રાજકોટ: જિલ્લામાં કાલે TRP ગેમઝોનમાં લાગેલી આગની ભયાનક દુર્ઘટના બદલ રાજ્યના તમામ લોકો ખેદ વ્યક્ત કરી રહ્યા છે. આવા સમયગાળામાં ધોરાજીથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે નિવેદન આપતા કહ્યું છે કે, ગુજરાત ભરમાં અનેક દુર્ઘટનાઓ બની છે. દુર્ઘટના બાદ જવાબદારો સામે પગલાં લેવામાં સરકાર હંમેશા નિષ્ફળ નીવડી છે. રાજકોટના ગેમઝોનમાં આગ લાગવાની ઘટનાને વસોયા એ દુઃખદ ગણાવી જવાબદાર ગેમઝોન સંચાલકો સામે પગલાં લેવાનું જણાવ્યું છે. માત્ર એટલુંજ નહીં પરંતુ જવાબદાર અધિકારીઓ સામે પણ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી તેમનું માનવું છે. વસોયાના કહેવા અનુસાર આ ઘટનામાં માત્ર સંચાલકઓજ નહીં પણ નિરીક્ષણ માટે ગોઠવવામાં આવેલા સરકારી અધિકારીઓ પણ એટલાજ જવાબદાર છે.
જીવની કિંમત 4 લાખ આંકવી શરમજનક છે: લલિત વસોયાએ તેમના નિવેદનમાં આગાળ જણાવતા વસોયએ તેમનો અભિપ્રાય આપતા જણાવ્યું કે, "સરકાર એ માત્ર 4 લાખની સહાય જાહેર કરી અને ધન્યતા અનુભવી. માસૂમના જીવની કિંમત 4 લાખ આંકવામાં આવી છે. જે શરમજનક બાબત છે." તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, ગુજરાતમાં ચાલી રહેલા ગેર કાયદેસર ગેમઝોન અને મોલ બંધ કરાવવા જોઈએ. સરકાર માત્ર સહાયની જાહેરાત કરી અને ધન્યતા અનુભવે છે. ભૂતકાળમાં અનેક આવા અકસ્માતના બનાવ બન્યા છતા તે ઘટનાના જવાબદારો સામે નક્કર કાર્યવાહી કરવામાં આવેલ હોય તેવું જોવા મળ્યું નથી.
રાજકોટ ઘટના એ ખરેખર ન દુખદ ઘટના છે. આ ઘટનામાં મૃત્ય પામેલા મૃતકોને ન્યાય મળવો જોઈએ અને હું કોંગ્રેસ પક્ષ તરફથી સરકારને અપીલ કરી છું કે, તે આ મુદ્દે કડક પગલાં લે અને જવાબદાર વ્યક્તિઓને સજા કરે. પૂર્વ ધારાસભ્યએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું.