ETV Bharat / state

પોરબંદર જિલ્લાના બરડા અને ઘેડ વિસ્તારના ખેતરો જળમગ્ન, ખેડૂતોના પાકને નુકસાન - flood in Porbandar district

પોરબંદર જિલ્લા માં છેલ્લા ચાર દિવસથી વરસાદે તારાજી સર્જી છે, પોરબંદર શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખેતરો પાણીથી જળમગન છે, જેના કારણે હવે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. flood in Porbandar district

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 21, 2024, 7:41 AM IST

પોરબંદર જિલ્લાના બરડા અને ઘેડ વિસ્તારની સ્થિતિ વણસી (Etv Bharat Gujarat)

પોરબંદર: પોરબંદર પંથકમાં વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી દીધી છે એમાં પણ છેલ્લાં ત્રણ દિવસથી બરડા અને ઘેડ પંથકમાં 24 ઇંચ જેટલો વરસાદ ખાબકતાં સ્થિતિ વધુ ચિંતાજનક બની છે. પોરબંદર શહેરમાં રાજીવનગર ,બોખીરા અને છાંયા સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે.

ખેડૂતોના ખેતરોમાં ભરાયા પાણી
ખેડૂતોના ખેતરોમાં ભરાયા પાણી (Etv Bharat Gujarat)

બરડા-ઘેડ પંથકના ગામોની સ્થિતિ વણસી: આ ઉપરાંત પોરબંદરના બરડા વિસ્તારમાંના બગવદર ,બોરીચા બખરલા,સોઢાણા સહિતના ગામના ખેતરોમાં પાણી ભરાયા છે. આવી જ સ્થિતિ પોરબંદર નજીક ઓડદર , માધવપુર ઘેડના ચીકાસા ,રાતીયા,ગોસા, ટુકડા, મોચા, ચિંગરિયા, નવીબંદર સહિતના ગામોની છે, જ્યાં પણ વરસાદી પાણીએ લોકોની મુશ્કેલી વધારી છે.

પશુપાલકોની હાલત કફોડી: ખાસ તો પશુપાલકોના ઘરોમાં પાણી ભરાઈ જતા તેમને પોતાના પશુઓને રોડ પર રાખવાની નોબત આવી છે અને ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. લોકોની હાલાકી ઓછી હોય તેમ પોરબંદર જિલ્લાના ચીકાસા ગામથી જૂનાગઢ જતા રસ્તામાં પાણી ભરાતા આ માર્ગ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.

તંત્રની ઢીલી કામગીરીનો આરોપ: પોરબંદરમાં કહી શકાય કે, વરસાદે તારાજી સર્જી છે, ત્યારે તંત્ર દ્વારા મોટા ભાગના વિસ્તારમાં પહોંચી વળવામાં નિષફળ નીવડ્યું હોય તેમ ખુલીને સામે આવી રહ્યું છે. ચીકાસા સહિત અનેક ગામોમાં હજુ પણ અધિકારીઓ ફરક્યા નથી, લોકો રાહ જોઈ રહ્યા છે સરકારી મદદની અને ખેડૂતોને થયેલાં નુકસાનીના વળતરની, સરકારી બાબુઓ આવે અને વહેલી તકે સર્વે કરવામાં આવે તેવી ખેડૂતો એ સરકાર પાસેથી આશા સેવી છે .

પોરબંદર પંથક જળબંબાકાર: પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આ અંગે પોરબંદરના જિલ્લા કલેકટર અને અધિકારીઓ સાથે મળી સમીક્ષા બેઠક યોજી હતી અને નીચાણ વાળા વિસ્તારમાં મુલાકાત કરી હતી. ત્યાર બાદ સરકાર દ્વારા આગામી સમય માં મુશ્કેલીને પહોંચી વળવા પગલાં લેવાશે તેમ સાંસદ મનસુખ માંડવિયાએ ઈટીવી ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું.

  1. પોરબંદરમાં મેઘરાજાએ વધારી મુસીબત, ૫૫૪ લોકોનું સ્થળાંતર, શાળાઓમાં આજે રજા જાહેર - heavy rainfall in porbandar
  2. જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ : જળાશયો છલકાતા ગામડાઓમાં જળબંબાકાર, રેડ એલર્ટ યથાવત - Junagadh Weather Update

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.