ETV Bharat / state

આઝાદીના અસહકાર આંદોલનમાં ગાંધી સરદારની જોડી હતી, સહકાર આંદોલનમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી છે - CM Bhupendra Patel - CM BHUPENDRA PATEL

ગાંધીનગરમાં રવિવારે સહકારિતા સંમેલન યોજાયું જેમાં સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા 10000 પદાધિકારીઓ હાજર હતાં. તેઓને ચૂંટણીમાં ભાજપને મદદ કરવા માટે અપીલ કરાઈ હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સહકારી ક્ષેત્રમાં થયેલી કામગીરી જણાવીને ભાજપને ચૂંટણીમાં વિજયી બનાવવા અપીલ કરી હતી.

Etv Bharatઆઝાદીના અસહકાર આંદોલનમાં ગાંધી સરદારની જોડી હતી, સહકાર આંદોલનમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી છે

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 29, 2024, 9:00 AM IST

ખેડૂતો અને નાના વેપારીઓને લાભ

ગાંધીનગર : ગાંધીનગર ખાતે સહકારિતા સંમેલન યોજાયું હતું. આ સહકારિતા સંમેલનમાં ગુજરાતભરમાંથી વિવિધ સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા 10000 પદાધિકારીઓ આવ્યા હતા. સહકારીતા સંમેલનમાં પદાધિકારીઓ પાસે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મદદ કરવા માટે અપીલ કરાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સરકારની કામગીરી સહકારી આગેવાનો સમક્ષ મૂકીને ભાજપને ચૂંટણીમાં વિજય બનાવવા અપીલ કરી હતી.

નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી : મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલે જણાવ્યું કે સહકારિતા શબ્દ ખરા અર્થમાં ચરિતાર્થ નરેન્દ્ર ભાઈએ કર્યો છે. આઝાદી પહેલા અસહકાર આંદોલનમાં ગુજરાત આગળ છે. અંગ્રેજો સામે અસહકાર આંદોલનમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલની જોડીએ નેતૃત્વ લીધું હતું. જ્યારે સહકાર આંદોલનમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી બની છે. નરેન્દ્ર મોદીએ પ્રથમ સહકારીતા મંત્રાલય બનાવ્યું અમિત શાહ મંત્રી બનાવ્યા છે.

400 પારનો નારો દોહરાવાયો : તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વખતે 400 પારના સંકલ્પ સાથે લોક સ્પષ્ટ છે. તેલંગાણામાં પણ લોકો મોદી મોદી કરતા થયા છે. દેશની આર્થિક તાકાત 11 થી 5 માં સ્થાને, હવે 3 સ્થાને આવીશું. દરેક સેકટરમાં મોટા બદલાવ થયા છે. દેશમાં ઇન્કમટેક્સ આપનાર 8 કરોડ થયા છે. gst આવક વધી છે. આવકનો લાભ હાઈસ્પીડ ટ્રેન સહિતના કરોડો રૂપિયાના વિકાસ કામોને મળશે. કોવિડની રસી ફ્રીમાં દેશમાં અપાઈ છે. કાશ્મીરમાં 370 કલમ દૂર થઈ છે. 370 કલમ દૂર કરવાથી કાશ્મીરી યુવકોના હાથમાં પથ્થરને બદલે લેપટોપ આવ્યા છે. 400 પાર માટે આપણે બધાએ જવાબદારી લેવાની છે. સુરતથી 1 કમળ દિલ્હી મોકલ્યું છે.

સહકાર ક્ષેત્રના સુધારા ગણાવ્યાં : ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું કે સહકારી શેત્રમાં મહિલાનું યોગદાન ઓછું છે. સહકારી ક્ષેત્રમાં મહિલાઓનું યોગદાન વધારવું પડશે. ભુપેન્દ્રભાઈ પટેલ સરકારના પ્રયાસથી અનેક બંધ સુગર મિલ શરૂ થઈ છે. સહકાર એટલે સહકાર અને સરકાર બંને એક બીજાના પર્યાય છે. મારા માટે સહકારી શેત્રે ચેલેન્જ હતી. અમે સહકાર ક્ષેત્રમાં મેન્ડેડ સિસ્ટમ લાગુ કરી છે. કેટલાક સહકારી આગેવાનોનું કોંગ્રેસ સાથે ઇલું ઇલું હતું. મેન્ડેડ પ્રથાને કારણે ભાજપના કાર્યકરોને સહકારી ક્ષેત્રમાં આગળ વધવાની તક મળી છે. મેન્ડેડ સિસ્ટમને કારણે દૂધ ડેરી, સુગર, ખેતી, apmc, બેન્ક વગેરેમાં bjp કાર્યકરો અનેક પદો ઉપર બિરાજમાન થયા છે. વહીવટીમાં પારદર્શકતા આવી છે. નુકસાનમાં ચાલતી અનેક સહકારી સંસ્થા નફામાં આવી છે.

વિકસિત ભારતનો સંકલ્પ મોદીએ આપ્યો : સી.આર. પાટીલે વધુમાં જણાવ્યું કે મોદીની લોકપ્રિયતા ટોચ પર છે. વિકસિત ભારતનો સંકલ્પ મોદીએ આપ્યો છે. આ જવાબદારી આપણે ઉપાડવી પડશે. ભૂતકાળમાં અનેક પ્રધાનમંત્રીની પક્ષ દ્વારા પસંદગી કરવામાં આવી હતી. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ડંકાની ચોટ પર પીએમ બનવાની જાહેરાત કરી હતી. તેમની પાસે ગુજરાતનું મોડલ હતું.

ખેડૂતો અને નાના વેપારીઓને લાભ : ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું કે ભારતની આઝાદીને 75 વર્ષે પૂર્ણ થયા બાદ કેન્દ્ર સરકારમાં અલગ સહકારિતા મંત્રાલય ન હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સહકારીતા મંત્રાલય બનાવીને અમિત શાહને આ જવાબદારી સોંપી હતી. ત્યારબાદ દેશભરમાં તમામ સહકારી સંસ્થાઓ એક સાથે કામ કરી શકે તેવા કાયદાઓ બનાવ્યા. ગ્રામ્ય કક્ષાની પ્રાઇમરી કો ઓપરેટિવ સોસાયટી જે મર્યાદિત વ્યવસાય કરી શકતી હતી તેના બદલે તમામ પ્રકારના વ્યવસાયો કરી શકે તેની મંજૂરી આપી તેના કારણે મહિલાઓ યુવાનો ગરીબો ખેડૂતો અને નાના વેપારીઓને લાભ થયો છે.

  1. દેશના ખેડૂતોને ડોલર અને રૂપિયાની કિંમતને આધારે આર્થિક સધ્ધર થાય તે રીતની પોલિસી બનશે: દિલીપ સંઘાણી
  2. Amit Shah Gujarat Visit: સહકારી ક્ષેત્ર થકી ખેડૂતોની ઉપજમાં વેલ્યુ એડિશન કરો: અમિત શાહ

    બાઈટ - દિલીપ સંઘાણી, ચેરમેન, ઇફકો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.