ETV Bharat / state

દાંતાની શિક્ષિકા 8 વર્ષથી અમેરિકામાં રહીને સરકારી પગાર લે છે, શિક્ષણમંત્રીએ આપ્યો જવાબ - Negligence of the female teacher - NEGLIGENCE OF THE FEMALE TEACHER

નર્મદા જિલ્લામાં 'વિશ્વ આદીવાસી દિવસ'ની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે આ ઉજવણીમાં શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયા હાજર રહ્યા હતા. ત્યારે તેમણે જણાવ્યું હતું કે, અંબાજીના પાંસા પ્રાથમિક શાળામાં એક મહિલા શિક્ષક 8 વર્ષથી અમેરિકામાં રહે છે અને પગાર લે છે ત્યારે એની સામે કાર્યવાહી કરાશે. Negligence of the female teacher

દાંતાની શિક્ષિકા 8 વર્ષથી અમેરિકામાં રહીને સરકારી પગાર લે છે, શિક્ષણમંત્રી કાર્યવાહી કરશે
દાંતાની શિક્ષિકા 8 વર્ષથી અમેરિકામાં રહીને સરકારી પગાર લે છે, શિક્ષણમંત્રી કાર્યવાહી કરશે (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 9, 2024, 4:18 PM IST

નર્મદા જિલ્લામાં 'વિશ્વ આદીવાસી દિવસ'ની ઉજવણી કરવામાં આવી (Etv Bharat gujarat)

નર્મદા: આજે 'વિશ્વ આદિવાસી દિવસ' ની ઉજવણી નર્મદા જિલ્લામાં કરવામાં આવી હતી. આ ઉજવણીમાં રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે હાલ બહુચર્ચિત કિસ્સો અંબાજીના દાતાની એક મહિલા ભાવનાબેન અંબાજીના પાંસા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. જે છેલ્લા 8 વર્ષથી અમેરિકામાં રહીને સરકારનો પગાર ખાય છે.

મહિલા શિક્ષિકાને અમેરિકાનું નાગરિકત્વ: આ શિક્ષિકાને અમેરિકાનું નાગરિકત્વ મળ્યું છે અને ગ્રીનકાર્ડ પણ મળેલ છે. તેઓ શાળામાં કપાત પગાર ઉપર અનેક રજાઓ ભોગવી રહ્યા છે. જે બાબતે રાજ્ય શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે, આ કિસ્સો મીડિયા દ્વારા જાણવા મળ્યું અને તરત જ મેં નિયામકને જાણ કરીને શિક્ષિકાની તમામ માહિતી મંગાવીને આ બાબતે 1 જાન્યુઆરીથી એક પણ રૂપિયો પગાર રુપે આપવામાં આવ્યો નથી અને શિક્ષિકા અમેરિકા ગયા ત્યારે સરકારની પરમિશન વગર તે ન જઈ શકે. તેઓએ અન્ય લાભ લીધો હશે. તો એ બાબતે શિક્ષિકા પર કાર્યવાહી કરવામાં આવશે.

શાળા ગયા વગર 2 લાખ કરતા વધારે પગાર લીધો: જો કે મોટી વાત એ છે કે, છેલ્લા 8 વર્ષથી આ મહિલા શિક્ષિકા વિદેશમાં રહીને માત્ર દિવાળીમાં જ 2 મહિનાનો 2 લાખ કરતા વધારે પગાર લઇ 10 મહિના માટે વિદેશ જતા રહે છે. તો એ વાત જગજાહેર છે કે, સરકારી અધિકારીઓનો સંડોવણી હોઇ શકે એમ શિક્ષણ મંત્રીને પણ 8 વર્ષ બાદ ખબર પડતી હોય તો કે ગુજરાતમાં કેવું શિક્ષણ ચાલી રહ્યું છે.

  1. ગોધરા ખાતે દાળ મિલમાંથી મળી આવ્યો અનઅધિકૃત જથ્થો, જાણો શું છે સમગ્ર મામલો - Unauthorized quantity of tuvar dal
  2. ભુજ માટે આજે નાગપાંચમીનો દિવસ નહીં પણ વિજય મહોત્સવ દિવસ, જાણો શા માટે?.... - Nagapanchami day 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.