ETV Bharat / state

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે કિર્ગીસ્તાનમાં 100 ગુજરાતી વિદ્યાર્થીઓની સુરક્ષા સંદર્ભે મુખ્ય સચિવ સાથે કરી ચર્ચા-વિચારણા - Chief Minister Bhupendra Patel - CHIEF MINISTER BHUPENDRA PATEL

કિર્ગીસ્તાનમાં ગુજરાતના 100 વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષા માટે વિદેશ મંત્રાલય સાથે પરામર્શ કરવા અને અન્ય તકેદારી માટે અંગે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે મુખ્ય સચિવ રાજકુમારને સુચનાઓ આપી છે. Chief Minister Bhupendra Patel Chief Secretary Rajkumar Kyrgyzstan 100 Gujarati Students

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 23, 2024, 5:06 PM IST

ગાંધીનગરઃ કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાઓ થવાની વધી રહેલી ઘટનાને પગલે ગુજરાતના સુરત શહેર-જિલ્લાના 100 જેટલા વિદ્યાર્થીઓના માતા-પિતાએ તેમના સંતાનોની સુરક્ષા-સલામતી માટે રજૂઆત કરી હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભે મુખ્ય સચિવ રાજકુમારને કિર્ગીસ્તાનમાં ફસાયેલા ગુજરાતના વિદ્યાર્થીઓની સલામતી માટે યોગ્ય સંકલન કરવા જણાવ્યું હતું.

17000 ભારતીય વિદ્યાર્થીઓઃ મુખ્ય સચિવ રાજકુમારે ભારત સરકારના વિદેશ મંત્રાલય અને કર્ગિસ્તાનના રાજદૂતાવાસનો સંપર્ક કરીને આ વિદ્યાર્થીઓને સલામત વતન પરત લાવવાની વ્યવસ્થાઓની વિગતો મેળવી હતી. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, કિર્ગીસ્તાનમાં મેડિકલ અને અન્ય ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાત સહિત ભારતના 17000 જેટલા વિદ્યાર્થીઓ વસેલા છે. કિર્ગીસ્તાનમાં સ્થિત ભારતીય રાજદૂતાવાસ ત્યાંની યુનિવર્સિટીઝ અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે અને ભારતીય વિદ્યાર્થીઓની સલામતી માટે યોગ્ય વ્યવસ્થાઓ કરવા તેમને જણાવાયું છે.

2 હેલ્પલાઈન શરુ કરાઈઃ કિર્ગીસ્તાનમાં રહેલા ભારતીય વિદ્યાર્થીઓ રાજદૂતાવાસનાં સંપર્કમાં રહીને તેમની વિગતો આપી શકે તે માટે બે હેલ્પલાઈન નંબર ૦૫૫૭૧૦૦૪૧ અને ૦૫૫૦૦૫૫૩૮ પણ ૨૪x7 કાર્યરત કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓના પરિવારોને વિનંતી કરવામાં આવી છે કે, કેટલાક તત્વો દ્વારા હુમલાઓ અંગે ફેલાવવામાં આવતી અફવાઓ પર ધ્યાન ન આપે. ત્યાંની પ્રવર્તમાન સ્થિતિમાં વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસીસ શરૂ થયા છે. એટલું જ નહીં, શૈક્ષણિક સત્ર પૂર્ણ થવાના આરે હોવાથી વિદ્યાર્થીઓને વતન પરત આવવા એરલાઇન્સ ઓપરેશન્સ પણ કાર્યરત છે. કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાઓ થવાની વધી રહેલી ઘટનાને પગલે ગુજરાતના સુરત શહેર-જિલ્લાના 100 જેટલા વિદ્યાર્થીઓના માતા-પિતાએ તેમના સંતાનોની સુરક્ષા-સલામતી માટે રજૂઆત કરી હતી.

  1. Gujarat Government: કર્મચારી આનંદો, રાજ્ય સરકારે કર્મચારીઓને આપી મોટી ભેટ, કર્મચારીઓના હિતમાં કર્યા 3 નિર્ણય
  2. Gujarat Budget 2024-25: બજેટ સમગ્ર સમાજના સર્વગ્રાહી અને સાતત્યપૂર્ણ વિકાસને પ્રાધાન્ય આપે છે-ભુપેન્દ્ર પટેલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.