ભાવનગર: સમગ્ર દેશની સાથે ભાવનગરમાં પણ ચેટીચાંદ તહેવારની ઉજવણી સિંધી સમાજ દ્વારા કરવામાં આવી હતી. ભાવનગર શહેરના આવેલા સિંધુનગર અને રસાલા કેમ્પમાં સિંધી સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજીને ભગવાન જુલેલાલના પ્રાગટ્ય દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ હતી.

સમગ્ર ભારત દેશમાં આજે સિંધી સમાજ દ્વારા ચેટીચાંદની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ભાવનગર શહેરમાં પણ સિંધી સમાજની એકતા ચેટીચાંદ પર્વ નિમિત્તે જોવા મળી હતી. ભાવનગર શહેરના સિંધુનગર અને રસાલા કેમ્પમાં સિંધી સમાજના આગેવાનો અને લોકો દ્વારા ભગવાન ઝુલેલાલનો પ્રાગટ્ય દિવસ હોવાથી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જો કે સિંધી સમાજ દ્વારા આજના પવિત્ર દિવસે મહારક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક સિંધી ભાઈઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું.

ભાવનગર શહેરમાં ચેટીચાંદ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ સિંધી સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સિંધી સમાજના આગેવાન કમલેશભાઈ ચંદાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ચેટીચાંદ એટલે ભગવાનનો પ્રાગટ્ય દિવસ કહેવામાં આવે છે. જેને પગલે સિંધી સમાજ દ્વારા રક્તદાન કેમ્પ સહિત ધાર્મિક કાર્યક્રમો કરીને સાંજના સમયે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરે છે. ભાવનગરના ઘોઘા ગેટ ચોક સંત પ્રભારામ અન્નકૂટ ખાતેથી એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં લોકો

ભાવનગર શહેરના રુપમ ચોકમાં યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સિંધી સમાજના આગેવાન જણાવ્યું હતું કે આ શોભાયાત્રા રૂપમ ચોકમાંથી થઈને ખારગેટ થઈ જુના બંદર પોહચી હતી. જ્યાં જુના બંદરની ખાડી ખાતે શોભાયાત્રા પૂર્ણ થઈ હતી. જો કે યોજાયેલી શોભા યાત્રામાં ડીજેના તાલ સાથે સિંધી સમાજના આગેવાનો અને યુવાનો જુના બંદર ખાતે શોભાયાત્રા દરમિયાન પહોંચ્યા હતા. સમગ્ર શહેરમાં સિંધી સમાજના પર્વની ભવ્ય ઉજવણી લોકોએ નિહાળી હતી.