ETV Bharat / state

સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે જૂનાગઢના આંગણે, લોકસભાની ચૂંટણીને લઈને બંધ બારણે બેઠક શરૂ - Lok Sabha election 2024 - LOK SABHA ELECTION 2024

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે જૂનાગઢના પ્રવાસે છે. અહીં જૂનાગઢ ભાજપ કાર્યાલય ખાતે લોકસભા ચૂંટણીને લઈ પાર્ટીના કાર્યકરો સાથે બેઠક કરી છે. આ તકે ભાજપ સંગઠનના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે જૂનાગઢના આંગણે
સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે જૂનાગઢના આંગણે
author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 3, 2024, 1:52 PM IST

સીએમ પટેલનું જૂનાગઢમાં આગમન

જૂનાગઢ : લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે જૂનાગઢ આવી પહોંચ્યા છે. ભાજપ કાર્યાલય ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સાથે જૂનાગઢ લોકસભા બેઠકના પ્રભારી ઉદય કાનગડ, જૂનાગઢના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ પાર્ટીના કાર્યકરો સાથે બંધ બારણે બેઠક કરી છે. જોકે, જવાહર ચાવડા અને હર્ષદ રીબડીયાની સાથે કોડીનાર તાલાલા અને ઉનાના ધારાસભ્યની ગેરહાજરી પણ સામે આવી છે.

સીએમ પટેલનું જૂનાગઢમાં આગમન : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે જૂનાગઢની મુલાકાતે છે. ગિરનાર કમલમ કાર્યાલય ખાતે બંધ બારણે સીએમ પટેલે ભાજપના કાર્યકરો સાથે બેઠક કરી છે. જેમાં જૂનાગઢ લોકસભા સીટના પ્રભારી ઉદય કાનગડની સાથે ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા, જૂનાગઢ અને માંગરોળના ધારાસભ્ય સંજય કોરડીયા અને ભગવાનજીભાઈ કરગઠિયાની સાથે જૂનાગઢ શહેર પ્રમુખ પુનિત શર્મા, જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ સાથે જૂનાગઢ લોકસભા બેઠકમાં આવતા અગ્રણી કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે.

આજના એજન્ડા : આજની આ બેઠક આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈને ભાજપ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી છે. રાજ્યમાં કેટલીક લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર સામે વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે જૂનાગઢ લોકસભા સાથે જિલ્લાની સરહદે જોડાયેલ રાજકોટ લોકસભા બેઠકમાં પણ વિવાદ ચાલી રહ્યો છે. તેને પગલે જૂનાગઢમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની આ બેઠક રણનીતિની દ્રષ્ટિએ પણ ભાજપ માટે ખૂબ જ મહત્વની માનવામાં આવે છે.

આ નેતાઓ ગેરહાજર : આ બેઠકમાં પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા અને હર્ષદ રીબડીયાની ગેરહાજરી ઉડીને આંખે વળગી રહી છે. પાછલા એકાદ વર્ષથી જવાહર ચાવડા ભાજપની તમામ બેઠકોમાંથી પોતાની જાતને દૂર રાખી રહ્યા છે. તો પાછલા 15 દિવસમાં બીજી વખત વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડીયા પણ ભાજપની બેઠકમાં સામેલ થતા નથી. જેને લઈને પણ આ બેઠક ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે.

બેઠકમાં ચર્ચાનો દોર શરૂ : વિસાવદર વિધાનસભા જૂનાગઢ લોકસભામાં આવે છે, જ્યારે માણાવદર વિધાનસભા પોરબંદર લોકસભામાં આવે છે. આ લોકસભાના ભૂતપૂર્વ ધારાસભ્યનો દબદબો તેમના મત વિસ્તારમાં રહ્યો છે, તેવા જવાહર ચાવડા અને હર્ષદ રીબડીયાની ગેરહાજરી આગામી દિવસોમાં ભાજપ માટે કોઈ મોટી ચિંતાનો વિષય પણ બની શકે છે. આ અંગેની ચર્ચા પણ આજે ભાજપના કાર્યકરો અને પદાધિકારીઓ સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સ્વયં કરે છે તેવી પૂરી શક્યતા છે.

વર્તમાન ધારાસભ્ય પણ અનુપસ્થિત : જૂનાગઢ લોકસભા બેઠકમાં વિધાનસભા તરીકે સમાવેશ થયેલ અને જ્યાંથી ભાજપ ઉમેદવાર ધારાસભાની ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે, તેવી ઉના, કોડીનાર અને તાલાલા બેઠકના ધારાસભ્ય પણ આજની બેઠકમાં ગેરહાજર જોવા મળ્યા છે. તેમની ગેરહાજરીનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પરંતુ તેઓ લોકસભાની ચૂંટણીને લઈને તેમની વિધાનસભામાં પાર્ટી દ્વારા કોઈ કામ સોંપવામાં આવ્યું હશે એવું ચર્ચાઈ રહ્યું છે.

  1. પ્રદેશ ભાજપ પ્રમુખે જૂનાગઢ કાર્યાલયનું કર્યું લોકાર્પણ, જવાહર ચાવડા અને હર્ષદ રીબડીયાની ગેરહાજરી
  2. જૂનાગઢના આગામી સાંસદ સામે જન સમસ્યાઓ અને લોક પ્રશ્નોની ભરમાર, મતદારોએ રજૂ કરી વિવિધ માંગણીઓ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.