પોરબંદર: માધવપુર નજીક આવેલ કડછ ગામના યુવાનનું રાજકોટમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા તેનાં મૃતદેહને વતન લાવવામાં આવ્યો હતો. પરંતુ વરસાદી પાણીના ભરાવાના કારણે રોડ સંપૂર્ણપણે બંધ હોવાથી તેના ઘરે મૃતદેહને પહોંચાડવાનું કામ ખૂબ મુશ્કેલ બન્યું હતું. રોડ માર્ગે મૃતદેહ લાવી ન શકતા અન્ય માર્ગ શોધવો અનિવાર્ય હતો. પરિણામે આ મુદ્દે કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા વિકાસ અધિકારી આર.પી. મકવાણા અને પોલીસ અધિકારીની ઉપસ્થિતિમાં મૃતદેહને હોડીમાં તેના ઘરે પહોચાડવામાં આવ્યો હતો.
મૃતદેહને હોડીમાં તેના ઘરે પહોચાડવામાં આવ્યો: વાસ્તવમાં ઘટના એમ હતી કે, કડછ ગામના દલિત પરિવારના પરેશભાઈ એભાભાઇ વાઘેલાનું, (ઉં.વ.20) રાજકોટ ખાતે સારવાર દરમિયાન મુત્યું થયું હતું. ત્યાંથી તેમનાં મૃતદેહને એબ્યુલન્સમાં લાવવામાં આવ્યો હતો. પરંતુ મોચા થી કડછ જતો રસ્તો વરસાદી પાણીના ભરાવાના કારણે બંધ હોવાથી મૃતદેહને તેમનાં ધરે પહોંચાડવું ખૂબ મુશ્કેલ હતું. કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન અને સૂચના અનુસાર તાલુકા વિકાસ અધિકારી આર. પી. મકવાણા, પોલીસ અધિકારી દ્વારા એન.ડી.આર.એફ.ટીમની સાથે માછીમાર સમાજના આગેવાનો હોડી મારફતે મૃતદેહને કડછ ગામે સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવ્યો હતો.