ETV Bharat / state

ઝવેરી પંચના રિપોર્ટ મુજબ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવામાં આવે : કોંગ્રેસ OBC સેલ - Junagadh

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 13, 2024, 3:19 PM IST

જુનાગઢ, સોમનાથ, પોરબંદર, દ્વારકા, જામનગર જિલ્લા અને શહેરના કોંગ્રેસના કાર્યકર્તાઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં ઓબીસી સેલ દ્વારા ઝવેરી પંચના રિપોર્ટ અનુસાર આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજવાની માગ કરવામાં આવી છે... Gujarat Congress

ઝવેરી પંચની માગ સાથે કોંગ્રેસના નેતાઓની બેઠક
ઝવેરી પંચની માગ સાથે કોંગ્રેસના નેતાઓની બેઠક (Etv Bharat Reporter)

જુનાગઢઃ પ્રદેશ કોંગ્રેસ ઓબીસી મોરચા દ્વારા આજથી 15 તારીખ સુધી જુનાગઢ, સોમનાથ, પોરબંદર, દ્વારકા, જામનગર જિલ્લા અને શહેરના કાર્યકર્તાઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ઓબીસી વિભાગના પ્રદેશ અધ્યક્ષ રાજેશ ગોહિલે ઝવેરી પંચનો રિપોર્ટ લાગુ કરીને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજવામાં આવે તેવી માંગ કરી છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે શું કહે છે કોંગ્રેસ નેતા (Etv Bharat Reporter)
સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં કોંગ્રેસ ઓબીસી વિભાગની બેઠક
પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ દ્વારા આજથી સૌરાષ્ટ્રના જિલ્લામાં ઓબીસી કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ સાથેની એક બેઠકનું આયોજન થયું છે. જેમાં આજથી આગામી 15 તારીખ સુધી જિલ્લા અને શહેર કોંગ્રેસ ભવનમાં ઓબીસી ડિપાર્ટમેન્ટની બેઠક યોજવામાં આવનાર છે. જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર દ્વારકા અને જામનગર કોંગ્રેસ ભવન સાથે પક્ષના ઓબીસી ડિપાર્ટમેન્ટના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે પ્રદેશના ઓબીસી વિભાગના અધ્યક્ષ રાજેશ ગોહિલ મહેશભાઈ રાજપુત અને અન્ય ઓબીસી આગેવાનો દ્વારા બેઠક હાથ ધરાઈ હતી. આગામી સ્થાનિક સ્વરાજ નગરપાલિકા જિલ્લા પંચાયત અને મહા નગરપાલિકાની ચૂંટણીઓમાં ઓબીસી અનામતને લઈને તેની અમલવારી થાય તેવી માંગ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રાજેશ ગોહિલે માંગ કરી છે.ઝવેરી પંચનો રિપોર્ટ બને અમલીપ્રદેશ કોંગ્રેસ ઓબીસી વિભાગના અધ્યક્ષ રાજેશ ગોહિલે આજે જુનાગઢ ખાતે જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં પક્ષના કાર્યકર્તાઓ અને ઓબીસી સમાજમાંથી આવતા નેતાઓ અને કાર્યકર્તાઓ વચ્ચે એક બેઠકનું આયોજન થયું હતું. આ બેઠક આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની સાથે જિલ્લા પંચાયત નગરપાલિકા અને મહાનગરપાલિકાને લઇને પણ મહત્વની માનવામાં આવી રહી છે. રાજ્ય સરકારે 27% ઓબીસી અનામત આપ્યું છે, પરંતુ પ્રદેશ અધ્યક્ષ રાજેશ ગોહિલે ઝવેરી પંચનો રિપોર્ટ સાર્વત્રિક કરવામાં આવે અને તેમાં સૂચવવામાં આવેલી વસ્તી અનુસાર ઓબીસી સમાજને ગ્રામ પંચાયત થી લઈને જિલ્લા પંચાયત અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓબીસી અનામત આપવામાં આવે તેવી માંગ પણ કરી હતી.

'રાહુલ ગાંધી સતત કરી રહ્યા છે માંગ'

રાજેશ ગોહિલે કહ્યું કે, લોકસભામાં નેતા વિપક્ષ અને કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પણ લોકસભાથી લઈને તેમની સભામાં ઓબીસી સમાજને પૂરતું પ્રતિનિધિત્વ મળે તેની માંગ કરી રહ્યા છે. આ મુદ્દો વિપક્ષ દ્વારા સમગ્ર દેશમાં ચૂંટણી સભાની સાથે હવે દેશની સંસદમાં પણ સતત ચર્ચામા રાખવામાં આવી રહ્યો છે. તેની વચ્ચે ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ હવે ઓબીસી અનામતનો મુદ્દો વેગવંતો બની શકે છે. તેને ધ્યાન રાખીને કોંગ્રેસ દ્વારા જુનાગઢ સહિત સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં ઓબીસી સમાજના કાર્યકરો અને આગેવાનો સાથેની એક બેઠકનું આયોજન કરાઈ રહ્યું છે.

'સોનેરી જ્ઞાનનો ખજાનો', આ લાયબ્રેરીમાં છે સોનાની શાહીથી લખેલા પુસ્તકોના દુર્લભ ગ્રંથોનો સંગ્રહ - NATIONAL LIBRARIANS DAY 2024

ટોલ પ્લાઝા પર કાર ચાલક અને ટોલકર્મી વચ્ચે બબાલ, CCTVમાં કેદ થઈ માથાકૂટ - Fight at toll plaza

જુનાગઢઃ પ્રદેશ કોંગ્રેસ ઓબીસી મોરચા દ્વારા આજથી 15 તારીખ સુધી જુનાગઢ, સોમનાથ, પોરબંદર, દ્વારકા, જામનગર જિલ્લા અને શહેરના કાર્યકર્તાઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ઓબીસી વિભાગના પ્રદેશ અધ્યક્ષ રાજેશ ગોહિલે ઝવેરી પંચનો રિપોર્ટ લાગુ કરીને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજવામાં આવે તેવી માંગ કરી છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે શું કહે છે કોંગ્રેસ નેતા (Etv Bharat Reporter)
સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં કોંગ્રેસ ઓબીસી વિભાગની બેઠકપ્રદેશ કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ દ્વારા આજથી સૌરાષ્ટ્રના જિલ્લામાં ઓબીસી કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ સાથેની એક બેઠકનું આયોજન થયું છે. જેમાં આજથી આગામી 15 તારીખ સુધી જિલ્લા અને શહેર કોંગ્રેસ ભવનમાં ઓબીસી ડિપાર્ટમેન્ટની બેઠક યોજવામાં આવનાર છે. જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર દ્વારકા અને જામનગર કોંગ્રેસ ભવન સાથે પક્ષના ઓબીસી ડિપાર્ટમેન્ટના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે પ્રદેશના ઓબીસી વિભાગના અધ્યક્ષ રાજેશ ગોહિલ મહેશભાઈ રાજપુત અને અન્ય ઓબીસી આગેવાનો દ્વારા બેઠક હાથ ધરાઈ હતી. આગામી સ્થાનિક સ્વરાજ નગરપાલિકા જિલ્લા પંચાયત અને મહા નગરપાલિકાની ચૂંટણીઓમાં ઓબીસી અનામતને લઈને તેની અમલવારી થાય તેવી માંગ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રાજેશ ગોહિલે માંગ કરી છે.ઝવેરી પંચનો રિપોર્ટ બને અમલીપ્રદેશ કોંગ્રેસ ઓબીસી વિભાગના અધ્યક્ષ રાજેશ ગોહિલે આજે જુનાગઢ ખાતે જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં પક્ષના કાર્યકર્તાઓ અને ઓબીસી સમાજમાંથી આવતા નેતાઓ અને કાર્યકર્તાઓ વચ્ચે એક બેઠકનું આયોજન થયું હતું. આ બેઠક આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની સાથે જિલ્લા પંચાયત નગરપાલિકા અને મહાનગરપાલિકાને લઇને પણ મહત્વની માનવામાં આવી રહી છે. રાજ્ય સરકારે 27% ઓબીસી અનામત આપ્યું છે, પરંતુ પ્રદેશ અધ્યક્ષ રાજેશ ગોહિલે ઝવેરી પંચનો રિપોર્ટ સાર્વત્રિક કરવામાં આવે અને તેમાં સૂચવવામાં આવેલી વસ્તી અનુસાર ઓબીસી સમાજને ગ્રામ પંચાયત થી લઈને જિલ્લા પંચાયત અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓબીસી અનામત આપવામાં આવે તેવી માંગ પણ કરી હતી.

'રાહુલ ગાંધી સતત કરી રહ્યા છે માંગ'

રાજેશ ગોહિલે કહ્યું કે, લોકસભામાં નેતા વિપક્ષ અને કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પણ લોકસભાથી લઈને તેમની સભામાં ઓબીસી સમાજને પૂરતું પ્રતિનિધિત્વ મળે તેની માંગ કરી રહ્યા છે. આ મુદ્દો વિપક્ષ દ્વારા સમગ્ર દેશમાં ચૂંટણી સભાની સાથે હવે દેશની સંસદમાં પણ સતત ચર્ચામા રાખવામાં આવી રહ્યો છે. તેની વચ્ચે ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ હવે ઓબીસી અનામતનો મુદ્દો વેગવંતો બની શકે છે. તેને ધ્યાન રાખીને કોંગ્રેસ દ્વારા જુનાગઢ સહિત સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં ઓબીસી સમાજના કાર્યકરો અને આગેવાનો સાથેની એક બેઠકનું આયોજન કરાઈ રહ્યું છે.

'સોનેરી જ્ઞાનનો ખજાનો', આ લાયબ્રેરીમાં છે સોનાની શાહીથી લખેલા પુસ્તકોના દુર્લભ ગ્રંથોનો સંગ્રહ - NATIONAL LIBRARIANS DAY 2024

ટોલ પ્લાઝા પર કાર ચાલક અને ટોલકર્મી વચ્ચે બબાલ, CCTVમાં કેદ થઈ માથાકૂટ - Fight at toll plaza

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.