બનાસકાંઠા: જિલ્લાના સરહદી તાલુકા વાવ, થરાદ, સુઈગામ SC/ST કેટેગરીના અનામતના લાભોમાં રાજ્ય સરકારને વર્ગીકરણની અનુમતિ આપતો ચુકાદો આવેલ છે. તે ચુકાદાથી SC/ST કેટેગરીની જાતિઓમાં આર્થિક માપદંડ દાખલ કરી તેમને કેટેગરી બનાવવા અને તે પ્રમાણે આર્થિક ધોરણે અનામત લાગુ કરવા રાજ્યોને જે સત્તા આપવામાં આવી છે. તે બંધારણીય બેન્ચ દ્વારા SC/ST કેટેગરીને મળતી અનામતના માપદંડમાં ફેરફાર કરવા સમાવિષ્ટ છે.
થરાદ ખાતે રેલી કાઢવામાં આવી: ચુકાદાના કારણે થરાદ ખાતે વાવ સુઈગામ થરાદ સહિતના મોટી સંખ્યામાં દલિત સમાજના યુવાનો, આગેવાનો, ઉપસ્થિત રહીને થરાદ ખાતે આવેલ બાબા સાહેબના સ્ટેચ્યુથી રેલી મારફતે નાયબ કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા. થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પણ આ રેલીમાં જોડાયા હતા અને નાયબ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
સુપ્રીમ કોર્ટ દ્વારા પેંતરો રચવામાં આવ્યો છે: આ મામલે યુવા ધારાશાસ્ત્રી વિમલ વેણે જણાવ્યું હતું કે, SC/ST કેટેગરીમાં વર્ગીકરણ બાબતે માન્ય સર્વોચ્ચ અદાલત દિલ્લીના તારીખ 1 ઓગસ્ટ 2024ના ચુકાદાને નિરસ્ત કરી SC/STની અનામત વ્યવસ્થાનો ચુકાદો એમ માત્ર પેતરો રચ્યો છે. આ મામલે લોકો કેવી ચળવળ કરશે અને કેવો માહોલ થશે તે જોવા માટે એક પેતરો રચવામાં આવ્યો છે . આ બાબતે સરકારને કોઈ મોકો ન મળ્યો એટલે સુપ્રીમ કોર્ટ દ્વારા આ એક પેંતરો રચવામાં આવ્યો છે. SC/ST સમાજ કેવો બળવો કરશે અને કેવો માહોલ બનાવશે. માત્ર ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે .હજુ 8 બેન્ચે ચુકાદો જાહેર કર્યો નથી. જો બિલ પાસ થશે તો કાયદો અમલમાં આવશે.
દલિત આગેવાનો અને પૂર્વ ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા: ભારત બંધમાં થરાદ શહેરના પૂર્વ પ્રમુખ લવજી વાણિયા, પરમાર નિલેશ જાંદલા,હિતેશ વાણીયા અને ભીમ સેના પ્રમુખ બાબુ ભાટિયા, દલિત સંગઠન બનાસકાંઠાના થરાદ એકમના પ્રમુખ મનહર ચૌહાણ, રામસી આંતરોલ, પીરોમલ નઝાર શિવ નગર, રાજપૂત ગુલાબસિંહ પૂર્વ ધારાસભ્ય થરાદ, અને દલિત વિકાસ મંડળ બનાસકાંઠા (ચૂડમેર) ના પ્રમુખ રાયસીંગ બૌદ્ધ, જિલ્લા દલિત સંગઠનના કો ઓર્ડિનેટર નાનજી હડિયલ, યુવા ધારાશાસ્ત્રી વી કે વેણ, વાવના દલિત સંગઠનના પ્રમુખ અને સેક્રેટરી શાન્તિલાલ રાઠોડ, થરાદ તાલુકાના અનુસૂચિત જાતિ અને જન જાતિના સામાજિક ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન શાન્તિલાલ કે વરણ , મોટી પાવડ દૂધ મંડળીના ચેરમેન પથુ રાઠોડ, વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને સમાજ હિત સાથે ભવિષ્યમાં થનાર અન્યાય સામે સખ્તાઇથી લડી લેવાનો સંકલ્પ લીધો હતો.