ETV Bharat / state

Daman-Diu Loksabha: લોકસભા ચૂંટણી 2024ના પરિણામમાં પ્રથમ વિજયી બેઠક દમણ-દીવની હશે - લાલુ પટેલ, ભાજપ ઉમેદવાર - દમણ દીવ લોકસભા બેઠક

ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રદેશના કચિગામ મંડળના પ્રમુખ ગણેશ ભંડારી દ્વારા દમણ દીવના સાંસદ અને લોકસભા-2024 માટે દમણ દીવના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલનો "સન્માનિત અભિવાદન" સમારોહ યોજાયો હતો. જેમાં લાલુભાઈએ તમામનો આભાર માની લોકસભા ચૂંટણી 2024ના પરિણામમાં પ્રથમ વિજયી બેઠક દમણ-દીવની હશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Daman-Diu Loksabha
Daman-Diu Loksabha
author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 11, 2024, 9:35 AM IST

Daman-Diu Loksabha

દમણ: દમણના કચિગામ સ્થિત કંઠેશ્વર મહાદેવ મંદિરના પટાગણમાં દમણ દીવના સાંસદ અને લોકસભા-2024 માટે દમણ દીવના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલનો "સન્માનિત અભિવાદન" સમારોહ યોજાયો હતો. લાલુ પટેલે મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરી ગામના આગેવાનો, કાર્યકરોનું અભિવાદન ઝીલી સંબોધન કર્યું હતું.

Daman-Diu Loksabha
Daman-Diu Loksabha

પ્રથમ યાદીમાં જ નામ જાહેર કર્યું: લાલુભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, ચોથી વખત દમણ દિવના નાગરિકો, યુવાનો, કાર્યકરોની માંગણીને ધ્યાને રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની ટીમે પ્રથમ યાદીમાં જ તેમનું નામ જાહેર કર્યું છે. આ બેઠક તેઓ ચોક્કસ જીતશે. આ અભિવાદન કાર્યક્રમ બાદ તેઓ દીવ પ્રવાસે જશે. 2 દિવસના પ્રવાસ બાદ દમણમાં ફરી ડૉર ટૂ ડૉર ચૂંટણી પ્રચાર કરશે.

Daman-Diu Loksabha
Daman-Diu Loksabha

પચીસ હજારથી વધુ મતોથી લીડ મેળવવાનો વિશ્વાસ: લોકસભા ચૂંટણીના ઉમેદવાર લાલુભાઇના અભિવાદન કાર્યક્રમમાં દાદરા નગર હવેલી અને દમણ દિવના પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ જણાવ્યું હતું કે, ભાજપની પ્રથમ યાદીમાં દમણ દીવના ઉમેદવારનું નામ આવ્યું છે, તેવી જ રીતે ચૂંટણી પરિણામોમાં પણ પ્રથમ બેઠક દમણ-દિવ તરફથી જ હશે. લાલુભાઈના ત્રણ ટર્મના સફળ કાર્યકાળને ધ્યાનમાં રાખીને પાર્ટીએ ફરી એકવાર તેમના નામની મહોર મારી છે. લાલુભાઈ પટેલને વિજયી બનાવીને મોદીજીના “આ વખતે 400 પાર” ના સંકલ્પને પૂર્ણ કરવા હાકલ કરી હતી. અને દમણ દીવમાંથી પચીસ હજારથી વધુ મતોથી લીડ મેળવવાનો વિશ્વાસ સેવ્યો હતો.

Daman-Diu Loksabha
Daman-Diu Loksabha

ઉલ્લેખનીય છે કે, લાલુભાઈ પટેલ આ પ્રદેશના લોકપ્રિય નેતા છે. તે દરેક નાગરિક સાથે સંપર્ક રાખતા આવ્યા છે. સારા નરસા પ્રસંગોમાં અચૂક હાજરી આપે છે. ગરીબ દર્દીઓને મદદરૂપ થતા આવ્યા છે. જેનું નામ ચોથી વખત લોકસભા ચૂંટણીના ઉમેદવાર તરીકે જાહેર થતા ગામલોકો દ્વારા આ અભિવાદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ભાજપના આગેવાનો, પદાધિકારીઓ, ગામલોકો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

  1. CM IN DAHOD: દાહોદમાં વિકાસને વેગ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 314 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહુર્ત કર્યું
  2. Junagadh Lok Sabha Seat: જૂનાગઢ લોકસભા બેઠક પર વિકાસ માટે શું પરિવર્તન થશે ?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.