ETV Bharat / state

સાવધાન: અજાણ્યા કોલથી બની શકો છો સાયબર ક્રાઇમનો ભોગ, તાપી પોલીસે જાહેર કર્યો ટોલ ફ્રી નંબર - Cybercrime Security - CYBERCRIME SECURITY

આધુનિક ટેક્નોલોજીના માધ્યમથી થતાં અપરાધો એટલે સાયબર ક્રાઇમ. આમ આ ક્રાઇમનો ભોગ કોઈ નાગરિક ન બને તેમજ આ મુદ્દે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી તાપી જિલ્લા પોલીસ વડા દ્વારા સાઇબર ક્રાઈમ અંગે પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં સાઇબર ક્રાઈમથી લોકોએ કઈ રીતે બચવું તેમજ ટોલ ફ્રી નંબર વિશે જાણવામાં આવ્યું હતું. વાંચો વિસ્તૃત અહેવાલ. Cybercrime Security

ગુજરાત પોલીસ સાયબર સુરક્ષાના અત્યાધુનિક કંટ્રોલરૂમના માધ્યમાંથી લોકોને મદદરૂપ
ગુજરાત પોલીસ સાયબર સુરક્ષાના અત્યાધુનિક કંટ્રોલરૂમના માધ્યમાંથી લોકોને મદદરૂપ (etv bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 15, 2024, 7:22 AM IST

સાયબર ક્રિમીનલ દ્વારા આ જ ટેક્નોલોજીનો દુરુપયોગ કરી લોકો સાથે છેતરપિંડી પણ થઇ રહી છે (etv bharat gujarat)

તાપી: આજના ટેક્નોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ. મોબાઇલ, કોમ્પ્યુટર, ટેબલેટ, લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા-કાનુનનો ભંગ કરીને થતી છેતરપિંડી અને અપરાધ સામે રક્ષણ આપવા માટે ગુજરાત પોલીસ સાયબર ક્રાઇમ હવે સજ્જ થયું છે. ત્યારે ગુજરાત રાજ્યના પ્રત્યેક નાગરિકને “સાયબર ક્રાઇમ સુરક્ષા” આપવા માટે ગુજરાત પોલીસ સાયબર સુરક્ષાના અત્યાધુનિક કંટ્રોલરૂમના માધ્યમાંથી લોકોને મદદરૂપ થવા જઈ રહી છે.

તાપી જિલ્લા પોલીસ વડા દ્વારા સાઇબર ક્રાઈમ અંગે પત્રકાર પરિષદ યોજાઇ
તાપી જિલ્લા પોલીસ વડા દ્વારા સાઇબર ક્રાઈમ અંગે પત્રકાર પરિષદ યોજાઇ (etv bharat gujarat)

સાયબર ક્રાઇમ સુરક્ષા: સાયબર સુરક્ષા સામે કાનૂની કાર્યવાહી માટે પોલીસ સજાગ થયું છે. સાથે આજે આખા વિશ્વમાં ડીજિટલ ક્રાંતિ ફેલાઈ રહી છે ત્યારે તાપી જિલ્લો આ બાબતે ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે. લોકો ટેકનોલોજીનો સદઉપયોગ કરી રહ્યા તેના ઉપયોગથી જીવન સરળ બન્યું છે પરંતુ કેટલાક સાયબર ક્રિમીનલ દ્વારા આ જ ટેક્નોલોજીનો દુરુપયોગ કરી લોકો સાથે છેતરપિંડી પણ થઇ રહી છે. આથી સાયબર સુરક્ષાને લગતા પડકારો સામે આવી રહ્યા છે. અને આ બાબતે લોકોને સજાગ કરવા તાપી જિલ્લા પોલીસ વડા દ્વારા એક પત્રકાર પરિષદની યોજના કરવામાં આવી હતી.

સાઇબર ક્રાઈમ અંગેની 848 ફરિયાદ: તમને જણાવી દઈએ કે, તાપી જિલ્લામાં સાઇબર ક્રાઈમ અંગેની હજુ સુધી 848 ફરિયાદ નોંધાઇ છે, જે પૈકી ઘણીખરી ફરિયાદો ક્રાઇમના તુરંત બાદ નોંધણી થવાના પરિણામે એવા કેસોમાં નાણાં રિકવર કરવામાં સફળતા મળી હોવાનું પોલીસ વડા એ જણાવ્યું હતું. એટલે આ રીતે સાયબર ક્રાઇમ ભોગ બનેલા ઈસમો તુરંત પોલીસ હેલ્પ લાઇન નંબર 1930નો ઉપયોગ કરે અથવા પોલીસને જાણ કરે તેવું તેમણે જણાવ્યું હતું. વધુમાં માહિતી આપતા તેમણે અજાણ્યા કોલથી બચવા પર પણ ભાર મુક્યો હતો.

સાવધાન અજાણ્યા કોલથી થઈ શકે છે સાયબર ક્રાઇમ, શું તમને ખબર છે આ ટોલ ફ્રી નંબર?
સાવધાન અજાણ્યા કોલથી થઈ શકે છે સાયબર ક્રાઇમ, શું તમને ખબર છે આ ટોલ ફ્રી નંબર? (etv bharat gujarat)

પોલીસ કેસ પબ્લિકમાં જાહેર કરતી નથી: તાપી જિલ્લાના પોલીસ વડા રાહુલ પટેલએ પત્રકાર પરિષદ દરમિયાન માહિતી આપતા જણાવ્યું હતું કે, સાયબર ક્રાઇમ કરનારા આરોપીઓ મોટાભાગે અલગ અલગ પ્રકારની મોડસ ઓપરેન્ટી કરતા હોય છે. હમણા જે લેટેસ્ટ એક પ્રકારની મોડસ ઓપરેન્ટી ચાલે છે એની અંદર ભોગ બનનારને કોઈ પણ સમયે, સાંજના કે રાતના સમયે વિડિયો કોલ આવતા હોય છે. જેમાં કોઈ મહિલા હોય છે અથવા તો વિવિધ પ્રકારનું કોઈ કેરેક્ટર તમારી સાથે વાતચીત કરતું હોય છે અને આ વાતચીતની તેઓ વિડિયો રેકોર્ડિંગ કરી લેતા હોય છે. વીડિયો રેકોર્ડિંગ કર્યા પછી તમને ફોન કરતાં હોય છે કે, તમારા વિરૂદ્ધ આ રીતે ફરિયાદ થઈ છે અને તેનો ભય બતાવી છેતરપિંડી કરવામાં આવતી હોય છે. તો આવું કોઈ પણ ફ્રોડ થાય તો સૌથી પહેલા 1930 પર પોલીસને રિપોર્ટ કરવું જોઈએ. ઉપરાંત ઘણા લોકોને ભય હોય છે કે આની અંદર તેમનું નામ ખરાબ થશે તો તેમને જણાવી દઈએ કે, પોલીસ આવા કોઈ પણ કેસ પબ્લિકમાં જાહેર કરતી નથી. આમ માહિતી આપતા પોલીસ વડાએ લોકોને અજાણ્યાં કોલ થઈ દૂર રહેવા માટે અનુરોધ કર્યો હતો.

  1. 5Gના યુગમાં ઉત્તરાખંડના 845 ગામો મોબાઈલ નેટવર્કની સુવિધાથી અજાણ છે, ઘણા અંધારિયા ગામોમાં મોબાઈલ ફોન નથી - MOBILE TOWER IN UTTARAKHAND
  2. લોન્ચ કરાયેલ AI ટૂલ માણસોની જેમ વાત કરશે, જણાવશે તમારો મૂડ કેવો છે - OpenAI GPT 4o - Tell Your Mood OpenAI GPT 4o

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.