ભાદરવી પૂનમના મેળામાં ફરજ બચાવતા પોલીસ જવાનોમાં એક નવી જ ઉર્જા જોવા મળી હતી. 24 કલાક માઈ ભક્તોની સેવામાં લાગેલા પોલીસ જવાનો જય અંબેના નાદ સાથે ભક્તોને પણ નવી આસ્થાની ઊર્જા આપી રહ્યા છે.
![બનાસકાંઠાના અંબાજી મંદિરમાં પોલીસ ફરજ સાથે ભક્તિભાવના દ્રશ્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-09-2024/gj-bk-ambaji-jaiambenadofpolicemen-av_14092024163343_1409f_1726311823_340.jpg)
આ પણ વાંચો: