નર્મદા: નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના અલવા ગામની મહિલા ગઈકાલે રાત્રે 7:30 કલાકે ઘરના પાછળના ભાગે સ્નાન કરવા બેઠા હતા ત્યારે અચાનક કપાસના ખેતરમાંથી દીપડો આવે છે અને મહિલાને ગળાના ભાગે પકડી એને ખેંચીને ખેતરમાં લઈ જાય છે અને આજુબાજુના લોકો તરત દોડીને આવે છે અને આ ઘાયલ મહિલા સુમિત્રાબેન તડવીને તિલકવાડા સિવિલ હોસ્પિટલ પર સારવાર માટે લઈ જવામાં આવે છે. ત્યાં ફરજ પર હાજર તબીબો તેમને તપાસે છે અને એમને મૃત જાહેર કરવામાં આવે છે. આ ઘટનાની જાણ નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવા, અર્જુનભાઈ માછી અને તેમની ટીમ દ્વારા દવાખાને પરિવારજનોની મુલાકાત લીધી હતી. આ ઘટનાની જાણ નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસીંગભાઈ તડવીને થતા તેઓ પણ હોસ્પિટલે પહોંચ્યા હતા.
મૃતદેહને ઘર સુધી પહોંચાડવા હોસ્પિટલમાં સબવાહિની પણ નથી: આપના પ્રમુખ નિરંજન વસાવાએ જણાવ્યું હતુ કે,'આજરોજ તિલકવાડા સિવિલ હોસ્પિટલમાં એ મહિલાનું પોસમોર્ટમ કરવામાં આવ્યું છે અને પીએમ કર્યા બાદ જ્યારે એમના મૃતદેહને એમના ઘરે અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યા હતા ત્યારે ટ્રેક્ટરની ટ્રોલીમાં એમના મૃતદેહને મૂકી લઈ જવામાં આવ્યા હતા. આ દ્રશ્ય જોઈ અમને ખૂબ જ દુઃખ થયું કે સામાન્ય માણસને તેના મૃત્યુ પછી પણ તેનો મલાજો જળવાતો નથી અને આ તાલુકાની હોસ્પિટલમાં એક સબવાહિની પણ નથી કે જેનાથી આવા આકસ્મિક મૃત્યુ પામેલા વ્યક્તિને તેના ઘર સુધી પહોંચાડી શકાય.' આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવા અને તેમની ટીમે નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખનો વિરોધ કર્યો હતો.
AAP નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા એ વિરોધ નોંધાવતા નર્મદા જિલ્લા પંચાયતના (ભાજપ) પ્રમુખને કહ્યું કે "તમે નેતાઓ સરકારી ખર્ચે AC ની ગાડીમાં બેસીને ફરો છો અને અહીં શબવાહિની પણ નથી. સામાન્ય જનતાને મૃત વ્યક્તિને ટ્રેકટરની ટ્રોલીમાં નાખીને લઇ જવુ પડે છે. તે તમારી સરકાર માટે ખુબ જ શરમ જનક છે"
તેમજ નર્મદા જિલ્લા પંચાયતના (ભાજપ) પ્રમુખે જવાબ આપ્યો કે "આવું ચાલતું આવ્યું છે અને ચાલતું જ રહેશે."
સરકારને લેખિત અને મૌખિક રજૂઆતો કરાય છે: AAP પ્રમુખ નિરંજન વસાવા દ્વારા આ બાબતે ડોક્ટર સાથે ચર્ચા કરવામાં આવી અને એમને પૂછવામાં આવ્યું કે, 'સાહેબ આપણે ત્યાં ડેડ બોડીને લઈ જવા માટે સબવાહિનીની સુવિધાઓ ઉપલબ્ધ નથી. ત્યારે ડોક્ટરે કહ્યું કે "છેલ્લા ચાર પાંચ વર્ષથી અમે સરકારને લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે તેમ છતાં પણ આજ દિન સુધી અહીંયા આ સુવિધા ઉપલબ્ધ નથી અને કોઈપણ સમાજની વ્યક્તિ જોડે આવી કોઈ ઘટના ઘટે છે અને તે વ્યક્તિ મૃત્યુ પામે છે તો સિવિલ હોસ્પિટલમાંથી એમને પ્રાઇવેટ વાહનમાં લઈ જવા પડે છે."
સ્થાનિકોએ કર્યા સવાલો: ઉપરાંત, જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ ભાઈ તડવી પણ ત્યાં હાજર હોવાથી સ્થાનિક લોકો અને તિલકવાડા તેમજ અલવા ગામના લોકોએ જિલ્લા પ્રમુખને રજૂઆત કરી અને કહ્યું કે, 'આજે જિલ્લામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે ત્યાં કરોડો રૂપિયા વપરાઇ રહ્યા છે પણ તેમ છતાં આજે આપણા વિસ્તારમાં એક મૃત્યુ પામેલ વ્યક્તિ માટે આપણે તિલકવાડા સિવિલ હોસ્પિટલમાં સબવાહિની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ નથી. ત્યારે જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિ અને જિલ્લાના પ્રમુખ એવા ભિમસીંગભાઈ તડવી જે સરકારની ગાડીમાં આવે છે અને ત્યાં રજૂઆત કરતા લોકોને બે ફામ અપ શબ્દો બોલે છે. અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે, અને કહે છે કે અમારે ત્યાં તો આવું જ ચાલે છે અને આવું જ ચાલતું રહેશે.
આ પણ વાંચો: