ભાવનગર : ગુજરાતમાં પુરૂસોત્તમ રૂપાલાના મુદ્દે જાગેલા વિવાદ વચ્ચે આજે ચોક અને ગામના ચોરામાં ચર્ચાઓ છે. રુપાલાની ટિકિટ કાપવામાં આવશે કે નહીં તેની ચર્ચા છે. જો કે ચૂંટણી માથે હોય ત્યારે રાજકીય પક્ષોને અને સમાજોમાં તેની અસર કેવી પડી શકે છે. આ મુદ્દાઓને લઈને રાજકીય વિશ્લેષકોનો મત જાણવાની કોશિશ કરી હતી. ભાવનગરના બે પીઢ પત્રકારોએ ઉભી થયેલી પરિસ્થિતિ વિશે પોતાના મત આપીને સલાહ પણ સૂચવી દીધી છે.
રાજપૂત સમાજના વિરોધથી વર્ગવિગ્રહ : ભાવનગરમાં રાજપૂત સમાજે વિરોધ નોંધાવ્યો છે. ત્યારે ગુજરાતની સ્થિતિને પગલે ભાવનગરના પીઢ પત્રકાર મહેન્દ્રભાઈ ઝવેરીએ જણાવ્યું હતું કે પહેલી વાત તો એ છે કે જ્ઞાતિવાદનું રાજકારણ ખતમ થવું જોઈએ. લોકશાહીમાં જ્ઞાતિવાદ ન હોય. ત્યારે અત્યારે જે રીતે રાજકીય હવામાન છે. એમાં મતોને જ્ઞાતિવાદના ધોરણે ઉમેદવારોને પસંદગી કરવી અથવા બીજા કોઈ લાભ આપવા વગેરે થઈ રહ્યો છે. ત્યારે અત્યારે ક્ષત્રિયોની ઘટના બની રહી છે, એમાં પહેલી વાત એ છે કે પુરૂસોત્તમ રૂપાલાએ બે વખત માફી માંગી છે. એ પછી રાષ્ટ્રીય પક્ષ એવા ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખે પણ બે હાથ જોડીને વિનંતી કરી છે. ત્યારે માત્રને માત્ર આ વ્યક્તિ સાથે કોઈ સખત અણ બનાવ હોવો જોઈએ. ક્ષત્રિયોને ભાજપ સાથે વાંધો નથી.
બીજી તરફ ભાજપ આ મુદ્દાને પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવતી હોય એવું લાગે છે કે રૂપાલાને ખસેડવા માટે કોઈપણ જાતની હિલચાલ થતી નથી. આ વખતની ચૂંટણીનું વાતાવરણ કઈક જુદું છે, કે બરોડામાં જે બન્યું. ચૂંટણીની જાહેરાત પહેલા ઉમેદવારો નક્કી થઈ ગયાં, એટલે કંઈક વિચિત્ર ઘટનાઓ આકાર લેશે એ વાત બહુ સ્પષ્ટ છે. પણ અત્યારે જે ક્ષત્રિયોનો મુદ્દો છે.ક્ષત્રિયોએ સોશિયલ મીડિયામાં જબરો મારો રાખ્યો હતો અને હવે પટેલો પણ સોશિયલ મીડિયા પર રૂપાલાની ફેવરમાં આવ્યા છે. એથી વિશેષ બીજી જ્ઞાતિઓ પણ, આજે જ મળતી માહિતી મુજબ અમરીશ ડેર અમરેલીના રાજકોટમાં પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં મોટું સંમેલન બોલાવે છે. એવી રીતે કલાકારો પણ આમાં મહત્વનો ભાગ ભજવશે. મતની જો વાત કરીએ તો ભાજપના નામે કોઈ પણ માણસને મૂકો તો પણ જીતી જશે, એટલે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બંને પક્ષોએ છોડી લોકહીતમાં નિર્ણય કરે તે વધુ ઇચ્છનીય છે. પરસોતમ રૂપાલાએ આવેશમાં કે કોઈ પણ રીતે આક્ષેપો કર્યા છે એ ખરેખર સારા નથી. એની સામે પગલાં લેવાવા જોઈએ તેવું અંગત મારુ માનવું છે...મહેન્દ્રભાઈ ઝવેરી (પીઢ પત્રકાર)
વર્ગવિગ્રહ કેમ ઉભો થાય : ભાવનગરના પીઢ પત્રકાર અરવિંદ સ્વામીએ જણાવ્યું હતું કે એમાં એવું છે કે ક્ષત્રિય સમાજનો જે વિરોધ છે એમ કહે છે કે ભાઈ અમારે રૂપાલાની ટિકિટ રદ કરો,એવી કઈ અલગ માગણી છે. પાર્ટી માટે બહુ મોટો પ્રશ્ન છે. ભાજપ માટે એ પ્રશ્ન છે કે જો એ રૂપાલાની ટિકિટ અત્યારે રદ કરે તો બીજી ત્રણ ચાર જગ્યા એવી છે. દાખલા તરીકે હું તમને કહું કે જૂનાગઢમાં પરિસ્થિતિ એવી છે, પોરબંદરમાં પરિસ્થિતિ એવી છે, આણંદમાં પણ કંઈક એવું છે, વલસાડમાં પણ કંઈક એ રીતનું છે, સાબરકાંઠા બનાસકાંઠાનો પણ પ્રશ્ન ઉભો છે, તો આ બધી જગ્યાએ એનો ચેપ લાગે. હું નથી માનતો કે પાર્ટી કોઈપણ રીતે રૂપાલાની ટિકિટ રદ કરે. વાત છે ક્ષત્રિય સમાજની અને રૂપાલાની, પરંતુ છેલ્લા બે ત્રણ દિવસનો જે આખો ઘટનાક્રમ આપણે જોઈએ છીએ તે ઘટનાક્રમ જોતા એવું લાગે છે. એક ચિંતાનો વિષય છે કે પાટીદાર વર્સીસ ક્ષત્રિય ઉપર ન થાય તો સારું અને ન થવું જોઈએ. ત્યારે એને ખૂબ માઠા પરિણામો પ્રજાએ પણ ભોગવ્યા છે. આનો કોઈ પણ રીતે એક ઉકેલ એક બંને પક્ષને માન્ય હોય એવો ઉકેલ લાવવો જોઈએ.
બીજી વાત રહી કોંગ્રેસના ફાયદાની. તો એ તો સ્વાભાવિક છે કે કોઈપણ વિરોધ પક્ષ હોય છે એમાં એને દોડવું હોય અને ઢાળ મળતું હોય છે. એને કોઈ મુદ્દો મળી જતો હોય છે. ઇલેક્શન માથા પર હોય છે, ત્યારે સ્વાભાવિક છે કે કોંગ્રેસ પણ આ મુદ્દાને પડદા પાછળ લઈને ઉછાળશે. જાહેરની અંદર તો નહીં. આવે પરંતુ પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ આ બંને વચ્ચે કોઈ વર્ગવિગ્રહ ન થાય એક એનું સમાધાન થઈ જાય એવા પ્રયાસો સરકાર કરી રહી છે. આપણે સૌ ઇચ્છીએ છીએ કે આ દિશાની અંદર સરકાર થોડીક આગળ વધી છે તો બંને પક્ષ થોડુક નમતું આપીને થોડુક જતું કરીને આનો એક સારો માર્ગ મળી જાય એવા એક પ્રયાસો કરે અને પ્રયાસો સફળ થાય એવું મારું માનવું છે. ત્યાં સુધી ગુજરાતના એકમાં પણ આ એક બહુ બરાબર છે...અરવિંદ સ્વામી ( પીઢ પત્રકાર )
શક્તિસિંહના નિવેદનના પગલે વિશ્લેષકની વાત : અરવિંદભાઈ સ્વામીએ જણાવ્યું હતું કે હવે પરસોતમ રૂપાલાએ માફી માંગી લીધી છે. એમના વતી સી આર પાટીલ છે પ્રદેશ ભાજપ અધ્યક્ષ એને પણ એક વાર માફી માગી લીધી છે. માફી માંગવાનો સવાલ નથી. ક્ષત્રિય સમાજ એમ કહે છે કે અમારા મર્મ ઉપર ઘા થયો છે. અમારી ઈજ્જત ઉપર ઘા થયો છે. એટલે ઇ કોઈ સંજોગે નમતું જોખવા તૈયાર નથી. કે અમારે તો રૂપાલાની ટિકિટ રદ કરવી જોઈ બીજું કાંઈ ખપતું નથી. સવાલ એ છે કે ચાર પાંચ દિવસથી રાજકારણ ભળતું જાય છે. કેટલાક લોકો આને ફૂંક મારી રહ્યા છે કેટલાક લોકોને હવા આપી રહ્યા છે. એમાંથી ભાજપના લોકો પણ હોઈ શકે અને કોંગ્રેસના લોકો પણ પડદાની પાછળ હોઈ શકે છે. બીજા અસંતુષ્ઠ પણ આમાં હોય શકે. એટલે આ હું માનું છું ત્યાં સુધી રૂપાલાને માફી માગવાથી ક્ષત્રિય સમાજને આ વસ્તુ છે જતી કરવા માગતા નથી. એને તો કોઈ પણ સંજોગોમાં પરસોતમ રૂપાલાની ટિકિટ રદ થાય એવી જ એમની માંગણી છે. શક્તિસિંહ જે નિવેદન આપ્યું છે કે બરોબર છે. તે વિરોધ પક્ષના નેતા છે અને સ્વભાવિક છે કે એ ભૂતકાળની બે ત્રણ વાતો યાદ કરીને એ પાછા પરસોત્તમભાઈની ભૂલોને લોકો સમક્ષ યાદ કરીને દોહરાવતા હોય. પરંતુ બેટર વે એ છે કે કોઈપણ સંજોગોમાં આનું ઝડપી સમાધાન થઈ જાય. ખૂબ મોડું થયું છે કેટલાક દિવસો જશે એટલા દિવસની અંદર આખું વાતાવરણ બગડતું જશે, આનો ઝડપથી એક ઉકેલ આવે એ દિશામાં સૌએ સહિયારા પ્રયાસો કરવા જોઈએ.