ETV Bharat / state

દ્વારકામાં અતિવૃષ્ટિને પગલે લીલો દુષ્કાળ જાહેર કરવા કોંગ્રેસની માંગ, કલેકટર કચેરીએ આપ્યું આવેદનપત્ર - demand to declare green drought

ગુજરાતમાં ભારે વરસાદ પડતાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. અતિવૃષ્ટિને કારણે નાગરિકોની સાથે સાથે ખેડૂતો પણ હેરાન પરેશાન થઈ ગયા છે. પરિણામે વધુ પડતો વરસાદ ખાબકતા કેન્દ્ર સરકારના મેન્યુઅલ મુજબ લીલો દુષ્કાળ જાહેર કરવા આજ રોજ ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. જાણો. demand to declare green drought

દ્વારકામાં અતિવૃષ્ટિને પગલે લીલો દુષ્કાળ જાહેર કરવા કોંગ્રેસની માંગ
દ્વારકામાં અતિવૃષ્ટિને પગલે લીલો દુષ્કાળ જાહેર કરવા કોંગ્રેસની માંગ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 5, 2024, 6:29 PM IST

ખેડૂતોને અલગથી રૂપિયા 25000 પ્રતિ હેકટર દીઠ ચૂકવવાની માંગ કરવામાં આવી (Etv Bharat Gujarat)

દ્વારકા: જિલ્લામાં 251 ટકા જેટલો વરસાદ ખાબકતા કેન્દ્ર સરકારના મેન્યુઅલ મુજબ લીલો દુષ્કાળ જાહેર કરવા ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. પરિણામે આજ રોજ ખેડૂતો એકઠા થઈને કલેકટર કચેરીએ આવેદન આપવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે, ખેડૂતો દ્વારા લેવામાં આવેલ પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવા તેમજ ખેડૂતોને અલગથી રૂપિયા 25000 પ્રતિ હેકટર દીઠ ચૂકવવાની માંગ કરવામાં આવી હતી.

મોટી સંખ્યામાં ધરતીપુત્રો ઉપસ્થિત રહ્યા: ઉપરાંત પશુ પાલકોના અનેક પશુ વરસાદના પગલે મર્યા છે તેમના માલિકને તેમજ જીવિત પશુ તેમજ પશુ પાલકનું પોતાનું જીવન ચલાવવા યોગ્ય સહાયની પણ માંગ કરવામાં આવી છે. તો સાગર ખેડૂ માછીમારો 45 દિવસથી દરિયો ન ખેડી શક્યા તેમજ વરસાદના પગલે તેમની હાલત કથળી જતાં તેમને પણ અલગથી તાત્કાલિક સહાય ચૂકવવા માંગ કરવામાં હતી. આવેદન પત્ર આપવા માટે પાલ આંબલીયા, દેવું ગઢવી, વિક્રમ માડમ સહિતના આગેવાનો ઉપરાંત મોટી સંખ્યામાં ધરતીપુત્રો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો:

  1. વિરપુર પંથકના ખેડૂતોની ચિંતામાં વધારો: વધુ પડતા વરસાદને કારણે પાક બળી ગયો - Crops burnt due to excessive rain
  2. સ્માર્ટ સિટી ગાંધીનગરમાં જ સ્કૂલ બસનું ટાયર ભુવામાં બેસી ગયુંઃ શિક્ષક દિવસે વિકાસની પરીક્ષા - Road in Gujarat

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.