છોટા ઉદેપુરઃ આજે વહેલી સવારે રંગપુર રેન્જમાં આવેલ દડી ગામે એક રીંછ રહેણાંક વિસ્તારમાં આવી ચઢ્યું હતું. આ રીંછે 9 વર્ષની બાળકી શર્મિલા રાઠવા અને 63 વર્ષના સમાયડા ભાઈ રાઠવા હુમલો કર્યો હતો. બંને ઘાયલોને 108 મારફતે વધુ સારવારઅર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.
સમગ્ર ઘટનાક્રમઃ છોટા ઉદેપુર જિલ્લાના દડી ગામે આજે વહેલી સવારે રીંછે હુમલો કર્યો હતો. જેમાં 9 વર્ષની બાળકી શર્મિલા રાઠવાને જમણા સાથળના ભાગે અને કુવા પાસે દાતણ કરતાં 63 વર્ષના સમાયડાભાઈ રાઠવાને છાતીના ભાગે ઈજાઓ પહોંચી હતી. હુમલો કર્યા બાદ રીંછ કુવામાં ખાબક્યું હતું. રહેણાંક વિસ્તારમાં રીછની જાણ નિવૃત્ત આર્મીમેન રતુભાઈ રાઠવાને થતાં તેમણે વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમ તાત્કાલિક દડીગામ દોડી આવી હતી. કુવામાં પડેલાં રીંછનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે રીંછ કુવામાંથી બહાર નીકળીને જંગલ તરફ નાસી ગયું હતું. વન વિભાગે રઘવાયેલા રીંછને પાંજરે પુરવાના ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાથમિક તારણમાં રીંછ પાણીની શોધમાં માનવ વસ્તી તરફ આવી ચઢ્યું હોવાનું માનવામાં આવે છે.
પાણીની શોધઃ છોટા ઉદેપુર જિલ્લાના દડી ગામે આજે વહેલી સવારે રીંછે હુમલો કર્યો હતો. જેમાં 9 વર્ષની બાળકી શર્મિલા રાઠવાને જમણા સાથળના ભાગે અને કુવા પાસે દાતણ કરતાં 63 વર્ષના સમાયડાભાઈ રાઠવાને છાતીના ભાગે ઈજાઓ પહોંચી હતી. હુમલો કર્યા બાદ રીંછ કુવામાં ખાબક્યું હતું. વન વિભાગ અનુસાર રીંછ પાણીની શોધમાં માનવ વસ્તી તરફ આવી ચઢ્યું હોઈ શકે છે. દડી ગામે રીંછે કરેલ હુમલામાં 9 વર્ષની બાળકી શર્મિલા રાઠવા અને 63 વર્ષના સમાયડા ભાઈ રાઠવા ઘાયલ થયા હતા. 108 મારફતે વધુ સારવારઅર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.