ETV Bharat / state

છોટાઉદેપુર લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવા, રાઠવા વર્સીસ રાઠવા વચ્ચે જામશે ચૂંટણી જંગ - Lok Sabha Election 2024 - LOK SABHA ELECTION 2024

છોટાઉદેપુર 21 લોકસભા બેઠક પર સુખરામભાઈ રાઠવાની પસંદગી થતા કોંગ્રેસ કાર્યકરોમાં આનંદ અને ઉત્સાહ છે. છોટાઉદેપુર લોકસભા બેઠક પર ઉમેદવાર પસંદગી પ્રક્રિયા પૂર્ણ થતાં, ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતાં આ બેઠક પર રાઠવા વર્સીસ રાઠવા ઉમેદવારો ઉતારવામાં આવ્યાં છે

છોટાઉદેપુર લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવા, રાઠવા વર્સીસ રાઠવા વચ્ચે જામશે ચૂંટણી જંગ

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 22, 2024, 10:58 PM IST

છોટાઉદેપુર લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવા સાથે ખાસ વાતચીત

છોટાઉદેપુર : એસ એસ સી સુધીનો અભ્યાસ ધરાવતા સુખરામ રાઠવા 1975 માં જિલ્લા પંચાયતના સભ્યથી રાજકીય કારકિર્દી ની શરૂઆત કરી 4 વખત વિધાનસભા જીત્યા અને 3 વખત હાર્યા, વર્ષ 1922 માં વિધાનસભા ના વિપક્ષ નેતા રહ્યાં હતાં.

ઈટીવી ભારત સાથે કરી વાત : છોટાઉદેપુર લોકસભા બેઠક પર કોંગ્રસ માંથી ઉમેદવાર તરીકે જાહેર કરાયા બાદ ઈટીવી ભારત સાથે વાત કરતા સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે, છોટા ઉદેપુર લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ઠ સાત વિધાનસભા બેઠકો પર ભાજપના ધારાસભ્યો ચૂંટાયેલા છે. એટલે વહેતા વહેણના સામે પ્રવાહે ચાલવા જેવું કઠિન કામ છે. છતાં અમે પ્રજાને સ્પર્શતા મુદ્દા લઇને પ્રજા વચ્ચે જઈશું અને છોટા ઉદેપુર લોકસભા બેઠક જીતીશું.

4 ટર્મ ધારાસભ્ય રહ્યાં : છોટાઉદેપુર સહિત પાવીજેતપુર વિધાનસભા બેઠક ઉપર 4 ટર્મ ધારાસભ્ય રહી ચૂકેલા સુખરામભાઈ હરિયાભાઇ રાઠવાની પસંદગી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. છોટાઉદેપુર 21 લોકસભા બેઠક ઉપર ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે. 1985 થી ધારાસભ્ય રહી કોંગ્રેસમાં ખૂબ નામના મેળવી હોય જેઓ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પણ રહી ચૂક્યા હોય અને કોંગ્રેસના એક દિગ્ગજ નેતા તરીકે જાણીતા સુખરામભાઈ રાઠવાને ઉમેદવાર તરીકે પસંદ કરતા સમગ્ર કોંગ્રેસ કાર્યકરોમાં ભારે આનંદની લાગણી ફેલાઈ છે.

ઉમેદવાર જાહેર કરવામાં વિલંબ : અત્રે ઉલ્લેખનીય છે કે થોડાં દિવસ અગાઉ ભારતીય જનતા પાર્ટીમાંથી જશુભાઇ રાઠવાને છોટા ઉદેપુર લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા પરંતુ કોંગ્રેસમાંથી ઉમેદવાર જાહેર નહીં થતાં, કોંગ્રસમાંથી કોણે ટિકીટ મળશે તેની આતુરતાથી રાહ જોતા હતા અને એ આતુરતાનો અંત આવ્યો છે.

સુખરામ રાઠવાની રાજકીય સફર : સુખરામ રાઠવા વર્ષ 1975માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને વડોદરા જિલ્લા પંચાયતના વર્ષ 1975થી વર્ષ 1980 સુધી વડોદરા જિલ્લા પંચાયત માં શિક્ષણ સમિતિના પદનિમિત્ત સભ્ય રહ્યાં હતાં. વર્ષ 1980થી વર્ષ 1984સુધી મોટી સાંકળ તાલુકા પંચાયત બેઠકના અપક્ષ ઉમેદવાર સદસ્ય તરીકે ચૂંટાયા હતાં, વર્ષ 1985થી વર્ષ 1990 સુધી કોંગ્રેસ માંથી છોટા ઉદેપુર વિધાન સભા બેઠક પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતાં. 1995 થી વર્ષ 1998 સુધી છોટા ઉદેપુર વિધાન સભા બેઠક પર કોંગ્રેસ માંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ 1998થી વર્ષ 2002 સુધી કોંગ્રેસમાંથી છોટા ઉદેપુર વિધાનસભા બેઠક પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતાં. વર્ષ 2002માં વર્ષ 2007અને વર્ષ 2012 માં તેઓ સતત ત્રણ વખત વિધાનસભા બેઠક પર હાર્યા હતાં અને વર્ષ 2017માં જેતપુર પાવી વિધાનસભા બેઠક પર કોંગ્રસ પાર્ટી માંથી જીત્યા હતાં અને ગુજરાત રાજ્ય વિરોધ પક્ષના નેતા બન્યાં હતાં.

10મું પાસ રાઠવાની 48 વર્ષની રાજકીય કારકિર્દી : એસએસસી સુધીનો અભ્યાસ ધરાવતાં સુખરામ રાઠવાની 48 વર્ષની રાજકીય સફરમાં તેઓ 4 વખત ધારાસભ્ય તરીકે જીત્યા છે. તો ત્રણ વખત હાર્યા છે અને વર્ષ 2024માં છોટા ઉદેપુર લોકસભા બેઠક પર સાંસદ તરીકે કોંગ્રેસ પાર્ટીમાંથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

  1. Chhotaudepur Lok Sabha Seat: છોટાઉદેપુર લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવાર તરીકે જશુભાઈ રાઠવાની કરી જાહેરાત
  2. કોંગ્રેસે ત્રીજી યાદી કરી જાહેર, અમિત શાહ સામે સોનલ પટેલ, આણંદથી અમિત ચાવડા લડશે - Lok Sabha Election 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.