ગાંધીનગર: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પત્રકાર પરિષદની બેઠક યોજયી હતી. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ અંગે આરોગ્ય વિભાગે કરેલી કામગીરી અને વર્તમાન પરિસ્થિતિ અંગેની વિગતો આપતા કહ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા ખૂબ જ ગંભીરતાથી આ કેસ બાબતે અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. ચાંદીપુરા વાયરસ રોગચાળામાં રાજ્ય સરકારે ખૂબ જ સુંદર કામગીરી કરી છે. 4,96,673 કાચા ઘરમાં મેલીથિન પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો છે. 1,05,775 કાચા ઘરમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે.
શાળા કોલેજમાં સાવચેતીના પગલા લેવાયા: શાળા કોલેજમાં અભ્યાસ કરવા આવતા બાળકોમાં વાયરસનું સંક્રમણ ન ફેલાય તે માટે રાજ્ય સરકારે અનેક પગલા લીધા છે. અસરગ્રસ્ત વિસ્તારની શાળામાં મેલીથીન પાવડર અને દવાનો છટકાવ કરવામાં આવી રહ્યો છે. તે ઉપરાંત રાજ્યની 19,865 શાળામાં મેલીથિન પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો છે. 1624 શાળાઓમાં દવાનો છટકાવ કરવામાં આવ્યો છે.
ચાંદીપુરાથી 44 બાળકોના મોત: ચાંદીપુરા વાયરસ નાના બાળકોને પોતાનો શિકાર બનાવે છે. તેથી રાજ્ય સરકારે આંગણવાડીમાં ચાંદીપુરા ન ફેલાય તે માટે ખૂબ જ તકેદારી રાખી છે. 2,16,008 આંગણવાડીમાં મેલિથીન પાવડર છટકાવ કરવામાં આવ્યો છે. ચાંદીપુરા વાયરસના અત્યારે કુલ 124 દર્દીઓ છે. બહારના રાજ્યોના નવ સહિત કુલ હાલમાં 133 કેસો શંકાસ્પદ ચાંદીપુરાના છે. શંકાસ્પદ ચાંદીપુરા થી 44 લોકોના મોત થયા છે. 26 બાળકોનો સમાવેશ થયા છે. 54 જેટલા બાળકો હાલમાં સારવાર હેઠળ છે.