ETV Bharat / state

મજૂરોને હેરાન કર્યા વગર અવરજવર કરવા દેવાની અવેજમાં કસ્ટમના હેડ કોન્સ્ટેબલે માંગી લાંચ, ACBએ ઝડપી પાડ્યો - ACB arrested in Bribe case - ACB ARRESTED IN BRIBE CASE

લોભ લાલચને કારણે સરકારી તંત્રમાં ઉપરથી લઈ નીચે સુધીના તમામ વર્ગના કર્મચારીઓ અધિકારીઓ ભ્રષ્ટાચારના કિચડમાં ફસાઈ રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી તો કટકી વગર કામ થતુું જોવા મળે તો સલામ કરી જ દેજો કારણ કે આવા પ્રામાણિક લોકોની સરાહના પણ એટલી જ જરૂરી છે. કચ્છમાં કસ્ટમનો હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ACBના હાથે ઝડપાયો છે... - ACB arrested in Bribe case

ACBની હેડ કોન્સ્ટેબલ સામે કાર્યવાહી
ACBની હેડ કોન્સ્ટેબલ સામે કાર્યવાહી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 21, 2024, 9:11 PM IST

કચ્છઃ કચ્છના કંડલાના સેઝમાં કસ્ટમનો હેડ કોન્સ્ટેબલ 3000 રૂપિયાની લાંચ લેતાં ACBના હાથે ઝડપાયો છે. ગરીબ મજૂરોને હેરાન કર્યાં વગર સરળતાથી અવરજવર કરવા દેવાની અવેજમાં કસ્ટમના હેડ કોન્ટેસ્ટબલે લાંચ માંગી હતી. ફરિયાદીની ફરિયાદના આધારે એસીબીએ ગોઠવેલા છટકા દરમિયાન લાંચ લેતા આક્ષેપિત ઝડપાયો હતો. આરોપી ઇશાક સમાએ રાજ્યસેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ગુનો કરતા એસીબી દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.

એસીબી સમક્ષ ફરિયાદ લખવનાર ફરિયાદીએ જણાવ્યું હતું કે, કંડલા ખાતે ખાનગી કંપનીમાં લેબર મેન્જમેન્ટનું કામ કરતા હોય આ કામના આક્ષેપીત ઈશાક અબ્દુલકરીમ સમા કે જે કંડલા સ્પેશિયલ ઈકોનોમીક ઝોનમાં કસ્ટમ વિભાગમાં હેડ કોનસ્ટેબલ છે તે ફરિયાદીની કંપનીના મજૂરોને કંડલા સ્પેશીયલ ઈકોનોમીક ઝોનના પ્રવેશગેટથી અવરજવર કરવા દેવા અને હેરાનગતી નહીં કરવા માટે 3000 રૂપિયાની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હતો. જેને લઈને તેમણે એસીબીની મદદ માગી હતી અને એસીબીએ તે પ્રમાણે મદદ પણ કરી હતી.

ફરિયાદીની ફરિયાદ આધારે એસીબીએ ગોઠવેલા લાંચના છટકા દરમ્યાન આ કામના આક્ષેપિતનાઓએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી 3000 રૂપિયાની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી. 3000 રૂપિયા લાંચના નાણાં સ્વીકારી પોતાના રાજ્ય સેવક તરીકેનાં હોદ્દાનો દુરઉપયોગ કરી સ્થળ ઉપરથી તે એસીબીના હાથે પકડાઇ ગયો હતો.

એસીબીના ટ્રેપીંગ ઓફીસર અને પોલીસ ઇન્સ્પેકટર ટી.એચ.પટેલે બોર્ડર વિભાગના સુપરવિઝન ઓફીસર અને મદદનીશ નિયામક કે.એચ.ગોહિલના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરી હતી. અગાઉ પણ મુન્દ્રા કસ્ટમના બે સુપ્રિટેન્ડેન્ટ અને વચેટિયા લાંચ લેતા ઝડપાયા હતા. આમ આ વર્ષે બે વખત કસ્ટમ વિભાગના કર્મચારીઓ લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાઇ ચૂક્યા છે.

  1. થરાદ: SC/ST વર્ગીકરણ બાબતે દલિત સમાજે વિરોધ પ્રદર્શન કરી નાયબ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર - BHARAT BANDH
  2. 'કાળા જાદુ' પર કાયદો લાવવા સહિત ગુજરાત વિધાનસભામાં રજૂ થશે આ બિલો, જાણો વધુ - Gujarat Vidhan Sabha Monsoon Season

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.