રાજકોટ: જેતપુરમાં આવેલ યાત્રાધામ વિરપુર જલારામ ગામ અને ગોંડલ તાલુકાના નવાગામ વચ્ચે બિરાજમાન હનુમાનજી દાદા ભક્તો શ્રદ્ધાળુ અને દુખીયાઓના દુઃખને દૂર કરે છે અને લોકોને મનોકામનાઓ પૂર્ણ કરે છે. અહીંયા ભક્તો શ્રદ્ધાળુઓ આ દાદાને લોટની માનતા કરે છે અને માનતાઓ પૂર્ણ થયા બાદ ભક્તો અહીં પોતાની માનતાઓ અને મનોકામનાઓ પૂર્ણ કરવા માટે હોશે હોશે પધારે છે.
કળિયુગમાં હનુમાનદાદાનું પ્રત્યક્ષ પ્રમાણ: હનુમાનજી દાદાના પરચાઓ અપરંપાર છે. હાલ કળિયુગમાં પણ હનુમાનજી દાદા સાક્ષાત્કાર હોય તેવા પણ અનેક પુરાવા મળતા હોય છે ત્યારે અહીંયા હનુમાન ચાલીસાની બે પંક્તિઓ ચોક્કસપણે યાદ આવે છે.
નાસૈ રોગ હરૈ સબ પીરા ।
જપત નિરંતર હનુમત વીરા ॥
આ પંક્તિઓનો અર્થ થાય છે કે, જ્યારે કોઈ વ્યક્તિને ગંભીર બીમારી કે પીડાઓ હોય છે. તે સમયે જો કોઈ વ્યક્તિ હનુમાનજી દાદાને ભાવપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરે છે. ત્યારે હનુમાનજી દાતા તેમના દુઃખ દર્દ અને પીડાઓ દૂર કરે છે.
સંકટ ક(હ)ટૈ મિટૈ સબ પીરા ।
જો સુમિરૈ હનુમત બલ વીરા ॥
આ પંક્તિનો મતલબ થાય છે. જ્યારે પણ સંકટ સમયે આવતો હોય કે સંકટ સમય આવ્યો હોય ત્યારે ભક્તો અને શ્રદ્ધાળુઓ હનુમાનજી દાદાનું સ્મરણ કરી પ્રાર્થના અને પૂજા પાઠ કરે છે. ત્યારે હનુમાનજી દાદા તેમનું સંકટ પણ હરી લે છે અને તેમની તમામ પીડાઓ પણ દૂર કરી દે છે.
વીરપુર નજીક ગાળાવાળા હનુમાનદાદા વિરાજમાન: ભારત એક આધ્યાત્મિક દેશ છે. જેમાં ભક્તો શ્રદ્ધા ભક્તિ સાથે ભગવાનની પૂજા અર્ચના કરતા જોવા મળે છે. જેમાં ભક્તો હનુમાનજી દાદા આજે પણ હાજર હોય તેવું પણ અનુભૂતિ કરતા હોય છે અને હનુમાનજી દાદાના વર્તમાન સમયની અંદર પણ અનેક પરચાઓ લોકો અનુભવે છે અને હનુમાનજી પ્રત્યેની આસ્થા અને શ્રદ્ધા દિન-પ્રતિદિન વધતી જવા મળી રહી છે. વીરપુર નજીક આસ્થા અને શ્રદ્ધાની એક એવી જગ્યા જોવા મળી છે કે, જ્યાં ગાળાવાળા હનુમાનજી દાદા બેઠા છે. જે ગાળાવાળા હનુમાનજી દાદા ભક્તો શ્રદ્ધાળુઓની આસ્થા માનતા અને શ્રદ્ધાઓ પૂર્ણ કરે છે અને લોકોના દુઃખ દર્દ અને તેમની પીડાઓ હરે છે. જેના કારણે ભક્તો શ્રદ્ધાળુઓ પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે અહીં આવતા નજરે પડે છે.
દર શનિવારે ભક્તોની ભારે ભીડ: શ્રી ગાળાવાળા હનુમાનજી દાદા તરીકેની આ જગ્યામાં હનુમાનજી દાદાની સાથે સાથે દેવોના દેવ મહાદેવ શ્રી ગાળેશ્વર મહાદેવ પણ બિરાજમાન છે. જેમાં સાથે જ શ્રી ખોડીયાર માતાજીનું અહીંયા મંદિર આવેલું છે. અહિયાં ભક્તો શ્રદ્ધાળુઓની દર શનિવારે આ મંદિરે ભારે ભીડ ઉમટી પડે છે અને આસ્થા અને શ્રદ્ધા સાથે ભક્તો પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે આ દાદાના દર્શન કરવા માટે બહોળી સંખ્યામાં ઉમટી પડે છે. લોકવાયકા મુજબ એવું પણ કહેવાય છે કે, શ્રી ગાળાવાળા હનુમાનજી દાદાની પૂજા અર્ચના તેમજ ભજન કીર્તન કરવા માટે સૌરાષ્ટ્રના સંત અને જગવિખ્યાત પૂજ્ય જલારામ બાપા પણ આ ગાળાવાળા હનુમાનજી દાદાની પૂજા અર્ચના કરવા અને ભજન કીર્તન કરવા માટે અહીં આવતા હતા તેવી પણ લોકવાયકાઓ સાંભળવા મળી રહી છે.
લાડુના ભોજનનું ભવ્ય આયોજન: છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા આસપાસના સેવકો, ભક્તજનો અને શ્રદ્ધાળુઓની શ્રદ્ધાઓ માનતાઓ પૂર્ણ થતા આ મંદિરનો ઘણો ખરો વિકાસ પણ થયો છે અને નાની એવી ડેરીમાંથી આજે મોટી વિશાળ અને કુદરતી સૌંદર્યમાં ચારે તરફ હરિયાળીની વચ્ચે આ મંદિરના દર્શન કરવા અને દાદાના સાનિધ્યમાં સેવા પૂજા કરવા દૂર દૂરથી ભક્તો શ્રદ્ધાળુઓ પધારી રહ્યા છે. અહીંયા આવતા ભક્તો, શ્રદ્ધાળુઓની આસ્થા શ્રદ્ધા સાથે માનતા કરવામાં આવે છે જેમાં માનતાઓ પૂર્ણ થયા બાદ શ્રદ્ધાળુઓ અને ભક્તો પોતાની માનતા પૂર્ણ કરવા માટે જે લોટની માનતા કરવામાં આવે છે. તે લોટ લઈને આવે છે અને અહીં દાદાના લોટની માનતા પૂર્ણ કરવા માટે લાડુનો પ્રસાદ બનાવી ભવ્ય ભોજન પ્રસાદનું પણ આયોજન થાય છે. જેમાં પણ બહોળી સંખ્યામાં પુરૂષો, મહિલાઓ અને બાળકો આ દાદાના દર્શન કરવા માટે આવતા નજરે પડે છે.
શ્રી ગાળાવાળા હનુમાન મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર: ગાળાવાળા હનુમાનજી મહારાજના આ મંદિરના સાનિધ્યમાં દર શનિવારે ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડે છે અને જાણે મેળો ભરાયો હોય તેવું પણ વાતાવરણ જોવા મળે છે. આ ભક્તો શ્રદ્ધાળુઓની આસ્થા અને શ્રદ્ધાને આ હનુમાનજી દાદા ચોક્કસપણે માનતા પૂર્ણ પણ કરે છે અને તેમના તમામ દુઃખ, દર્દ અને તેમની પીડા આ હનુમાનજી દાદા દૂર કરે છે. ત્યારે તમે પણ ક્યારેક સમય મળે તો આ હનુમાનજી દાદાના દર્શન કરી તમારી પણ કોઈ મનોકામના હોય તો આ દાદા ચોક્કસપણે પૂર્ણ કરશે તેવી પણ અહીં આવતા ભક્તોને શ્રદ્ધાળુઓએ જણાવ્યું છે.