ETV Bharat / state

રાજકોટમાં સ્મશાન લાકડા કૌભાંડ મામલે કોંગ્રેસે મ્યુનિસિપલ કમીશ્નરને રજૂઆત કરી - Corruption in Rajkot Corporation - CORRUPTION IN RAJKOT CORPORATION

રાજકોટ મહાનગરપાલિકાનું વધું એક કૌભાંડ સામે આવ્યું છે. જેમાં ગાર્ડન શાખાએ શહેરમાં તૂટેલા વૃક્ષોને સ્મશાનમાં સુધી નહી પહોંચ્યાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. Corruption in Rajkot Corporation

રાજકોટમાં સ્મશાન લાકડા કૌભાંડ મામલે કોંગ્રેસે મ્યુનિસિપલ કમીશ્નરને રજૂઆત કરી
રાજકોટમાં સ્મશાન લાકડા કૌભાંડ મામલે કોંગ્રેસે મ્યુનિસિપલ કમીશ્નરને રજૂઆત કરી (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 6, 2024, 6:20 PM IST

રાજકોટમાં સ્મશાન લાકડા કૌભાંડ મામલે કોંગ્રેસે મ્યુનિસિપલ કમીશ્નરને રજૂઆત કરી (Etv Bharat gujarat)

રાજકોટ: મનપાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. જેમાં ગાર્ડન શાખાએ શહેરમાં તૂટેલા વૃક્ષોને સ્મશાનમાં મોકલવાને બદલે બારોબાર વહેચી નાખ્યા હોવાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યો છે. ગાર્ડન શાખાએ મોકલેલા લાકડા સ્મશાન સુધી પહોંચ્યા નહીં હોવાનું સ્મશાન સંચાલકનું કહેવું છે. આમ કાગળ ઉપર સ્મશાનમાં મોકલેલા લાકડા સ્મશાન સુધી નહીં પહોંચતા કોંગ્રેસના નેતાઓ મનપા કચેરી ખાતે લાકડા લઈને પહોંચ્યા હતા અને કહ્યું હતું કે, મનપાના શાસકોને સ્મશાનમાં પણ જગ્યા નહીં મળે. આ સમયે મ્યુનિસિપલ કમિશ્નરને રજૂઆત કરવામાં આવતા તેમના દ્વારા તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે. તેવી બાંહેધરી આપવામાં આવી હતી.

રાજકોટમાં સ્મશાન લાકડા કૌભાંડ મામલે કોંગ્રેસે મ્યુનિસિપલ કમીશ્નરને રજૂઆત કરી
રાજકોટમાં સ્મશાન લાકડા કૌભાંડ મામલે કોંગ્રેસે મ્યુનિસિપલ કમીશ્નરને રજૂઆત કરી (Etv Bharat gujarat)

રાજકોટ મનપા વિરોધ પક્ષે આક્ષેપ કર્યા: રાજકોટ મનપા વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયા જણાવ્યું હતું કે, રાજકોટ મનપાના શાસકો કાયમ પોલીસને આગળ કરે છે. અમે એવું કહેવા માંગીએ છીએ કે, અત્યારસુધી ઘણા બધા કૌભાંડો થયા પરંતુ હવે સ્મશાનના લાકડાઓને તો છોડો. મનપા શાસકોને મૃત્યુ બાદ સ્મશાનમાં પણ જગ્યા નહીં મળે. ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલ રાજાણી સહિતના આગેવાનોએ મ્યુનિસિપલ કમિશ્રરને દેવાંગ દેસાઈને રજૂઆત કરી હતી કે આ અંગે યોગ્ય તપાસ થવી જોઈએ જે કોઈ દોષિત હોય તેના વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી થવી જોઈએ.

કૌભાંડીઓ સામે કાર્યવાહીની માંગ: આ મ્યુનિસિપલ કમિશ્નર દેવાંગ દેસાઈએ કોંગ્રેસના નેતાઓની રજૂઆત સાંભળી હતી અને આગમી તારીખ 15 સુધી તપાસ કરી જવાબદાર સામે પગલાં લેવામાં આવશે. જો કે, આ સમયે પણ કોંગ્રેસના નેતાઓએ કહ્યું હતું કે, વિજિલન્સને તપાસ સોંપવામાં આવે તો 2 થી 3 દિવસમાં તપાસ થઈ જાય અને જવાબદારો સામે પગલાં લઈ શકાય. જો કે, મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા સમય માગવામાં આવ્યો હતો અને બાદમાં વહેલી તકે કૌભાંડીઓ સામે કાર્યવાહી કરવા માટે કોંગ્રેસ નેતાઓએ માગણી કરી હતી.

આ પણ વાંચો:

  1. જૂનાગઢ પર ફરી એક વખત પાકિસ્તાનનો હાસ્યાસ્પદ દાવો, ભારત પર કબજો કર્યાનો આક્ષેપ - Ridiculous statement of Pakistan
  2. ભાજપના સદસ્યતા અભિયાન સામે રાજકોટના લોકોએ શરૂ કર્યું "ખાડા બુરો મદદ સદસ્યતા અભિયાન" - Rajkot Road problems

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.