છોટાઉદેપુર: જિલ્લાના વાઘવા ગામે આસો સુદ આઠમના દિવસે વર્ષોથી બેઢીયુંનો મેળો ભરાય છે. જેમાં પુરુષો અને મહિલાઓ માથે માટીનું માટલું મૂકી માતાજીને બેઢયું ચઢવવાની માન્યતા જોડાયેલી છે. તમને જાણવી દઈએ કે, છોટાઉદેપુર જિલ્લા બોડેલી તાલુકાના વાઘવા ગામની ભાદર નદીના કિનારે આવેલા વાઘેશ્વરી માતાજીના મંદિરે દુર્ગાષ્ઠમીના દિવસે વર્ષોથી બેઢીયુંનો મેળો યોજાય છે.
વાઘવા ગામના વાઘેશ્વરી માતાની વર્ષો જુના આ લોક મેળાની માન્યતા રહી છે કે, બાળકના સારા સ્વાસ્થ્ય માટે, માતાને સ્તનપાન વેળાએ દૂધ ઉતરતું ન હોય, નિઃસંતાન દંપતીને બાળક અવતરતું નહીં હોય, એ લોકો માતાજીના આઠમના મેળાના દિવસે બેઢયું ચઢાવવાની આખડી રાખવામાં આવે છે. જેમાં તેઓ પ્રાણ લે છે કે, મારું બાળક સારું થઇ જાય તો આઠમના દિવસે બેઢીયું ચઢવીશ. પરિણામે આ મેળામાં શ્રદ્ધાળુંઓ મોટી સંખ્યામાં હાજરી આપે છે અને માતાજીને બેઢીયું અર્પણ કરે છે.
જોકે આ વર્ષે એક તિથિ બે વાર આવી હોવાના કારણે લોકો દિવસોં ગણી આઠમના દિવસે તો કેટલાક લોકોએ સાતમનાં દિવસે પણ બેઠીયું ચઢાવી રાખેલી આંખડી પૂર્ણ કરી હતી. પરંતુ મંદિરના વહીવટ કર્તાઓ દ્વારા આજે આઠમનો હવન આરતી કરવામાં આવી હતી.
આ અંગે ગામના સામાજીક અગ્રણીએ Etv Bharat સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "જિલ્લા ઉપરાંતના લોકો વર્ષોથી વાઘેશ્વરી માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા રાખે છે. અને જે દંપતી નિઃસતાન હોય, માતાને સસ્તપાનમાં દૂધ ન ઉતારતું હોય તે માતા, શિવજીના શિવલિંગ પાસે બ્લાઉઝનું કાપડ મૂકે છે અને માનતા રાખે છે. ઉપરાંત જેના બાળકનું સ્વાસ્થ્ય સારું ન રહેતું હોય એ મા-બાપ આઠમના દિવસે બેઢીયું ચઢાવવાની આંખડી રાખી હોય એવા તમામ લોકો આઠમના દિવસે શ્રદ્ધાભેર માતાજીને બે માટલાનું બેઢીયું ચઢાવે છે. જે અંતર્ગત એક માટલું મંદિરે રાખવાની અને એક માટલું જે તે શ્રદ્ધાંળુંને આપવાની પરંપરા જોડાયેલી છે."
વધુમાં તેમણે જણાવતા કહ્યું કે, "ઉપરાંત અમારા વડવાઓના સમયની એક દંતકથા પણ પ્રચલિત છે, કે વાઘને પગમા કાંટો વાગેલો હતો અને વાઘ પૂજારીને પંજો બતાવ્યો હતો અને આ મંદિરના પુંજારીએ વાઘના પગમાંથી કાંટો કાઢી આપ્યો હતો. આ સાથે જ આઠમના દિવસે આજુ બાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો મેળામાં આવી માતાજીના દર્શન કરી રાખેલી માનતા પરિપૂર્ણ કરી ધન્યતા અનુભવે છે."
આ પણ વાંચો: