ETV Bharat / state

દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને મતગણતરી સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ - press conference by Dahod Collector

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 3, 2024, 7:55 PM IST

દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને મતગણતરી સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા અપાયેલ ગાઈડ લાઈન અનુસરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. જેમાં મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં થાય અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સૂચનો કરવામાં આવ્યા હતા.press conference by Dahod Collector

દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને મતગણતરી સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ
દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને મતગણતરી સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ (Etv Bharat gujarat)

ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને મતગણતરી સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ (Etv Bharat gujarat)

દાહોદ: લોકસભા સામાન્ય ચૂંટણી – 2024 અંતર્ગત દાહોદમાં ચુંટણીની મતગણતરી 4 જૂન ૨૦૨૪ના સવારે સરકારી ઈજનેરી કોલેજ, દાહોદ ખાતે હાથ ધરાનાર છે. જેના સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં થાય અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સુચારૂ આયોજનના ભાગરૂપે ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ ગાઈડ લાઈનને અનુસરીને પત્રકારો પોતાના તરફથી પણ પૂરતો સહકાર આપે તે માટેના જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.

ચૂંટણી પંચ દ્વારા 2 કાઉન્ટિંગ ઓબ્ઝર્વરની નિમણુંક: આ પ્રેસ કોન્ફરન્સ નિમિત્તે જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેએ મતગણતરી સ્થળ અંગેની મહત્વની માહિતી આપતાં જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ દ્વારા 2 કાઉન્ટિંગ ઓબ્ઝર્વરની નિમણુંક કરવામાં આવી છે જેમાં મોહમ્મદ અકબરવાની સંતરામપુર - 123, ફતેપુરા - 129, ઝાલોદ - 130, લીમખેડા - 131 અને દાહોદ 132 તેમજ કાઉન્ટિંગ ઓબ્ઝર્વર શ્રીબીર સિંહની ગરબાડા - 133 અને દેવગઢ બારીયા - 134 પર નિમણુંક કરવામાં આવી છે.

મીડિયા કર્મીઓ માટે તમામ વ્યવસ્થા કરાશે: સિક્યોરિટી પ્રોટોકોલ સાથે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. કાઉન્ટિંગ સ્ટાફ, ટેબલ વ્યવસ્થા, માઈક્રો ઓબ્ઝર્વર, કાઉન્ટિંગ આસિસ્ટન્ટ, 423 કાઉન્ટિંગ એજન્ટની નિમણુંક પણ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેએ વધુમાં ઉમેર્યું હતું કે, મીડિયા મિત્રો માટે મીડિયા રૂમ સહિત તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. પત્રકારો હેન્ડી કેમેરાનો ઉપયોગ કરી શકશે તેમજ મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ સહિત મીડિયા મિત્રોએ ચૂંટણી પંચ દ્વારા અપાયેલ ગાઈડ લાઈનનું પાલન કરવાનું રહેશે.

મત ગણતરી કેન્દ્ર પર ચા-નાસ્તો, ભોજન સહિતની વ્યવસ્થા: મત ગણતરી કેન્દ્ર પર પીવાના પાણી, ચા-નાસ્તો, ભોજન સહિતની વ્યવસ્થાઓ રાખવામાં આવી છે. મીડિયા સેન્ટર ખાતે રાઉન્ડ વાર મતગણતરીની વિગતો મતગણતરી કેન્દ્ર ખાતેથી સમયસર પહોંચે તે માટેનું ધ્યાન રાખવામાં આવશે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણી ફરજ પરના અધિકૃત ઓળખકાર્ડ ધરાવતા કર્મચારીઓને મુખ્ય ગેટમાંથી કમ્પાઉન્ડમાં સરળતાથી પ્રવેશ મળે તે માટેની કામગીરી, ઓળખકાર્ડથી ચકાસણી કરી મતગણતરી કેન્દ્રના કેમ્પસમાં પ્રવેશ અપાવવાની કામગીરી, મોબાઈલ ફોન તથા અન્ય વિજાણું યંત્રો સલામત કસ્ટડીમાં મુકવાની કામગીરી સહિતની બાબતો અંગે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

3 સ્તરમાં સિક્યોરિટી બંદોબસ્ત રહેશે: આ સાથે જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપસિંહ ઝાલાએ મતગણતરી સ્થળે કરવામાં આવેલ સિક્યોરિટી એરેન્જમેન્ટ અંગે વિગતે જાણકારી આપી હતી. CRPF, SRP તેમજ સ્થાનિક પોલીસ એમ મળી કુલ 3 સ્તરમાં સિક્યોરિટી બંદોબસ્ત રહેશે, બિન અધિકૃત કોઈપણ વ્યક્તિ અંદર પ્રવેશી ન શકે તેની પુરી તકેદારી રાખવામાં આવશે ઉપરાંત બેરીકેડ તેમજ ટ્રાફિકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે એમ તેમણે ઉમેર્યું હતું.

કાઉન્ટિંગ સુપરવાઈઝર્સને મોબાઈલની પરમિશન: નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર ચૂંટણી પંચ દ્વારા એપ્રુવ્ડ થયેલ ઓબ્ઝર્વર અને R.O. સહિત 7 A.R.O, 4 E.T.P.B.S કાઉન્ટિંગ સુપરવાઈઝર્સને મોબાઈલની પરમિશન આપવામાં આવી છે. ઉપરાંત 119 EVM કાઉન્ટિંગ સુપરવાઈઝર, 135 EVM કાઉન્ટિંગ આસિસ્ટન્ટ, 133 માઈક્રો ઓબ્ઝર્વર્સ, 22 પી. બી. કાઉન્ટિંગ સુપરવાઇઝર, 41 પી. બી. કાઉન્ટિંગ આસિસ્ટન્ટ, 22 માઈક્રો ઓબ્ઝર્વર, 4 ઈ. ટી. પી. બી. એસ. કાઉન્ટિંગ આસિસ્ટન્ટની નિમણુંક કરવામાં આવી છે.

  1. જાણો.. સંઘપ્રદેશ દમણ-દીવ લોકસભા બેઠકમાં કોની થશે જીત? કેટલી શક્યતા ? - Lok Sabha Elections 2024
  2. જાણો ક્યારે ક્યારે એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા, દિલ્હી-બિહાર સહિત આ રાજ્યોએ સૌને ચોકાવ્યા - WHEN EXIT POLL PROVED WRONG

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.